Book Title: Jain Satyaprakash 1937 07 SrNo 23
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષાડ ૫૯૮ શ્રી જૈન સત્ય પ્રકાશ પ્રવર્તે છે પરંતુ તે રાગદ્વેષ રહિતનું હોય તે જ સમ્યક જ્ઞાન કહેવાય છે. બાકીનું મિથ્યા જ્ઞાન છે. એટલે ઉપર્યુક્ત બે દર્શને નામ માત્રથી પણ ચિત્તને આકર્ષી શકતાં નથી. મીમાંસક દર્શનને અર્થ વિચારક થાય છે. પણ વિચારક રાગી કે હેપી હોય તે તે એક તરફી વિચાર કરી શકે. અને તેવા એક તરફી વિચારો આત્માનું અધઃપતન કરે છે. બુદ્ધથી ઉત્પન્ન થયેલાનું નામ બોદ્ધ દર્શન છે. તે પણ સાચે બુદ્ધ જ ન હોય અને નામ માત્રથી જે બુદ્ધ કહેવાતો હોય તો તેના દર્શનને પણ મહત્ત્વ ન જ અપાય, અને જૈનદર્શન એટલે વીતરાગનું દર્શન, અને તે દર્શન એટલે વિતરાગોત હેવાથી તદ્દન સત્ય, નિર્મળ, ચિત્તને આકર્ષી શકે તેવું, અને અન્ય દર્શનનાં નામોથી પિતાના નામથી મહત્તા ભોગવી રહ્યું છે. આ તે માત્ર તેના નામને વિચાર કર્યો છે. એટલા માત્રથી પણ એની ઉત્તમતા સ્પષ્ટ માલમ પડી આવે છે. જેનદર્શનનાં મૂળ તો સંબંધી વિચાર હવે પછી આપણે કરીશું. અપૂર્ણ (પૃષ્ઠ ૫૬ થી ચાલુ) વૃદ્ધત્વની વ્યાખ્યા સાથે તેને ગુણરૂપ માનવાને નિરાસ: જેવી રીતે આ જન્મ નામને દેષ સામાન્ય દેવને અંગે દિગમ્બરભાઈઓથી કહી શકાય નહિ છતાં કહે છે, તેવી જ રીતે તેઓએ વૃદ્ધત્વને પણ દેવના દેષ તરીકે જણાવેલ છે. વૃદ્ધત્વ દોષને અંગે પ્રથમ તે એ પ્રશ્ન થાય છે કે દિગમ્બરભાઈએ વૃદ્ધત્વ કોને કહે છે? સામાન્ય રીતે શાસ્ત્રકારોએ કેશનું ધળા થવું, દાંતનું પડવું, ઇંદ્રિયોનું સામર્થ્ય ઘટવું વગેરે લૌકિક ચિન્હા જણાવ્યાં છે, પણ વાસ્તવિક રીતે નથી તો તે લક્ષણોની વૃદ્ધત્વની સાથે વ્યાપ્તિ કે નથી તે તેને નિયમિત કાર્ય-કારણ ભાવ, અને તેથી જ શાસ્ત્રકારોએ દીક્ષાના અધિકારમાં વૃદ્ધપણું તેને જ માન્યું છે કે જેની જે ઉંમર હોય તેને પાછલો ત્રણ દશાંશ ભાગ વૃદ્ધપણું ગણાય અને તેથી જ સો વર્ષની ઉંમરવાળાને સિત્તેર વર્ષની ઉંમર થયા પછી દીક્ષાને માટે વૃદ્ધ ગણીને અગ્ય માને છે. એ હિસાબે ક્રેડ પૂર્વના આયુષ્ય વખતે સિત્તેર લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય થઈ ગયા પછી વૃદ્ધ ગણવો જોઈએ, તો તે હિસાબે તો ભગવાન્ ત્રાષભદેવાદિ તીર્થકરોની દીક્ષા જ વૃદ્ધપણામાં થયેલી ગણાય અને તેથી તેમને વૃદ્ધત્વ હતું જ નહિ એમ કહી શકાય જ નહિ. એવી રીતે અન્ય જીવે પણ એવા હોય છે કે જેઓને દાંતપતન આદિ વૃદ્ધપણાના ચિન્હો વૃદ્ધ થતાં પણ નથી હોતાં, તે શું તેવા જીને વૃદ્ધ ઉમર થયા છતાં દિગમ્બરભાઈએ અવૃદ્ધ માનશે. ચાહે તેમ હે પણ વૃદ્ધપણું શાસ્ત્રકારો અને વ્યાવહારિક પુરુષે જ્યારે પરિણતિ અને પ્રવૃત્તિને અંગે ગુણરૂપ માને છે ત્યારે આ દિગમ્બરભાઈએને કોણ જાણે શા કારણથી દેષરૂપ માનવાની જરૂર પડે ? (અપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46