________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમુત્થણને અંગે
લેખક
શ્રીયુત પ્રોહીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ.
પ્રતિક્રમણ સૂત્રનાં પુસ્તકમાં સ્થાન અપાયેલા અન્યાન્ય સૂ વિષે સવિશેષ પર્યાલચનની આવશ્યકતા વિષે હું “પ્રતિક્રમણ સૂત્રનું લોચન” એ લેખમાં વિચાર કરી ગયો છું. તદનુસાર અત્ર નમુત્યુનું એ સૂત્ર વિષે યથાસાધન ઊહાપોહ કરવા પ્રેરાઉં છું. - નામ --આપણું ઘણાં ખરાં સૂત્રોનાં વિશિષ્ટ નામ નથી, કિન્તુ જે શબ્દોથી એને પ્રારંભ થાય છે તે ઉપરથી એનું નામ પાડવામાં આવ્યું છે. એટલે કે અણુઓગદારસુત્ત (અનુગદ્વારસૂત્ર)ના ૧૩૦મા સૂત્રમાં જે નામના દશ પ્રકારો સૂચવાયા છે તેમાંના
આદાનપદ ” નામના પ્રકારનો અત્રે ઉપયોગ કરાયો છે. રમાથી આ સૂત્રને નમુત્થણું કે પાઠાંતરને લક્ષમાં લેતા “નત્થણું' તરીકે ઓળખાવાય છે. વળી સૌધર્મ દેવકના ઇંદ્ર શકે પ્રભુની સ્તુતિ કરતાં આ સૂત્રમાં ઉપલબ્ધ થતા અમુક ભાગને ઉપયોગ કરેલ હોવાની માન્યતા છે, એ અનુસાર એનું શક્રસ્તવ (સથય) એવું પણ નામ પડયું છે. વળી યોગશાસ્ત્ર (પ્ર૦ ૩, લો. ૧૨૪)ની પજ્ઞ વૃત્તિના ૨૧૬ આ પત્રમાં તેમજ ૨૨૩ એ પત્રમાં આને “પ્રણિપાતદંડક” તરીકે ઉલ્લેખ આપે છે.
ઉત્પત્તિ–પજજુસણાક૫ (કલ્પસૂત્ર)માં સૂચવાયા મુજબ શકે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં અવતરેલા જોઈ નમુત્થણું સૂત્ર વડે તેમની સ્તુતિ કરી છે. આ ઉપરથી એમ અનુમનાય છે કે આ સૂત્રનો નમો જિણાણું જિયભયાર્ણ સુધીના અમુક ભાગની અધિકતાવાળો પાઠ વર્તમાન તીર્થ સ્થપાયા પૂર્વેને છે. અને એ પછી બેલાતી “જે એ અઈયા સિદ્ધાવાળી ગાથા પાછળની છે. આ ગાથા કોણે અને ક્યારે અને કેમ દાખલ કરી તે સંબંધમાં કેઈ નિશ્ચયાત્મક ઉલ્લેખ જોવા જાણવામાં નથી, બાકી યોગશાસ્ત્રની સ્વોપણ વૃત્તિના ૨૨૩ આ પત્રમાં જે નીચે મુજબની –
"प्रणिपातदण्डकानन्तरं चातीतानागतवर्तमान जिनवन्दनार्थ केचिदेतां गाथां पठन्ति"
૧. આ લેખ જૈન પત્રના ૨૩-૨-૩૬ના અંકમાં તેમજ જનધર્મપ્રકાશ વ૦ ના ૧૨માં અંકમાં પણ પ્રસિદ્ધ થયેલો છે.
૨, ઉત્તરજણસુત્ત (ઉત્તરાધ્યયનસૂત્રોના ત્રીજા, ચોથા, સાતમા, દશમા અને ૨૬મા અધ્યયનનાં નામ પણ “આદાનપદનાં ઉદાહરણ પૂરું પાડે છે.
૩. આ સંબંધમાં જુઓ “ભક્તામર-કલ્ચણિમંદિર-નમિણસ્તોત્રત્રયમ”ની મારી સંસ્કૃત ભૂમિકા તેમજ એની ગુજરાતી પ્રસ્તાવના (પૃ. ૧૧-૧૨).
૪. “ જીવદયાણ' પછી બાદિયાણ તેમજ “ધમ્મવરમાઉરંતચક્રવટ્ટીણું’ પછી ‘દીતાણું સરણું ગ' પઢા” એ બંને પાઠને પ્રચલિત “નમુત્થણું'માં પ્રાય: સમાવેશ કરાત નથી.
For Private And Personal Use Only