Book Title: Jain Satyaprakash 1937 07 SrNo 23 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કક્કકકકકકકકકકકકકક કે પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન જરૂ જ લેખક–આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી 1)કકકકકકકકકકક્કકા (ક્રમાંક ૨૧થી ચાલુ) આપણે આગળના લેખમાં જોઈ ગયા તે રીતે પ્રભુ શ્રી મહાવીરના પ્રવચનથી વિરૂદ્ધ કલ્પનાઓ કરનારના માર્ગે કંટકથી ભરપુર છે. એક મહાવીર પ્રભુને જ બતાવેલ માર્ગ સુંદર, નિષ્ફટક, સ્યાદ્વાદમય શોભી રહ્યો છે. એમાં સમય અને સપ્તભંગીની એવી સુંદર રચના છે કે તે માર્ગમાં ચાલનારને કોઈ પણ પ્રકારનો વાંધો આવતો નથી. અન્ય વાંચનારને કદાચ એવી કલ્પના થશે કે લેખક માત્ર સ્વપંથને ઉત્કર્ષ ગાઈ રહ્યા છે, પરંતુ એમ નથી. કેઈ પણ જૈનેતર દર્શનવાળો, સ્વદર્શનીય રાગને દૂર કરી, શ્રી મહાવીરના સુરમ્ય તત્ત્વજ્ઞાનને પૂર્ણ પરિચય કરે તો તે પણ મુક્ત કંઠે પ્રશંસા કર્યા વિના રહે નહિ. જેમકે શ્રીહરિસત્ય ભટ્ટાચાર્ય એમ. એ. બી. એલ. બંગાલી મહાશય પિતાના એક માસિકના લેખમાં લખે છે કે – સામાન્યતઃ ભારતવર્ષના દાર્શનિક મતવાદમાં જૈનદર્શન સારું, માનવનું સ્થાન ભોગવે છે, અને ખાસ કરીને જૈનદર્શન એક સંપૂર્ણ દર્શન છે. તત્ત્વવિદ્યાના બધા અંગ એમાં મળે છે. વેદાનમાં તર્કવિદ્યાનો ઉપદેશ નથી. વૈશેષિક કર્માકર્મ અને ધર્માધર્મ વિષે કાંઈ ફેડ પાડતું નથી. જેનદર્શનમાં તે ન્યાય વિદ્યા છે, તરવવિચાર છે, ધર્મનીતિ છે, પરમાત્મ તત્ત્વ છે, અને બીજું પણ ઘણું છે. પ્રાચીન યુગના તત્ત્વ ચિત્તનનું ખરેખર જ જે કોઈ એક અમૂલ્ય ફળ હોય તો તે જૈનદર્શન છે. જૈનદર્શનને બાદ કરીને જે તમે ભારતીય દર્શનની આલોચના કરે છે તે અપૂર્ણ જ રહી જવાની.” લગભગ પચ્ચીશથી અધિક વર્ષ ઉપરાન્ત, ઈટાવાના એક આર્ય સમાજીસ્ટ, જૈન ધર્મના ખંડનના માટે, જૈનધર્મને અભ્યાસ કરવા લાગ્યા. બે ત્રણ વર્ષના ટૂંકા અભ્યાસથી પણ તેઓને જૈનદર્શન ઉપર એટલો બધો અનુરાગ વધી ગયો કે તેમણે જૈનધર્મને હજારે જન સમક્ષ, મુક્ત કંઠે પ્રશંસા કરવાપૂર્વક, સ્વીકાર કર્યો. હાલ તેમનું નામ કુમાર દિગવિજયસિંહ છે. તેઓ હાલ પંજાબ દેશમાં જૈનધર્મના તત્વને પૂર્ણ પરિચય કરાવે છે, અને ઠેકાણે ઠેકાણે જૈન તવના સાચા સિદ્ધાંતની પુષ્ટિ કરી તેની જયપતાકા ફેરવી રહ્યા છે. આનું કારણ માત્ર એક જ છે કે પ્રભુ શ્રી મહાવીરે ઉંચા પ્રકારના ચારિત્રને પાલન કરી, કેવળજ્ઞાન પ્રગટાવી, જૈન દર્શનની પ્રરૂપણે કરી છે. હવે આપણે પ્રભુ મહાવીર કથિત તેના પરિચય કરતાં પહેલાં પ્રભુ દર્શનનું નામ જેન દર્શન છે તે ઉપર વિચાર કરીએ – નૈયાયિક દર્શન ન્યાય શબ્દ ઉપરથી નીકળેલું છે. અને ન્યાય એ સાચી વસ્તુનું નામ છે. પરંતુ જ્યાં સુધી રાગદ્વેષની છાયા હોય ત્યાં સુધી અન્યાયને પણ ન્યાય કહેતાં અને ન્યાયને અન્યાય કહેતાં વાર લાગતી નથી. સાંખ્ય દર્શનનો અર્થ જ્ઞાન શબ્દ ઉપરથી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46