Book Title: Jain Satyaprakash 1937 07 SrNo 23 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગંબરની ઉત્પત્તિ ૫૯૫ ન માનવાને લીધે જ કેવલિમહારાજને પણ કેઈ આહાર-પાણી ન લાવી દે એ સ્વાભાવિક છે અને તીર્થકર કેવલી જેવાઓને કેવલી અવસ્થામાં ગોચરી માટે ફરવું ન થાય એ નિશ્ચયથી સર્વ કેવલીઓને આહાર-પાણીને વેગ થઈ શકે નહિ એમ બન્યું. અને તેથી કેવલીને આહારને નિષેધ માનવાની ફરજ પડી. શું ક્ષુધા-તૃષાદિના અભાવ માત્રથી દેવનું લક્ષણ થાય: કેવલિના આહાર માનવાના નિષેધની ફરજ એટલી બધી આગળ વધી કે દેવપણાના દરમાં સચિત્ત અચિત્ત વસ્તુને અભાવ ગુણ તરીકે ન માન્યો, આશ્રયમાં અવસ્થાનના અભાવને ગુણ તરીકે ન માન્ય, મૃષાવાદ, અદત્તાદાન, કે હિંસા વગેરે જેવાં લૌકિક અને લોકોત્તર બન્ને માર્ગમાં મોટામાં મોટાં પાપ રૂપ છે તેના અભાવને લક્ષણ તરીકે ન માન્યુ, કંચન અને કામિનીના સંયોગના અભાવને સુદેવત્વનું લક્ષણ ન માન્યું, પણ દેવત્વનાં લક્ષણો કરતાં ક્ષુધા અને તૃષાના અભાવને સુદેવત્વના લક્ષણ તરીકે માન્યું અને તેમાં પણ અઢારે દેના અભાવને જણાવતાં, પહેલા નંબરે ક્ષુધા અને તૃષાના દોષના અભાવને સ્થાન આપ્યું. સુજ્ઞ મનુષ્ય સહેજે સમજી શકશે કે – શ્રેતામ્બરોએ કેવલિ મહારાજાઓને તત્ત્વાર્થસૂત્ર વગેરે અનેક શાસ્ત્રોના આધારે ક્ષુધા અને તૃષાના પરિષહ માન્યા અને તેને જ હિસાબે કેવલિઓને આહાર પાણુ માન્યાં, પણ આહાર અને પાણી એ દેવના લક્ષણ તરીકે તે નથી જ રાખ્યાં! શું જન્મને અભાવ તે દેવનું લક્ષણ કહેવાય: યી રીતે દિગમ્બરેએ દેવના લક્ષણમાં સુધા અને તૃષાના અભાવને ગુસેડ્યો છે તેવી જ રીતે તેઓએ જન્મના અભાવને પણ દેવના લક્ષણમાં ગુસેડ્યો છે. તે જન્મના અભાવને અંગે આપણે સામાન્ય વિચાર કરી ગયા કે તેઓ વર્તમાન જન્મના અભાવને અંગે લક્ષણ રાખે છે કે ભવિષ્ય જન્મના અભાવને અંગે લક્ષણ રાખે છે? વર્તમાન જન્મને અભાવ દિગમ્બરથી કઈ પણ રીતે કહી શકાય તેમ નથી, કારણ કે સામાન્ય કેવલી અને તીર્થકર કેવલી એ બધાનાં માતાપિતાનું જન્મસ્થાન વગેરે દિગમ્બરભાઈઓ માને છે, એટલું જ નહિ પણ શ્રી તીર્થંકર ભગવાનને અંગે તે જન્મનું કલ્યાણક અને અભિષેક પણ માને છે. તે જે વસ્તુ કલ્યાણકમાં ગણી અને જેને અંગે અભિષેક માન્યા તે જન્મને દોષરૂપ તે વર્તમાન જન્મની અપેક્ષાએ દિગમ્બરો જે માને તે પછી દિગમ્બરના હિસાબે કલ્યાણને અભાવ એ જ દેવપણાનું લક્ષણ થઈ જાય. અને ભવિષ્યત્ જન્મના અભાવે દેવપણાના લક્ષણ તરીકે ગણે તે તે કઈ પણ પ્રકારે બંધ બેસી શકે તેમ નથી, કારણ કે દિગમ્બર ભાઈએ પણ એ વાત તે કબુલ કરે છે કે – જન્મથી મિથ્યાત્વી હોય અગર For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46