Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 223
________________ કીડીપવે. કરવામાં આવ્યું. તેનું, ચાંદી, ગાય, કન્યા, ભૂમિ, શયન, આસન આદિ જેને જે જોઈતું હતું તેને તે આપવામાં આવ્યું. ૪૭૩-૪૭૬, તેની સાથે નગરમાં જેટલાં જનચે (મંદિર) હતાં તે પણ ખૂબ શણગારવામાં આવ્યાં અને સુવતી સાધુસંતોને સ્વીકારવા લાયક વસ્ત્ર, પાત્ર, ભોજન, શયન, આસન આદિ વસ્તુઓનું પણ સદ્દભાવપૂર્વક દાન કરવામાં આવ્યું. મંદિરમાં વિરાજમાન જિનેશ્વરદેવની મૂર્તિઓ આગળ સેના અને રત્નનાં ભેટયું મુક્યાં. ૪૭૭–૪૮૦. દાનનું સદા ફળ મળે છે, સારા દાનનું સારૂં ને નબળાનું નબળું. જ્ઞાની અને તપસ્વી સાધુઓને દાન દીધાથી હમેશાં સારૂં ફળ મળે છે. એ વડે આ જીવનનાં દુઃખ ટળે છે ને પેલા જીવનમાં સારે ઘેર જન્મ મળે છે, જેથી આત્માની ઉન્નતિ કરવાને અવસર મળી શકે છે. સંતપુરૂની આ રીતે દાન વિગેરે દ્વારા કરેલી સેવાથી નિવણને માર્ગ સહજે જ આવે છે. ૪૮૧–૪૮૩. પણ જો રાજાના શત્રુને, ચારને, જુદુને અને વ્યભિચારીને દાન અપાય તે તેનાં ફળ ખાટાં પમાય. આ પ્રકારે દાનને વિવેક કરી અમે અમારે ઉદાર હૃદયે માત્ર આપણા ધર્મના સાધુઓને જ નહિ, પણ બ્રાહ્મણ અને ભિક્ષુકે વગેરે બીજા પણ બધા પ્રકારના દાનાર્થીઓને પુષ્કળ દાન આપ્યાં. ટૂંકમાં કૈમુદીપ એ અમારે માટે તે પૈસાની કેથળી છેડી મુકવાને, દાન આપવાનું અને પવિત્રતા ખીલવવાને મહાન દિવસ હતે. - ૪૮૪–૪૮૭. સાંજ થઈ અને મેં નગરની ઉંચીનીચી છબિ નિહાળવા માં સૂર્ય ભગવાને પોતાનાં કિરણની જાળ સંકેલી લીધી ને પિતે અદશ્ય થઈ ગયા. તેમની સવારની રાણું પ્રભાતદેવીની સાથે રહી રહીને એ કંટાળી ગયા હતા ને ફીકા પડી ગયા હતા અને સાંજની રાણી સંધ્યાદેવી પાસે તેના પતિનગરમાં જઈ રહ્યા. લોક એમ પણ કહે છે કે આકાશના આટલા લાંબા પ્રવાસને લીધે થાક્યાથી રતાં– સોનેરી-કિરણોની-માળા-પહેર્યા વીરની પેઠે ધરતીમાતાને ચરણે લીન થઈ ગયા, અને, પછી અપારેવીંટી રાત્રિએ સિા જીવનને પિતાની અંદર વીંટી લીધાં. ૪૮૮-૪૧. હવે, અમારા ઘરના મુખ્ય દરવાજા આગળ જે એક સુંદર અને ગણું આવેલું હતું તે અમારી હવેલીને અને ખરી રીતે તે આખા રાજમાર્ગને શણ ગાર ગણાતું. એ આંગણામાં અતિ મૂલ્યવાન તણીમાં જડીને મેં મારી છબિઓ લેઓને જેવાને માટે મુકી, અને એની સંભાળ રાખવાને મારા સુખદુઃખની ભાગિયેણ, મારી ભલી સખી સારસિકાને પાસે ઉભી રાખી, એવી કામનાથી કે પૂર્વજન્મના સ્વામી, જે જરૂર તે વખતે મનુષ્યજન્મમાં આવ્યા હતા, તેમને ખેળી કઢાય. મારાં ઘરનાં કે બહારનાં માણસમાં, મર્મ જાણી લેવામાં ને પરીક્ષા કરવામાં એના જેવું. કેઈ ચતુર નહોતું. મેં એને કહી રાખ્યું હતું કે Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282