Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 245
________________ લુટારાની ગુફા. ૪૫ ૯૪૪-૯૪૭. પર્વતની ઉંડી સુંદર છોમાં લૂટારાઓની ગુફા હતી. ત્યાં અમને બંનેને એક વેલાવડે એકઠાં બાધીને લઈ ગયા. કેટલાક લેક બહાર ઉભા રહીને પાણીની ભિક્ષા માગતા હતા, કારણ કે ગુફાની અંદર પાણી ખૂબ હતું. ગુફાને દરવાજે બહુ મજબુત હતું, અને તલવારે ભાલા અને એવાં બીજા હથિયારોવાળા લૂટારા અંદર જનાર અને અંદરથી નિકળનાર ઉપર સખત ચકી રાખતા હતા. ઢોલ, કરતાલ, શંખ અને એવાં બીજ વાદ્યોથી તેમજ ગાન, હાસ્ય, નાચ અને બૂમો તથા ચીથી થતે કેલાહલે કરીને આખી ગુફા ગાજી રહી હતી. ૯૪૮-૯૫૪. અંદર પેસતાં જ અનેક વાવટા ઉપરથી અમે પારખી લીધું કે આ તે કાળીનું મંદિર છે અને તેના બલિને ઉત્સવ ચાલે છે. દેવીને (નિયમ પ્રમાણે.) નમસ્કાર કરવાને માટે અમે જમણી બાજુએ ગયાં તે જોયું કે (અમારા માલ ઉપરાંત ) બીજે પણ માલ બીજા લૂટારા લેઈ આવ્યા હતા. બંને ટેળીવાળા સાજાતાજા પાછા આવ્યા હતા અને મેટી લૂટ લાવી શક્યા હતા તેથી તેઓએ એક બીજાને પ્રણામ કર્યા ને કુશળસમાચાર પુછડ્યા. વેલાઓ એકઠાં બંધાયેલાં અને લટારાની ગુફામાં આવી પડેલાં અમને બેને સે જણ આશ્ચર્યચકિત નજરે જોવા લાગ્યાં, અને એમાંથી એક જણ બોલી ઉઠર “નરનારીઓની જે સૃષિ પહેલાં રચાઈ, તેથી અસંતુષ્ટ થઈ તેને નાશ કરીને) યમદેવે અંતે આ જોડું સરયું લાગે છે. ચાંદે રાતથી : ને રાત ચાંદાથી જેમ વધી જાય તેમ આ એક બીજાથી સુંદરતામાં વધી જાય એવાં છે.” ૯૫૫-૯૫દ. અમે એ ગુફામાં જરા આગળ ગયાં અને જાણે ત્યાં સ્વર્ગ અને નરક એકસાથે જ હેય તેમ અંદરના આનંદી વસનારા અને નિરાનંદ કેદીઓને જોયા. દેવલોકના જોડા જેવું નરનારીનું જોડું અહીં આવ્યું છે, એવા સમાચાર રેલાતા ગુફામાંને રાતે ( અમને જેવાને ) ઉસુક લોકથી, ખાસ કરીને બાળકે, વૃદ્ધ અને સ્ત્રીઓથી ઉભરાઈ ગયે. ૯૫૭૯૬૩. શેકાતુર સ્થિતિમાં અમને આગળ લઈ જવામાં આવ્યાં, ત્યારે કેદમાં જીવતી રહેલી સ્ત્રીઓ અમારે માટે વિલાપ કરવા લાગી, જાણે અમે એમનાં જ બાળક હઈએ. પણ પુરૂષના જેવા હૃદયવાળી લૂટારાની એક સ્ત્રીએ મારા સ્વામીને કહા “તમારું સુંદર મુખ લેઈને મારી પાસે આવે. (અને અમારા ચેકીદારને એણે કહ્યું) ચંદ્ર સમાન સુંદર, અને ચંદ્રની પ્રિય સખી નક્ષત્રરાણ રોહિણીના જેવી આ સ્ત્રીને આપણી આ પૃથ્વી ઉપર લેઇ આવનાર, આ જુવાન પુરૂષને થોડો વખત અહીં ઉભે રાખે, કે જેથી લુટારાની નારીઓ પળવાર એની સુંદરતા નિરખી લે! ” એ ચાલતા હતા ત્યારે મોહ પામવાને ટેવાઈ ગએલી સીએ હવશ થઈને તેમને જોઈ રડવા લાગી. આ જોઈને હું તે સંતાપથી, ઈર્ષાથી ને સાથે સાથે કેધથી સળગી ઉઠી. ૯૪-૯૬૭. પકડાયેલી સ્ત્રીઓમાંની કેટલીક તે, જાણે એ પિતાને જ પુત્ર Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282