Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 250
________________ તરંગવતી. ૧૦૪૩-૧૦૪૬. (ત્યાં ઉભે હેતે) એ ટારાને આ બધું સાંભળીને દયા આવી અને મારા પતિના બંધ ઢીલા કરવા એમની પાસે ગયે. પણ પેલી કેદ પકડાયેલી એને તે એણે એવી સખત ધમકાવી કે વાદળાંના કાટકાથી ગભરાઈને જેમ હરણીઓ નાસે એમ એ છુટી પડીને નાઠી. અને એ બધી જતી રહી કે તરત જ એણે મારા સ્વામીને છાનુંમાનું કહી દીધું, કેઃ “તારે હવે ડરવાનું કારણ નથી; હું તમને મોતમાંથી ઉગારી લઈશ. તમારાં જીવન બચાવવાને માટે મારા જીવનને જોખમમાં નાખીને પણ ગમે તે પ્રકારે ઉપાય કરીશ.” ૧૦૪૭-૧૦૫૦. એના મુખની આવી વાણી સાંભળીને અમારી મરણચિંતા એકવારે ચાલી ગઈ અને ( અમારા હૃદયમાં) હર્ષ વ્યાપી રહ્યો. છતાં યે છુટવાની અમારી એ આશા સફળ થાય એટલા માટે અમે ઉપવાસ કરી, અમે આજે કોઈપણ પ્રકારને આહાર લેઇશું નહિ” એવા, જિનપ્રભુને રમરી, પરચનાન કર્યા તેથી લૂટારાએ જ્યારે અમારી સામે સ્વાદિષ્ટ માંસાહાર આણી મુ ને બહુ લાંબે પ્રવાસ કરવાનું હોવાથી એ ખાવાને કહ્યું ત્યારે અમે કહ્યું, કેઃ “અમે એ ખાતાં નથી, માટે ખાઈશું નહિ.' (૯. ઘેર આવવું.) ૧૦૫૧-૧૦૫૫. હવે સૂર્ય ભગવાનની (આથમતાં) પ્રભુતા ને તાપ ચાલે ગ, પદભ્રષ્ટ થયેલા રાજા જે એ દેખા, વાતાવરણમાંથી પાર નિકળી ગયા પછી ઉગતી વખતે દેખાય છે એ (તાપની નબળાઈથી લાલ) દેખાવા લાગે. દિવસ યુ થયાના સમાચાર સૌ ઝાડ પણ આપવા લાગ્યાં-એ પણ નમતાં દેખાયાં અને તેમની અંદરના માળામાં પક્ષીઓ આરામ માટે એકઠાં થવા લાગ્યાં. આંખ સામે મરણ દેખીને અમે આટલું બધું રડયાં ને કકળ્યાં હતાં ને તેણે કરીને બહુ લાંબે એલે દહાડે પુરે થયો. પૃથ્વીને આરામ આપતી તથા આકાશને શણગાર સજાવતી રાત્રિ ભવ્યરૂપે આવી. ચંદ્ર પણ પિતાને મૃદુ, જુઈનાં ફુલ જે સફેદ પ્રકાશ પાડતા પિતાના કપાળમાં ચાંલ્લો (સસલાને દાઘ) કરીને બહાર આવ્યું. - ૧૯૫૬-૧૬૪. એવે લુટારાની એ ગુફામાં કોલાહલ મચી રહ્યો. પીતા ને નાચતા લૂટાશ તથા કેદીઓ બુમ પાડીને, હશીને, વગાડીને અને ગાઈને શેર કરવા લાગ્યા. જ્યારે એ લેક શાન્ત થઈ ગયા ત્યારે અમારે પહેરેગીરે મારા સ્વામીના બંધ છેડી નાખ્યા ને કહ્યું “ચાલે, હવે હું તમને લઈ જાઉં.” પછી કઈ જાણે નહિ એવી રીતે અમને એ બહાર લઈ ગયે, અને એક છુપે વનમાર્ગે આગળ ચાલ્યા. એ ત્યાં ઘણુ રખડેલ તેથી ત્યાંની સિ ગલી કુચીઓ જાણતે. એ ચારે દિશાએ નજર રાખ્યા જ કરતે. આ નીરવ પ્રવાસમાં અમને ઘણીવાર થાક પણ ખાવા દેતે. અસ્ત્રશસ્ત્ર એણે સજેલાં હતાં ને કમરે પટ્ટો કર્યો હતે. એવી રીતે એ અમારી સાથે ચાલતે. ૧૦૫-૧૦૬૭. એકાદ ઝાડમાંથી થોડાંક પંખીઓ (અરધી ઉંઘમાંથી જેગીને Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282