Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 252
________________ ૫૨ તરરાવતી કર્યું, પણ મને શ્રમમાંથી ઉગારી લેવાને માટે એમણે કહ્યું “આપણે છેક ધીરેધીર જઈશું. જે આ વન ધીરેધીરે આછું થઈ ગયું છે. વળી ગાએ ઠેરઠેર ભોંય ખોદી નાખી છે અને કઈ કઈ ઉકરડા પણ દેખાય છે. એ બધાથી સમજાય છે કે કઈ ગામ પાસે જ છે, હવે તેને સારી રીતે વિશ્રામ મળશે.” ૧૦૮૭-૧૦૮૯. પળવારમાં મારે જે ટળી ગયું અને ગાયને ગૃહજીવનની માતાઓને-મારી સામે જ જોઈને મને આનંદ થશે. વળી કાનમાં કુલના ગોટા ઘાલેલા ને હાથમાં ઝાડની ડાંખળીઓ ઝાલેલા ગોવાળીઆના છોકરા પણ અમે જોયા. ઉત્કઠાએ એમણે અમને પુછયું: “આવે તાડે માગે તમે કયાંથી આવે છે?” મારા સ્વામીએ કહ્યું કે અમે ભુલા પડયાં છીએ”ને પછી પુછ્યું: ૧૦૯૦. “આ દેશનું નામ શું? અને (પાસેના) નગરનું નામ શું? તમારું ગામ કયું અને અહીંથી એ કેટલું છેટે છે?” ૧૯૧એમણે ઉત્તર વાળે “અમારું ગામ ખાય છે, અહીં આ વન પુરૂં થઈ રહે છે, એથી બીજુ કંઈ વધારે અમે જાણતા નથી.” ૧૯૨–૧૦૯૪, છેડે આગળ ગયાં ત્યાં તે ખેડેલી ભેય આવી અને મારા પ્રિય બલી ઉઠયાઃ “પણે પેલી જુવાન નારીઓ ગામમાંથી નિકળી વનમાં પાંદડાં વીણવા જાય છે. મારી સુજાનુ પ્રિયા, સફેદ કટિમેખળા નીચે એમની ગોળ રાતાશ પડતી જાગો કેવી સુંદર દેખાય છે!' આવાં આવાં નેહભર્યા વચને બેલીને મારા સવામીએ મારો કલેશજનક થાક ઉતારવા પ્રયત્ન કર્યો. ૧૯૫–૧૦૯૭. પછી અમે ગામની જરાક એક બાજુએ આવેલા તળાવ ઉપર આવી પહોંચ્યાં, તેના સ્વચ્છ પાણીની અંદર માછલાં હતાં ને ઉપર કમળફુલ હતાં. અમે નિશ્ચિતમને ગામડાના આ તળાવમાંથી કમળે સુવાસિત કંચન જેવું પાણી બે બેબે પીધું. ત્યાર પછી વળી અમે (છછરા) પાણીની અંદર ઉતર્યા અને ઠંડું પાણી અમારા (હે) ઉપર છાંટયું, પછી થાક તથા ચિંતાથી મુક્ત થઈને ગામ તરફ ચાલ્યાં. ૧૦૯૮-૧૧૦૦. ત્યાં તે અમે સુંદરીઓને ઘડામાં પાણી ભરી જતી જોઈ, એમણે કેડ ઉપર ઘડા લીધા હતા અને બલૈયાંથી શોભતા હાથ (ઘડાને ગળે વીંટાળી રાખ્યા હતા. અને મારા મનમાં પ્રશ્ન ઉઠઃ “ત્યારે આ ઘડાએ એવું તે શું પુણ્ય કર્યું હશે કે એ નવનારીઓની સેડમાં પુરૂષે હોય એવા બેઠા છે અને એમના હાથમાં સુંદર આલિંગન પામ્યા છે?” પણ એ સુંદરીએ તે એકીટસે આશ્ચર્યદષ્ટિએ અમારી સામે જોઈ રહી. ૧૧૦૧-૧૧૦૭. જે ગામમાં અમે આવ્યાં હતાં તેની ચારે બાજુએ કળાવિનાની અને છતાં એ સુંદર વાડ હતી. નારીએ જાણે પહેરા ઉપર ઉભી હોય એવી એ દેખાતી હતી, કારણકે નારીઓનાં સ્તન જેવાં તુંબડાં એના ઉપર લટકતાં હતાં. જ્યાં આ Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282