Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 268
________________ તરાવતી ત્યારે મારા પિતાએ મને શીખામણ આપીઃ “આપણા કુળમાં જે આચાર પળાય છે તે તું સાંભળ. પ્રજા ઉત્પન્ન કરી શકે એવું હોય ને ટેળાને નાયક હોય એવા ભવ્ય હાથીને તારે મારે નહિ. વળી પિતાનાં બચ્ચાંનું રક્ષણ કરવાને સ્નેહવશ થઈને પારધિનો ભય કર્યા વિના બચ્ચાની સાથે ચાલે છે એવી જે હાથણે તેને પણ બચાવવી. તેમજ હાથીનું જે બચું હજી ધાવતું હોય તેને પણ મારવું નહિ, કારણ કે નાનાને મેટું થવા દેવું જોઈએ. વળી કઈ નર તથા માદા નેહવશ થઈને દૈવજોગે આગળથી જ સંગ કરતાં દેખાય, તે તારે એ બેને વિખુટાં નહિ પાડવાં, કારણકે તેમના સ્નેહસભેગથી બચ્ચાં થાય છે. આજે આપણે કુળને આચાર છે તે તારે પાળ જેઈએ, જે એ આચાર ઓળંગે છે તે અને તેના કુટુંબીઓ નાશ પામે છે. (હાથીનાં બચ્ચાંને મારવાં નહિ અને તેના વંશને બચાવવો જોઈએ. આ શીખી લે અને (પછીથી) તારા પુત્રને પણ શીખવજે.” આ ભાવનાએ જ હું મારે ધંધો ચલાવતા હતા અને ગાઢા જંગલમાં રસ્તો કાપતા અને ગુંડા તથા જંગલી બળદે તથા જંગલી ભેંસે તથા હર તથા હાથીઓ તથા સુવરની પાછળ પડતે. ૧૩૯૪-૧૪૨૦. “સરખા ઘરની એક જુવાન ને સુંદર કન્યા સાથે મને મારાં માબાપે પરણ. એ મને સ્નેહાનંદ આપતી. એ રંગે શ્યામળી હતી, એનાં સ્તન કામદીપક હતાં, નિતંબ ભારે હતા અને ચંદ્રમાના હાસ્યથી પ્રકાશ પામતું હોય એવું એનું મુખ હતું. એની આંખે રાતા કમળ જેવી હતી અને જુવાનીના જોરથી એનું કલેવર ખીલી ઉઠેલું હતું. ટુકામાં, એની વિશુદ્ધ સુંદરતાને લીધે અને એના સનેહને બળે મારી જુવાનીમાં એ મારા મહાભાગ્ય રૂપ બની રહી હતી. વનનું આવું મનગમતું રત્ન જેની પાસે હોય તે શિકારના આવા ખજાનાથી સંતોષ પામ્યા વગર કેમ રહે! મારી પારધણના મેહભર્યા આલિંગનમાંથી છુટી સવારમાં ઉઠતે અને પછી મદિરા અને રતિકીડાના ઉપભેગથી જે કંઈ થાક ચઢ હોય તેને દૂર કરી અમારા પારધિલેકની દેવીની પ્રાથના કરવા જતે. પછી ખાનપાન કરી તાજો થઈ પાછો મારા લોહીથી ખરડાએલે ધધે લાગી જતા. ૧૪૦૧-૧૪૧૪. “એક દિવસ ઉનાળામાં મેં ધનુષબાણ લીધાં, ભાથું લટકાવ્યું ને રસ્તે પડયે. કાન પાછળ વનકુલ ખસ્યાં હતાં ને પગમાં પાઘડી પહેરી હતી. એવી રીતે હું વનહાથીની ધમાં નિકળે, અને આખરે (ખાધાપીધા વગર ને કંઈ શિકાર મેળવ્યા વિના) તાપે ને દુઃખે નબળા પડી જઈ આખા વનમાં રખડતે રખડતા ગંગાનદી સુધી જઈ પહોંચ્યો. ત્યાં સ્નાન કરીને તરતનો જ નિકળેલે પર્વત જે હશે માત્ર એક જ હાથી મેં જે. હું જાણી ગયે કે એ મહાજીવ ગંગાની ઝાડીમાંને ના હાય, કારણ કે ઝાડેથી ગાઢી થયેલી આ ઝાડીમાં એને હતા એવા સુંદર વાળ (વાળા હાથી) મળી શકે એમ નહોતા. તેથી એ હાથી બીજા કેઈ વનમાંથી આવેલ હોય જોઈએ; એને દાંત તે હતા નહિ, તોપણ એ સર્વોત્તમ શિકાર હોવાને માટે એને માર Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282