Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 274
________________ સરગવતી. ૧૫૧૪-૧પ૧૫. મેં ઉત્તર આપે છવનના એક કે બીજા હેતુ માટે અથાત) આનંદ, પવિત્રતા કે લાભની ઈચ્છા જેને હોય તે જે નિશ્ચય કરે તે એને કયું વસમું નથી. ગૃહસ્થાશ્રમમાંથી નિકળી સાધુજીવન ગાળવાને મેં નિશ્ચય કર્યો છે, કારણ કે એથી જ દુઃખ ટળશે.” ૧૫૧૬-૧૫૨૪. “પછી મને એ સાધુએ જીવને તારનાર અને જન્મમરણમાંથી મુક્તિ અપાવી મોક્ષે લઈ જનાર વિતરાગ દીક્ષા આપી. આ સાધુધર્મ પંચમહાવત સ્વરૂપ છે, તેથી તેનું રહસ્ય, અને વિનય, પ્રત્યાખ્યાન, પ્રતિકમણ, સમ્યભાષણ વિગેરે આચારવિચાર એમણે મને સમજાવ્યા. ત્યાર પછી ક્રમથી મને જેન આગમને અભ્યાસ કરાવ્યું એમાં સિાથી પ્રથમ હું ઉત્તરાધ્યયનરૂપે ગણાતાં ૩૬ અધ્યયને શીખે. એ અધ્યયનમાં બ્રહ્મચર્ય, ગુણિ, કર્મ વિગેરેનું સ્વરૂપ બતાવેલું છે. એના પછી આચારાંગસૂત્ર ભયે, એમાં મુકિતમાર્ગ બતાવનાર નવ અધ્યયને આવેલાં છે. એના પછી સૂત્રકૃત, સ્થાન અને સમવાય નામનાં શાઓ ઉડે ઉતરીને નિયમ પ્રમાણે શીખે. તે પછી શેષ રહેલા કાલિકસૂત્રે અને અંગપ્રવિણ ગ્રંથ શીખ્યા બાદ પૂર્વગત ગ્રંથને પણ બરાબર અભ્યાસ કર્યો, એણે કરીને જગના ભાતિક અને મૈલિક સ્વરૂપનું મને જ્ઞાન થયું. આવી રીતે બાર વર્ષ ભણવામાં ને સાથે સાથે સંસાર ઉપરને મોહ છોડવામાં ચાલ્યાં ગયાં. આમ સમ્યગુ જ્ઞાન અને આત્મસંયમ વડે હું મારા આત્મકલ્યાણને માર્ગે આગળ વધતું જાઉં છું. અને લકને પણ એ અનુત્તર-સર્વશ્રેષ્ઠ ધર્મને ઉપદેશ આપ્યા કરું છું.” (૧૧, ત્યાગ અને સાધના.) ૧૫૨૫-૧૫૨૯. (સાત્રિી આગળ કથા કહે છે.) જ્યારે અમે આ ખેદજનક અનુભવ સાંભળ્યો, ત્યારે અમે અનુભવેલું દુખ નવેસરથી તાજું થયું. આંસુભરી આંખે અમે એકબીજા તરફ જોયું અને અમને લાગ્યું ): “આ પુરૂષ આપણને વિષ તેમજ અમૃત સમાન નિવડ્યા છે. (વળી અમે વિચાર્યું છે જ્યારે એકવારના આ મહાપાપીએ પણ પિતાના ઉપર વિજય મેળવ્યું છે, ત્યારે આપણે તે દુખને નાશ કરવાને માટે, જરૂર જ તપસ્યા કરવી જોઈએ. વીતેલાં દુઃખને વિચાર કરતાં અમને સ્નેહવિલાસ ઉપર ઉપરાતિ થઈ અને અમે એ પવિત્ર પુરૂષને પગે પડયાં. પછી પાછાં અમે ઉભાં થયાં, ને બે હાથ જોડી કપાળે અડાડી અમારા એ જીવનતારીને અને પછીથી બની રહેલા અમારા સન્મિત્રને કહ્યું: તા ૧પ૩૦-૧૫૩૩. “જે ચક્રવાકનું જેઠું માનવદેહમાં તમારે હાથે લૂટારાની ગૂફી" માંથી ઉગરી ગયું તે અમે પિતે જ છીએ. તમે અમને જ્યારે જીવન આપ્યું ત્યારે તે - હવે દુઃખમાંથી મેક્ષ પણ આપ. મરણ અને દુઃખ જ્યાં રાજરાજ આવ્યા જ જય છે એવા જીવનરૂપની સાંકળવાળા ચંચળ સંસાર અમને સંતાપે છે. અમને નિર્વાણની ઈચ્છા છે. તીર્થંકરેએ બતાવેલે પવિત્ર માર્ગે અમને, કૃપા કરીને દેરી જાઓ! સાધુજીવનનાં વિવિધ શાસને અમારી જાત્રાનું ભાથું છે !' Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282