Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 257
________________ વાસાલિક તીથ. ૧૧૭૮-૧૧૮૨, હવે મારા સ્વામીએ ગાડીવાનને કહીને મારે રથ ઉભે રખાવ્યા અને પિતે મારી પાસે અંદર આવ્યા ત્યારપછી વળી પાછે સાથ ચાલ્યા. (ભાગમાં) પછી ઉંચી ડાંગરનાં ખેતર, વિસામાના ચોતરા તથા પર જોતાં ધીરેધીરે અમે વાસાલિક નામે ગામ આવી પહોંચ્યાં. ત્યાં પર્વતના (લીલોતરીથી ઢંકાયેલા) શિખર જેવું એક પ્રાચીન વડનું ઝાડ જોઈને અમને આનંદ થશે. કેઈપણ પ્રવાસીને આનંદ આપે એવું એ મનહર ઝાડ હતું. ખુબ પાંદડાવાળી એની ઘટામાં પંખીઓનાં ટેળેટેળાં એન. ઉપર બેઠાં હતાં. અમારે ગૃહમિત્ર એ જોઈને બે ૧૧૮૩-૧૧૮૫, “આપણા ધર્મના પ્રવત્તક વર્ધમાન (મહાવીર–૨૪ માંના છેલ્લા તીર્થંકર) સંસારનો ત્યાગ કરીને જ્ઞાન પામ્યા તે પૂર્વે અહીં એમણે વાસ કર્યો હતો અને તેથી આ જગ્યાનું નામ વાસાલિક પડયું. પરિણામે એ જિનેશ્વર ભગવાનના સ્મરણમાં હજારે દેવ, કિન્નર ને માણસે આ વડના ઝાડની પૂજા કરે છે.” - ૧૧૮૬-૧૧૮૮. આ વચને સાંભળીને અમે બંને પુજ્યભાવે ને આનદભયે હૈયે રથમાંથી નીચે ઉતર્યો. જિનભગવાનના સ્થાનકનાં દર્શન કરવાને અમને, ઈચ્છા થઈ અને વડના મૂળને અમારા કપાળવડે બહુ શ્રદ્ધાથી અને નમ્રતાથી સ્પર્શ કર્યો. હાથ જોડીને હું બોલી: “હે ભાગ્યશાળી વૃક્ષ, તું ધન્ય છે કે જિનભગવાન મહાવીર તારી છાયામાં આવી રહ્યા.” ૧૧–૧૧૯૦ એ વડની એમ પૂજા કર્યા પછી અને ત્રણવાર એની પ્રદ ક્ષિણા ફર્યા પછી પાછાં અમે તાજ થઈને વિચાર કરતાં ફરી રથમાં ચડ્યાં. જ્યાં (ભગવાન) વદ્ધમાને શાતિએ વાસ કર્યો હતો તે સ્થાનનું દર્શન કર્યાંથી મને ઘણે આનંદ અને ઉલ્લાસ થયે અને લાંબા સમય સુધી હું એ વિચારમાં નિમગ્ન થઈ રહી. ૧૧૧૧-૧૧૫. સ્વામીની પડખે (બેશ) ગૃહિણીનું સુખ અનુભવતી અનુભવતી એકાકી હતી અને કાળી એ ગામડાં વટાવી ચાલી. પછી રાતવાસો કરવાને અમે, જેની હવેલીએ વાદળાંએ અડકે છે એવી બહુ વસ્તીવાળી શાખાંજના નગરીમાં આવી પહોંચ્યાં. અહીં અમે તમારા સ્વામીના) મિત્રને ત્યાં આનંદથી ગયાં, એની કૈલાસના શિખર જેવી હવેલી એ નગરીના અનન્ય શણગારરૂપ હતી. અમારે માટે નાહવાની, ખાવાની અને સુવાની ઉત્તમ ગોઠવણ કરવામાં આવી હતી. અમારા સમસ્ત સાથને પણું જમાડ, વળી સારથિની અને બળદની પણ સારવાર કરી. આમ અમે બહ સુખમાં તે રાત ગાળી. પછી સવારમાં મેં તથા હાથપગ ધોઈને સૂરજ ઉગતાં ત્યાંથી વિદાય લીધી. ૧૧૯૯-૧૨૦૨. વિવિધ પંખીઓનાં અને ભમરાનાં ટેળાં (ઉડતાં) દેખાતાં અમે વાતે કર્યે જતાં હતાં તેથી કેટલો પંથ કપાયે એ તે અમને જણાયું ય નહિ. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282