Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 244
________________ તરંગવતી. કાઠે જ, જાણે માત્ર ચંચળ સ્વમ જ હેય, એમ તમે ચાલી જવા બેઠા ! આવતા ભવમાં આપણે એક બીજાને મળીશું કે નહિ એ તે બીજી વાત છે, પણ અત્યારે તે હું જીવું છું ત્યાં સુધી મારી પાસે રહો ! આપણે એક બીજાથી વિખુટાં પડીએ નહિ, બાકી બીજું તે જે થવાનું હોય તે થાય! કારણકે બીજા બધાને આપણે ભુલાવી શકીશું, પણ આપણું કર્મના ફળને ભુલાવી શકીશું નહિ.” (તેથી કરીને આવતા ભવમાં વિખુટાં પડાય નહિ એટલા માટે આજે પણ વિખુટો પડવું નહિ જોઈએ.) - ૯૨૭-૦૨૮. આ પ્રમાણે કપાત કરીને મેં મારા સ્વામીને જુદ્ધે ચઢતાં વાર્યા. લ ટારાઓને મેં, રડી પડી, હાથ જોડી, કાલાવાલા કરીને કહ્યું“મરછમાં આવે એમ મારાં અંગ ઉપરથી ઘરેણાં ઉતારી લે, અમારા સનેહની ખાતર મારા સ્વામીને મારશો નહિ (એટલું માગી લઉં છું.” ૨૯-૯૦૮. પછી અમને લૂટારાએ પકડડ્યાં. એક પાંખ કપાઈ ગઈ છે જેની એવું પંખી જેમ ઉડી શકે નહિ તેમ અમારાથી પણ નાશી જવાય એમ નહોતું. થે ડાક લૂટારાએ એટલામાં જઈને મછો અને તેમાં મુકેલી) કથળી પણ કબજે કરી લીધી. બીજા મને દૂર લઈ ચાલ્યા તેથી મેં ચીસો પાડવા માંડી. કેટલાકે મારા સવામીને પકડયા; પણ, વાદીના શબ્દથી ઝેરી સાપ જેમ ઠંડો પડી જાય તેમ, મારા શબહથી એ (યુદ્ધ કરવાની ઈચ્છા છતાં) ઠંડા રહ્યા. અમને બંનેને અને ઝવેરાતની કેથળીને લુટારા ગંગાના રેતીના કિનારા ઉપર લઈ ગયા. મારા શરીર ઉપરથી બધાં ઘરેણાં તે ઉતારી લીધાં, પણ અમને બેને જરા ય જુદાં કર્યો નહિ. છતાં વેલીનાં જેમ કુલ ચુંટી લેવાય તેમ મારાં બધાં ઘરેણું ઉતારી લેવાતાં જોઈને મારા સ્વામી રેવા લાગ્યા, હું પણ રોવા લાગી, કારણ કે મારા સ્વામી લૂટાયેલા ભંડાર જેવા, અથવા તે કમળ જેમાંથી તે લીધાં છે એવા સરેવર જેવા દેખાતા હતા. મારી ચીસે બહુ કારમી થતાં એ ભયંકર લૂટારાઓએ મને ધમકાવી અને કહ્યું: “બૂમ તારી બંધ કર ! નહિ તે તારા ધણીને મારી નાંખીશું.” એથી હું દબાઈ ગઈ ને મારા સ્વામીને જીવ બચાવવાની ચિંતા કરવા લાગી, અને માત્ર ધીમે ધીમે છાનાં ડુક્કા ખાવા લાગી. જેકે આંસુ તે મારી છાતી સુધી દદડી પડતાં હતાં, તે ય મારૂં રેવું તે હઠ આગળ જ અટકી પડતું. ૯૯૯-૯૪૩. અમારા ઝવેરાતની કેથળી લૂટારાના સરદારે જોઈ ત્યારે એ મલકાઈને બોલ્યાઃ “ઠીક શિકાર મળે છે!” એક જણ બોલ્યા: “આ મહેલ આપણ ધી વળ્યા હતા, તે ય આટલું તે ના મળ્યું હોત.” બીજો બેઃ “જુગારમાં માણસનું ભાગ્ય ગમે એટલું ખુલે અને વર્ષોનાં વર્ષો સુધા રમે તે ય આટલું તે ભેગું ના થાય. આપણી બૈરીઓને આ બધું આપીશું ત્યારે એ શું કહેશે?” આવી વાતે કરતા કરતા એ લુટારા (અમને લઈને) કિનારે છે વિધ્યાચળની દક્ષિણ દિશા તરફ આતા થયા, Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282