Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 242
________________ ૪૨ તરંગવતી. વવાને મારા અંતરની પ્રેરણાથી મેં આપ સાથે પાસા નાખ્યા છે. મારું ગમે તે કરે; માત્ર એટલું માગું છું કે વિષમ સ્થિતિમાં આવી પડતાં પણ મને એકલી મુકી જશે ના. ગમે તે થતાં પણ હુ તે તમારી સાથે સ્નેહે બંધાઈ રહીશ. જો તમે મને ખાવાનું બંધ કરશે તો મારાથી ભૂખે રહેવાશે, પણ જે મારા હૃદયનું ખાવાનું બંધ કરી દેશે, તે તમારા વિના મારાથી રહી શકાશે નહિ.” - ૮૮૪-૮૯૨, માનવહૃદયની ચંચળતા દેખાડનારા મારા આ શબ્દો સાંભળીને એમણે ઉત્તર આપેઃ “આહ મારી હાલી, તું એવી કશી ચિંતા કરતી ના, તને એવું કશું નહિ થવા દઉ. આપણે હવે શરતની ઉતાવળી નદીમાં અનુકૂળ પવનને બળે વિના મુશ્કેલીએ આગળ ચાલીએ છીએ અને સુંદર કાકદી નગર પાસે આવતા જઈએ છીએ, પેલા એના સફેદ મહેલે દેખાય. ત્યાં મારાં ફેઈ રહે છે, એમના મહેલમાં આપણને આવકાર મળશે અને સ્વર્ગમાં જેમ અપ્સરા તેમ ત્યાં તું ચિંતામુકત થઈ સુખમાં રહી શકશે. તું મારા સુખની વધારનારી છે ને દુઃખની હરનારી છે. તું મારા જીવનનું સર્વરવ છે ને મારા વંશની રાખનારી છે.” એવું કહીને અમારા ચકવાના ભવને સંભારતાં એમણે મને આલિંગન દીધું; ઉનાળામાં (સૂરજથી) તપેલી ભયને વરસાદના પર્શથી જેવી આનંદની લાગણી થાય, એવી આનંદની લાગણી મેં મારા પ્રિયના સ્પર્શથી અનુભવી. ૮૯૦-૮૯૬. ત્યાર પછી ગાન્ધર્વલેકે જેમ કરે છે એમ, માનવભેગને શિખરે પહોંચાડનાર ગાન્ધર્વવિવાહે અમે પરસ્પર બંધાયાં. દેવેની પ્રાર્થના કર્યા પછી તરત જ (જેમ વ્યાવહારિક લગ્ન પ્રસંગે થાય છે એમ) મારે હાથ ઝાલવાને બદલે મારા સ્વામીએ મારી જુવાનીની કળી ચુંટી લીધી. પરસ્પર ધરાતા સુધી દાંપત્ય વિલાસને આનંદપભેગા કરી લીધું. ૮૯૭. એટલીવારમાં અમારે મછો અમને લઈને (અમારી ઇચ્છા હતી તે પ્રમાણે, જમુનામાંથી નીકળીને) ગંગામાં આવી પહોંચ્યા. એકવાર જેમ પૂર્વભવમાં આ નદી ઉપર અમારી ચકલાકની જોડી તરતી હતી તેમ આજે નેહી યુગલની જે તરવા લાગી. ૯૮–૯૧. રાત્રિ ચાલી ગઈ લલાટમાં જેને ચંદ્ર છે, ચંદ્રિકા જેનાં સુંદર સફેદ વસ્ત્ર છે અને તારા જેના ભવ્ય અલંકાર છે એવી એ જુવાન રાત્રિનારી સરી ગઈ. પૃથ્વીના જળદર્પણ ઉપર ચંદ્ર હવે તે માત્ર હંસની પેઠે તરવા લાગે; જેને રાત્રિના ચાર પહેરેગીરે અત્યારસુધી પકડી રાખ્યું હતું તે હવે ઉપર આપે ને નીચે માત્ર ઝાંખે દેખાવા લાગ્યું. મળસ્કામાં પંખીનાં સિા ટેળાં જાગી ઉઠયાં, તેમનાં ગાનથી ને સાદથી જાણે નદી સાથે એ સંબંધ જોડતાં હેય એવું દેખાતું હતું. અધારને શત્રુ સૂર્ય, માનવીઓની દિનચર્યાને માટે પ્રકાશને ગગનદી પ્રકટ હોય એમ, ઉ. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282