________________
૪૩
૮. લૂટારાને હાથે પકડાવું. ૯૦૨-૯૦૪, ગંગાના વહેતા પાણી ઉપર કેટલાક સુધી એમ સુખે વહ્યા પછી મારા પ્રિય બેલ્યાઃ “પ્રિયે નિતંબિની, સૂર્ય ઉગે છે એટલે હવે દાતણ કરવાની વેળા થઈ છે, તેથી જમણા હાથ ઉપર શંખલા જેવી સફેદ રેતીથી ચળકતે જે કાંઠે દેખાય છે ત્યાં આપણે ઉતરીએ.”
૯૦૫-૦૮, ત્યાં આગળ પહોંચીને મ9 લંગર્યો અને ઉતર્યા. જ્યાં હજી કે માનવીને સંચાર થયે નહોતે એવા રેતીના કાંઠા ઉપર અમે ફરવા લાગ્યાં. પણ સામે દેખાતી સુંદર જગા હજી તે અમે પુરી જોઈ પણ નહોતી તેવામાં, જ્યાં ભયની શંકા સુદ્ધાં નહિ પડે એવી તે જગામાંથી, એકાએક લૂટારા દેખાયા. કાંઠા ઉપરનાં ઝાંખરાંમાંથી એ બહાર નિકળી આવ્યા અને જમરાજના ભયંકર દૂતે જેવા દેખાતા એ અમારી તરફ ધસ્યા.
૯૦૯-૨૦, ભયથી હું તે ચીસ પાડી ઉઠી ને “હવે આ સંકટમાં શું કરીશું ?” એમ મારા સ્વામીને પૂછવા લાગી. એ બોલ્યા: “ ડરતી ના ! અહણા જ તને ખબર પડશે કે મારી લાકળના ઝપાટાથી એમને કેવા હાંકી કાઢું છું. તેને મારી જીવનનકા બનાવવાના મનોરથમાં હું એ તે મુગ્ધ થઈ ગયે હોં કે ઘરથી હથિયાર લેવાનું પણ ભુલી ગયે. સ્નેહના આનંદેત્સવને માટે બધા પ્રકારનાં ઝવેરાત માત્ર લીધાં, પણ નેહસાહસને અંગે જે સંકટ રહેલું છે તેને તે વિચારેય આવ્યે નહિ. છતાં યે તું શાન્તિ રાખ! બળવાન હશે તે જુદ્ધમાં જીતશે. આ જંગલી ચાર મને ઓળખતા નથી અને એમણે હજી મારે હાથ જે નથી, એથી જ એ આટલી હિંમત કરી શક્યા છે. એક જણને હું નીચે પાડી દેઈશ અને એનાં હથિયાર લઈ બીજાઓની પાછળ પડીશ. પરિણામ અનિષ્ટ જ આવશે તે તને લુટાતી દેખવા કરતાં મારૂં શાર્ય સમાપ્ત કરી દેઈશ. કારણકે તારાં કપડાં ને ઘરેણાં કાઢી લેવાને લૂટારા તને બાંધે એ તે મારાથી કદી જોયું જાય નહિ. મારે માટે તું પાછલા ભવમાં સતી થઈ હતી અને મારે માટે આ ભવમાં પરદેશમાં નિકળી પડી છે. ત્યારે મારામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી તેને બચાવવાને માટે મારાથી બને એટલું બળ વાપર્યા વિના શી રીતે રહેવાય? મને જવા દે અને લૂટારાની સાથે જુદ્ધમાં ઉતરતાં મને અટકાવ નહિ, હવે તે જિતવું કે મરવું! ”
૯૧-૨૬. આ શબ્દો સાંભળીને હું પ્રિયને પગે પડીને બેલી: “મારા નાથ, મને અનાથ કરીને એકલી મુકી જતા ના. તમારે જુદ્ધે ચઢવું જ હોય તે મારો જીવ લેઉં ત્યાં સુધી ઉભા રહે. કારણ કે લૂટારાના હાથમાં તમને પડડ્યા મારાથી જેવાશે નહિ. લુટારાને હાથે પડ્યા છે એવું જેવાને જીવવું એના કરતાં તે આશાભેર મરવું ભલું. અરેરે મા પ્રિય, આખરે તને મારા થયા તે ખરા, પણ એટલામાં તે આ ગંગા
Aho I Shrutgyanam