Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 236
________________ તરંગવતી.. વાંચવા માંડ્યો. જે લાગણી મને થઈ હતી એ એમને પણ થઈ હતી અને તે એમણે સુંદર શબ્દોમાં વર્ણવી હતી. વાંચતાં એમને નેહ મને સ્પષ્ટ થયું. કાગળમાં આમ હતું - ૭૫૯-૭૬૭. “મારા હૃદયની રનેહપાત્રી તરંગવતી જોગ આ સ્નેહસંદેશ છે. જેનું મુખ કમળસમું છે અને જેનું આખું અંગ અનંગને બાણે કરીને આટલી તીવ્ર વેદના સહે છે એવી જુવતીનું મંગળ અને કુશળ હે! (વિજેગમાં પણ) આપશુને સ્નેહે કરી જેણે બાંધી રાખ્યાં છે એવા કામદેવની કૃપાવડે હું કુશળ છું. માત્ર અનંગનું બાણ મને ચોટયું છે એટલે જ્યાં સુધી તું મારાથી દૂર છે ત્યાં સુધી મારું અંગ ઢીલું ને નબળું પડતું જશે. આ સાજાતા જાના સામાન્ય સમાચાર પછી, કમળપત્રના જેવી સુંદર આંખેવાળી હે પ્રિય, બીજી વાત હવે કહ્યું: આપણું એક વખતના નેહાનંદને યાદ કરતાં આજે પણ તારે માટેની કામનામાં હું ડુબી જાઉ છું; મારા મિત્રો અને સંબંધીઓની મદદથી હું નગરશેઠનું મન મનાવી લેવું, ત્યાં સુધી તું ધીરજ ધર, પિતાની ઈચ્છા થાય ત્યાં સુધી ધીરજ ધર.” - ૭૬૮-૭૬૯ આ પત્ર વાંચીને મને લાગ્યું કે મારા પ્રિય (જો કે એમણે અમારા અંતજીવનનું યથાસ્થિત વર્ણન કર્યું હતું, તે પણ મને ધીરજ ધરવાનું કહેવું હાવાથી) નેહમાં ઠંડા પડી ગયા છે. આથી મારો ઉત્સાહ ને ઉત્કંઠા પણ ભાગી ગઈ. હું ઢીલી થઈને બેશી પી અને જાંગ ઉપર કોણી ટેકવી તથા હાથ ઉપર મેં ટેકવી બાવરાની પેઠે તાકી જોઈ રહી. ૭૭૦-૭૭૩. મારી સખી મને સભ્યતાથી સમજાવવા લાગી ને દિલાસો આપવા લાગી. એ બેલી: પણ મારી સખી, તારી લાંબા કાળની કામના સફળ થવાના, અને તમારે સ્નેહસંબંધ બંધાવાના સમાચાર જે પત્ર આપે છે તે જ પત્રથી તારે શોકજંતુ તારા પ્રિયના વચનામૃતથી મરી જઈ મીઠે થઈ જ જોઈએ; તેથી નિરાશ થતી ના. થોડા જ સમયમાં તમે એક બીજાને આલિંગન કરી શકશે.” ૭૭૪-૭૭૫. મેં ઉત્તર દીધોઃ “સાંભળ હું શાથી એટલી બધી નિરાશ થઈ ગઈ તે મને લાગે છે કે દૂર રહેવાથી રને ઠંડો પડી જાય છે, કારણ કે એથી અમારા સંબંધને આધાર ભવિષ્ય ઉપર લટકતા રહે છે.” ૭૭૬-૭૮૧. હાથ જોડીને ફરી સખી બોલીઃ “સખી, તું નકકી જાણજો કે, વીરપુરૂષે પિતાનું સાધ્ય સાધવાને કંઈક ચેજના અને વ્યવસ્થા રચે છે. સાચાં સાધનને અભાવે જેને તેને ઉપયોગ કરી લે એ સારૂં નથી. ઉતાવળમાં વગરવિચારે સાચાં સાધન વિના કંઈ કામ કોઈ ઉપાડે તે એ સફળ થાય તે ય પરિણામ કડવાં આવે. સારાં સાધનને ઉપગ કર્યા છતાં માણસ ધાર્યું ના ઉતારી શકે, તે ય એને દેષ કઈ કાલે નહિ. માટે વીરપુરૂ, કામના બાણથી ગમે એટલા પીડાએ તે પણ, માગે જઇને પોતાના કળને લઇ ઈ બેસે નહિ, Aho I Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282