Book Title: Jain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 228
________________ ૨૮ તરાવતી. પાડ્યો, એના મિત્રા તા ચિત્રા જોવામાં એવા લીન થઈ ગયા હતા કે એ પડ્યો એની પશુ ખબર એમને તરત તેા ના પડી. ખબર પડીકે તરત જ એમણે એને ઉપાડી લીધા અને એને જાણે ચિત્રાએ જ બેભાન કર્યાં હાય એમ એથી દૂર ખુલ્લી હવામાં લઈ ગયા. વખતે એ જ સુંદર પુરૂષરૂપે તારા ચક્રવાક હોય અને છેવટે મારી સખીની કામના સિદ્ધ થાય એ ઉત્કંઠાએ હું પણ પાછળ પાછળ ગઈ. અને ખરેખાત ! જ્યારે એને ભાન આવ્યું, ત્યારે રડતી આંખે ડુસકાં ખાતા ખાતે એ મેલ્યાઃ ૫૮૬-૫૮૮. ‘એ મારી વ્હાલી!મારા માલિગ ના આનદ તારી કાળી ચકચકતી આંખા લેઇને અત્યારે તું ક્યાં હશે ? એકવાર જ્યારે આપણે ગંગાનાં મેળા ઉપર ચક્રવાકજન્મમાં રમતાં હતાં, ત્યારે તું મારાં સ્નેહના ખજાના હતી; પણ અત્યારે તારા વિના હું ગાંડા થઈ ગયા છું. તું સ્નેહની ધજાની પેઠે મધે મારી પાછળ પાછળ આવતી અને છેવટે મૃત્યુમાં પણ તું મારી પાછળ આવી. ૫૮૯૫૯૪, લાજ છેડીને આંસુભરી આંખે એ વિલાપ કરતા હતા અને ઉપરથી નીચે સુધી શેકની મૂત્તિ જેવા થઈ રહ્યા હતા ત્યારે એના મિત્રા એને ઠપકો આપવા લાગ્યાઃ ‘આમ શેક કર ના, શું તારૂં ભાન ગયું છે ?' એણે એમને ખાત્રી આપી કે મારૂં ભાન ગયું નથી. ત્યારે વળી એમણે પુછ્યું: ‘ત્યારે તને થયું છે શું ?” અને પછી એણે એમને ઉત્તર આપ્યું: ‘હુ' એ બધી વાત તમને કહીશ, પણ તમે છાની રાખો ! આ ચક્રવાકાની કથા જે અહીં આ અનેક ચિત્રામાં ચીતરી છે તે મારા પોતાના પાછલા ભવની કથા છે.’ એમણે પુછ્યું કે એ શી રીતે હોઈ શકે ? અને વળી ચિકત થઈને પુછ્યું કે પાછલા ભવની કથા તને યાદ શી રીતે આવી શકે? ત્યારે તેણે દરેક ચિત્ર કેવી રીતે પેાતાના પાછલા ભત્રની સાથે ખધખેસતું આવે છે એનું ધીરે ધીરે વર્ણન કરી ખતાવ્યુ અને પછી છેવટે કહ્યું: ૫૫-૬૦૩. ‘પારધિના માણુથી મારા જીવ તા ચાલ્યે! ગયા, તેથી મારી પ્રિયા મારી પાછળ કેવી રીતે સતી થઈ ગઈ, એ તા હું. આ ચિત્રાથી જ જાણી શક્યા. એ જોઇને મારૂ હૈયુ મળતી વેદનાએ એવુ તેા ભરાઈ આવ્યું કે કાણુ જાણે કેવી રીતે હું મૂર્છા પામી ધરણી ઉપર ઢળ્યા. આ ચિત્રા જોઇને મને મારા પાછલા ભવ આબેહુબ યાદ આવ્યા ને તે પ્રમાણે મેં તમને એ ભવની બધી કથા કહી સભળાવી. અને હવે જે નિશ્ચય મારા મનમાં કર્યો છે તે તમને જણાવું છું. એના વિના ખીજી કાઈ સ્રીની સાથે હું લગ્ન કરીશ નહિ; તેથી કોઈ પણ રીતે જો એની સાથે મારા ભેટા થાય તા તા સ્નેહના આનંદ મને મળે. તમે ભાઈ! જાએ ને તપાસ કરી કે એ ચિત્રાનું ચીતરનાર કાણુ છે? નક્કી એણે જ એ ચિત્રા તૈયાર કરાવેલાં વાં જોઇએ. ગમે તા એ ચિત્રા એણે ચીતા છે કે ગમે તે એણે જાતે કાઈ કળાધરને સૂચનાઓ આપી. ચીતરાવ્યાં છે, નહિ તે જે હકીકતા હું જાણું છું તે ખીજો કોઈ ચીતરી શકે નહિ. જે ભવમાં હું ચક્રવાક થઈને એની સાથે રહ્યો હતા તે એના વિના બીજું કાણું જાણી શકે ? Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282