Book Title: Jain Sahitya Samaroha Guchha 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 8
________________ - નકલ ઉપલબ્ધ ન હોય એવું બન્યું છે. સમારોહ બાદ કોઈ કોઈ લેખકોએ પિતાના લેખની નકલ સુધારા-વધારા માટે પાછી મંગાવી • લીધી હોય એવું પણ બન્યું છે. બધા પ્રમુખ અને વિભાગીય પ્રમુખનાં વ્યાખ્યાને પણ ઉપલબ્ધ નથી, કારણ કે કેટલાકે મૌખિક વક્તવ્ય રજૂ કર્યું છે. આ બધી મર્યાદાઓને આ સંપાદન તૈયાર કરતી વખતે લક્ષમાં લેવી પડી છે. જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિને સંસ્થાકીય બંધારણીય માળખામાં બાંધવાનું હજુ વિચારાયું નથી. કારણ કે આર્થિક પ્રશ્ન મૂળભૂત અને મહત્વને લેવાથી કેટલીક ભૂમિકા તૈયાર થવાની અપેક્ષા રહે છે. વળી અંદાજિત ખર્ચને લક્ષમાં લેતાં ભાષા અને પ્રાદેશિક વિસ્તારની મર્યાદા પણ નક્કી કરવાની રહે છે. એ માટે ચોગ્ય કાળ જ્યારે પરિપકવ થશે ત્યારે આ પ્રવૃત્તિ સ્વયમેય બંધારણીય સ્વરૂપ ધારણ કરશે. પરંતુ ત્યાં સુધી તો વૃક્ષની જેમ તેને વિકાસ સ્વયમેવ અનૌપચારિક રીતે થતો રહે એ જ ઈષ્ટ છે. તેર જેટલા જૈન સાહિત્ય સમારોહનું આયોજન થઈ શક્યું એ જ આ અનૌપચારિક પ્રવૃત્તિની ફલશ્રુતિ છે. આવી પ્રવૃત્તિને નિમિત્તે કેટલાક નવદિત લેખકોની કલમ વિકસી છે અને કેટલાક સમર્થ લેખકો દ્વારા સરસ અભ્યાસ લેખો મળ્યા છે એ એની મહત્વની ફલશ્રુતિ છે. અમારે માટે એ ખરેખર ખૂબ આનંદની વાત છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સંપાદનની આ જવાબદારી મને સંપી તે માટે હું વિદ્યાલયને અને જિનાગમ ટ્રસ્ટના ચેરમેન શ્રી વિસનજી લખમશી શાહને કાણું છું. આશા છે કે આ ગ્રંથ વિદ્વાને અને ભાવકને સંતોષ આપશે. મુંબઈ : ચિત્ર સુદ-૧૩ સં. ૨૦૫૧ રમણલાલ ચી. શાહ સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 295