Book Title: Jain Paribhashik Shabdakosha
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 5
________________ ૪ પ્રારંભ કર્યો. મને જેટલા જેટલા શબ્દો સ્મૃતિગોચર થયા તેનો સંગ્રહ કર્યો. ગુજરાતી ભાષાના અનુક્રમ પ્રમાણે તેની ગોઠવણ કરી. પછી મારા ક્ષયોપશમાનુસારે તેના અર્થો લખ્યા. ૧૯૯૪ના જૂનથી ઑકટોબર સુધીના અમેરિકામાં રોકાણ દ્વારા આ કાર્ય કર્યું. જો કે તેની સાથે બીજાં પણ બે-ત્રણ પુસ્તકો તૈયાર કર્યા. પ્રથમ કર્મગ્રંથના અર્થ, જૈન ધાર્મિક પ્રશ્નોત્તરમાલા તથા રત્નાકરાવતારિકા પરિચ્છેદ બીજો, ઈત્યાદિનું લખાણ પણ તૈયાર કર્યું. તે સર્વ પુસ્તકો ઈન્ડિયા આવ્યા પછી છપાવવાની શરૂઆત કરી છે. આ શબ્દકોષમાં પ્રથમ અ-આ-ઈ-ઈ આદિ ચૌદ સ્વરોનો ક્રમ લીધો છે. ત્યારબાદ ક થી ૭ સુધીના ક્રમશ: વ્યંજનોનો ક્રમ લીધો છે. ત્યારબાદ ક્ષ અને જ્ઞ નો ક્રમ લઈ શબ્દકોશ પૂર્ણ કરેલ છે. દરેક શબ્દોના પ્રથમ વ્યંજનને ધ્યાનમાં રાખીને ક્રમ ગોઠવેલ છે. પ્રથમ વ્યંજન ગોઠવાયા પછી બીજા-ત્રીજા વ્યંજનનું પણ ધ્યાન રાખ્યું છે. તો પણ આ શબ્દકોશનું કામ ઘણી જ ઉતાવળથી કર્યું છે અને કરવું પડ્યું છે. કારણ કે તે છપાતાં છપાતાં બીજી વાર પરદેશ જવાનો સમય પાકી ચૂક્યો હતો. તેથી હજુ ઘણા શબ્દો રહી પણ ગયા હશે. અને આ ગોઠવેલા ક્રમમાં કયાંક ક્ષતિ પણ હશે જ. તથાપિ આ શબ્દકોશનો ઉપયોગ કરનાર તમામ વાચકવર્ગને મારી નમ્ર વિનંતી છે કે જે સંસ્કૃત-પ્રાકૃત અથવા ગુજરાતી શબ્દો ધર્મશાસ્ત્રોમાં વારંવાર આવતા હોય અને જેનો અર્થ લખવો આવશ્યક હોય. તે તે શબ્દો બની શકે તો અર્થ સાથે, અથવા અર્થ વિના પણ મને તરત અવશ્ય જણાવશો કે જેથી બીજી આવૃત્તિમાં તે તે શબ્દો ઉમેરી શકાય. દેશ-વિદેશમાં લોકો આ તથા અન્ય પુસ્તકોનો વાચન દ્વારા સારો લાભ લે, તેવા શુભ આશયથી કયા કયા પુસ્તકો છપાયાં છે અને કયા કયા લખાય છે. તેનું લિસ્ટ પણ આ પ્રસ્તાવના પછી આપ્યું છે. તો સદુપયોગ કરવા વિનંતી. મતિમન્દતાથી અથવા ઉપયોગશન્યતાથી જે કંઈ અનુચિત ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાઈ ગયું હોય તો ત્રિવિધે-ત્રિવિધ ક્ષમા યાચુ છું. આ પુસ્તકનું સુંદર ટાઈપ સેટીંગ તથા પ્રિન્ટીંગ આદિ કરી આપવા બદલ ભરત ગ્રાફિક્સનો ઘણો જ આભાર માનું છું. ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૯. (INDIA) ફોન : ૬૮૮૯૪૩ લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 166