________________
૩૪૩.
ગીતા દર્શન
(હદ તો બીજા સવાલોનો ઉત્તર આપું છું.) અધિભૂત એ ક્ષર (નાશવંત) ભાવસ્વરૂપ છે. એનો અર્થ એ થયો કે જન્મે છે તેનો નાશ નક્કી છે. જે દેહધારી થયા ને કાળ શરણે જવાનું તે નક્કી જ છે.) અધિદૈવત સ્વરૂપ (જે અધિભૂતથી ઉચ્ચ કોટિનું છે,) તે પુરુષ. (આને નર તરીકે અગર જીવ તરીકે પણ ઓળખી શકાય, શરીરમાં સામાન્ય સ્વરૂપે જે ચેતન વસે છે, અને જેને લીધે નાશવંત વસ્તુમાં પણ સંવાદ- તાલબદ્ધપણું ટકી રહે છે તેનું કારણ એ પુરુષ છે. અથવા જૈન પરિભાષા પ્રમાણે બહિરાત્માનું શુભ સ્વરૂપ છે.) અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ એવા અર્જુન! આ મારા દેહમાં જ (યજ્ઞ એટલે કે શુદ્ધ થયેલ આત્મસ્વરૂપ છે તે હું પોતે જ છું).
(હવે તું સમજી શક્યો હોઈશ કે હું એટલે માત્ર આ કૃષ્ણરૂપે નામ કે કૃષ્ણનામધારી શરીર નહિ, પણ કૃષ્ણમાં રાચતું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું.
નોંધ : ખૂબ ચોખવટથી ઉપર કહેવાઈ ગયું છે એટલે વાચક સહેજે સમજી શકશે કે શ્રીકૃષ્ણગુરુ ભૂત, દેવ અને યજ્ઞના ખરા અર્થો શા કરે છે.
દેવ કરતાં મનુષ્ય ઊંચો, તે એ દષ્ટિએ કે મનુષ્યમાં જે માનવતા છે, તે યજ્ઞકોટિમાં આવી શકે તેવી છે. ભૂતપૂજા એટલે માત્ર નાશવંત પદાર્થો કે નાશવંત દેહની પૂજા. દેવપૂજા એટલે નશ્વર અને અનશ્વર અને સ્વરૂપ વચ્ચે રહેલી જીવદશાની પૂજા, અને યજ્ઞ પૂજા એટલે સદ્દગુણ પૂજા. આ પૂજા શ્રેષ્ઠ ગણાય.
કર્મની ઘટના પણ જૈનસૂત્રોને સંમત છે. તે જ પ્રકારે શ્રીકૃષ્ણગુરુએ અહીં નિરૂપી દીધી અને સમયસારે જેમ ત્રણ ભેદ પાડયા તેમ એમણે અધિભૂત અને અધિદૈવત બે સ્વરૂપથી પર અધિયજ્ઞ સ્વરૂપ શુદ્ધ ચેતનનું કહ્યું, એવા ચેતનને અધ્યાત્મ સહજ છે અને પરબ્રહ્મથી એ નિકટનું સ્વરૂપ છે, આથી ઠેઠ સૃષ્ટિ, જીવ, અંતરાત્મા અને પરમાત્મા લગીનો કેવો સંબંધ છે, તે સ્પષ્ટ થયું. હવે શ્રીકૃષ્ણગુરુ આગળ વધતાં કહે છે?
अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् । यः प्रयाति स मदभावं याति नास्त्यत्र संशयः ॥५॥ ને મને અંતકાળે જે, સ્મરી છોડે શરીરને;
મારું સ્વરૂપ તે પામે, તેમાં છે નહિ સંશય. ૫ (હ ભારત! હવે તને શંકા ન રહેવી જોઈએ કે મને સંયમીઓ કઈ રીતે ઓળખી