Book Title: Jain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Author(s): Manilalmuni
Publisher: Jivanlal C Sanghvi Ahmedabad
View full book text
________________
મળવાથી હું ગ્રંથ લખી શકવાને ભાગ્યશાળી થયે છું, તે માટે એ સર્વ મહર્ષિએને મારે અંતઃકરણપૂર્વક આભાર માનવો જોઈએ.
આપણામાં ઈતિહાસ લખવાની પ્રથા ઘણીજ અ૫ છે, બલ્ક નથી જ, એમ કહિયે તો તે અતિશયોક્તિ કહેવાશે નહિ; મેં તો મને મળેલી આંતરિક પ્રેરણાના પરિબળે યત્કિંચિત જૈન સમાજનું પ્રાચીન–અર્વાચીન ચિત્ર દરવા પ્રયત્ન કર્યો છે. મારું જ્ઞાન અલ્પ છે, મારે અનુભવ અ૫ છે, મારું વાંચન અ૯પ છે. એ બધા કારણોને અવલંબી સાક્ષર વિદ્વજ્જનને આમાં અનેક ત્રુટિઓ નજરે પડશે, તે તે સર્વ તરફ સંતવ્ય દષ્ટિથી નિહાળી ભૂલે તરફ મારું લક્ષ ખેંચશે, તે ભવિષ્યમાં હું તેને યથાસ્થિત સ્વરૂપમાં મૂકવા પ્રયત્ન કરીશ.
આ ગ્રંથ લખવામાં જે જે વિદ્વાન પુરુષનો, અને જે જે જૈન-જૈનેતર ઐતિહાસિક પુસ્તકોને આશ્રય લીધે છે, તે તે વિદ્વાનો અને પ્રકાશકોને હું અંતઃકરણપૂર્વક આભાર માનવાની આ અમૂલ્ય તક ગુમાવી શકતું નથી. (ગ્રંથ અને ગ્રંથર્તાના નામની યાદિ આપવામાં આવી છે.)
સદરહુ પુસ્તકમાં સૌથી પ્રથમ અનેક ધર્મોની સરખામણી કરી જૈનધર્મજ સર્વ શ્રેષ્ઠ અને સર્વથી પ્રાચીન છે, તે બતાવવામાં આવ્યું છે, ત્યાર પછી ૨૪ તીર્થકરોના ટુંક ચરિત્રે, જેનોની પ્રાચીન અર્વાચીન સ્થિતિ, મહાવીર અને બુદ્ધ, ગણધરના ચરિત્ર, પૂર્વધારીઓના વર્ણને, પાટલીપુત્ર, મથુરા, વલ્લભિપુર અને છેલ્લે અજમેર પરિષદ (સાધુ સંમેલનનો) ટુંક હેવાલ, ૮૪ ગચ્છની ઉત્પત્તિ, પ્રતિમા વર્ણન, દિગંબર, તેરાપંથ, મૂર્તિપૂજક આદિ સંપ્રદાયની ઉત્પત્તિ, સેંકાગ અને તેના મહાપુરુષ, જૈનધર્મની શિથિલતા અને તેને વિકાસ કરનાર શ્રીમદ્ ધર્મસિંહજી, ધર્મદાસજી અને લવજી ઋષિ આદિ મહા પુરૂષોના ચરિત્ર આપી, ત્યાર પછીના પ્રભાવિક પુરૂષોના વર્ણન આપવામાં આવ્યા છે, અને એ રીતે પરંપરાથી માંડીને આજસુધીની “જૈન ધર્મની પટ્ટાવલી” પૂર્ણ કરવામાં આવી છે.
શ્રીમાન લંકાશાહ” ના જીવન પર મતભિન્નતા થવા સંભવ છે; કારણ કે તેમના જીવન સંબંધનો ઉલ્લેખ આજ સુધીના વિદ્વાનોએ કરેલી
* શ્રીમાન અમલખઋષિજી મ. પણ શ્રી લોકશાહના દીક્ષિતજીવન સાથે સહમત થતા પોતાના “ શાસ્ત્રકાર મિમાંસા ” ગ્રંથમાં લખે છે કે તેમણે ૧૫ર પુરુષો સાથે દીક્ષા લઈ, ઘણા વર્ષો સુધી સત્ય ધર્મનો પ્રચાર કરી પંદર દિવસના સંથારા બાદ કાળ ધર્મ પામ્યા ત્યારપછી ભાણજી નામક સદગૃહસ્થ ૪૫ મહાપુરુષે સાથે મુખપર મુખત્રિકા બધી દીક્ષા ધારણ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org