________________
૮ ૦ જૈન ધર્મ અને દર્શન
ઋષભદેવ માત્ર જૈનોના જ નથી
સામાન્ય રીતે જૈન તેમજ જૈનેતર બંને સમાજમાં અને કાંઈક અંશે ભણેલગણેલ લેખાતા વિદ્વાનવર્ગમાં પણ એક એવી માન્યતા પ્રવર્તે છે કે ઋષભદેવ એ માત્ર જૈનોના જ ઉપાસ્ય દેવ તેમજ પૂજ્ય અવતારી પુરુષ છે. જૈનો મોટે ભાગે એમ જ સમજે છે કે જૈન પરંપરા બહાર ઋષભદેવનું સ્થાન નથી અને તેઓ તો જૈન મંદિરમાં, જૈન તીર્થોમાં અને જૈન ઉપાસનામાં જ પ્રતિષ્ઠિત છે. લગભગ જૈનેતર આખો વર્ગ પણ ઋષભદેવને જૈનોના જ ઉપાસ્ય દેવ સમજી એ વિચારવું ભૂલી ગયો છે કે ઋષભદેવનું સ્થાન જૈનેતર પરંપરામાં છે કે નહિ, અને જો એમનું સ્થાન એ પરંપરામાં હોય તો તે ક્યાં અને કેવું છે ?
.
જૈન–જૈનેતર બંને વર્ગના લોકોનો ઉપર દર્શાવેલ ભ્રમ દૂર કરવાના આપણી પાસે કેટલાક પુરાવાઓ છે, જે શાસ્ત્રબદ્ધ પણ છે અને વ્યવહારસિદ્ધ પણ છે. જૈન તીર્થો, મંદિરો ને ગૃહચૈત્યોમાં પ્રતિષ્ઠિત ઋષભદેવની મૂર્તિ, તેમાં પ્રતિદિવસ થતી તેની પૂજા, આબાલવૃદ્ધ જૈનોમાં ગવાતું–વંચાતું ઋષભચરિત્ર અને તપસ્વી જૈન રથીપુરુષો દ્વારા અનુકરણ કરાતું. ઋષભદેવનું વાર્ષિક તપ – એ બધું જૈન પરંપરામાં ઋષભની ઉપાસ્ય દેવ તરીકેની શ્રદ્ધા અને ખ્યાતિનાં ઊંડાં મૂળો તો સૂચવે જ છે, પણ ઋષભદેવની ઉપાસના અને ખ્યાતિ જૈનેતર પરંપરાના અતિ પ્રતિષ્ઠિત અને વિશિષ્ટ ગણાતા સાહિત્યમાં તેમજ કોઈ નાનકડા પણ વિરલ ફિરકામાં સુધ્ધાં છે.
-
ભાગવતમાં ઋષભદેવ
બ્રાહ્મણપરંપરા અને તેમાંયે ખાસ કરી વૈષ્ણવપરંપચનો બહુમાન્ય અને સર્વત્ર અતિપ્રસિદ્ધ ગ્રંથ ભાગવત છે, જે ભાગવતપુરાણ કહેવાય છે. એ આઠમી શતાબ્દીથી અર્વાચીન તો નથી જ. દિગંબર અને શ્વેતાંબર બંને સંપ્રદાયોમાં જે ઋષભદેવનાં સંસ્કૃત ભાષામાં લખાયેલ ચરિત્રો છે તે ભાગવતથી પ્રાચીન નથી, ભાગવત પછીનાં જ છે. હા, જૈન પરંપરામાં, ખાસ કરી શ્વેતાંબર પરંપરામાં, ઋષભદેવનું પ્રાકૃત ભાષામાં લખાયેલ ચરિત્ર ભાગવતમાંના ઋષભચરિત્ર કરતાં પણ પ્રાચીન હોવા વિશે ભાગ્યે જ સંદેહ રહે છે. ભાગવતમાં જે ઋષભચરિત્રનું વર્ણન છે, અને તે જે રીતે જૈન ગ્રંથોમાં આવતા ઋષભચરિત્ર સાથે મળતું આવે છે, તે ઉપરથી પ્રથમ દૃષ્ટિએ જોનારને એમ લાગે કે જનસમાજમાં બહુમાનનાં ઊંડા મૂળ નખાયાં પછી જ જૈન કથાનક–ગ્રંથોમાંથી ભાગવતના કર્તાએ ઋષભદેવને પોતાના ગ્રંથમાં આલેખ્યા કે અપનાવ્યા હશે, જેમ પ્રથમથી ત્યાજ્ય ગણાએલ બુદ્ધને પણ તેમની લોકપ્રતિષ્ઠા જામ્યા પછી પાછળથી કેટલાક પુરાણકારોએ અવતારી વર્ણવ્યા છે તેમ.
આખી આર્યજાતિના ઉપાસ્ય ઋષભદેવ
પરંતુ મને તો લાગે છે કે ખરી હકીકત કાંઈક બીજી જ હોવી જોઈએ. ભાગવતકારના સમયમાં ઋષભદેવ કરતાં પાર્શ્વનાથ કે મહાવીરની પ્રતિષ્ઠા ખ્યાતિ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org