________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(174
૧૮૭
- શુભ, અશુભ અને શુદ્ધ એમ ત્રણ પ્રકારના ભાવ-લાગણીઓ છે, તેમાંથી જે મનુષ્ય પ્રથમની શુભાશુભ લાગણીઓને ત્યાગ કરી છેલ્લી શુદ્ધ લાગણી ધારણ કરે તેના કર્મનો ક્ષય થાય છે. શુભ ભાવથી પુન્યબંધ, અશુભથી પાપબંધ અને વિશુદ્ધ પરિણામથી આત્માની નિર્મળતા થાય છે. જેના પરિણામ શુભાશુભ હોય છે તે પુન્ય-પાપ ઉપાર્જન કરી ચાર ગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે પણ વિશુદ્ધ ભાવથી કર્મની નિર્જરા કરી અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે.
શુદ્ધ આત્મતત્વને જાણ્યા વિના બાહ્ય તપ કરવાથી કે અત્યંતર તપ કરવાથી કર્મની નિર્જરા થતી નથી. શુદ્ધ આત્મતત્ત્વને જાણ્યા પછી જ બાહ્ય કે અત્યંતર તપ કરવાથી કર્મોની નિર્જરા થાય છે. તે જ તપ જે અજ્ઞાનપૂર્વક કરવામાં આવે તે અકામ નિર્જરાનું કારણ બને છે–થાય છે. આત્મસ્વરૂપના જ્ઞાન વિના સંયમ આદરવાથી કે પાળવાથી પણ કમની નિર્જરા થતી નથી તેમજ આત્મસ્વરૂપનું જ્ઞાન કરીને પણ સંયમ ન પાળવાથી કર્મની નિર્જરા થતી નથી. સકામ નિર્જરા કરવામાં આત્મજ્ઞાન સાથે પવિત્ર સંયમ પાળવાની પણ જરૂર છે.
લોકાચાર કે જે ગાડરીયા પ્રવાહ જેવો કેટલેક ભાગે હોય છે તેનો ત્યાગ કરી, આત્મતત્વના આચરણમાં આદરવાળા સાચા સંયમવાન યોગી કર્મોની નિર્જરા કરે છે. જે લોકોત્તર આચાર જ્ઞાની પુરુષોનો ઉપદેશેલો છે અને આત્મમાર્ગને અનુકૂળ છે તેને ત્યાગ કરીને જે ગાડરીયા પ્રવાહરૂપ લેકાચારનું આચરણ કરે છે તેનું નિર્જરામાં કારણભૂત સંયમ નાશ પામે છે. જે પવિત્ર ચારિત્રનું આચરણ કરે છે છતાં વાસ્તવિક રીતે નિશ્ચય-વ્યવહારરૂપ જ્ઞાનીઓના અપેક્ષાવાદમાં શ્રદ્ધા કરતા નથી તેની આત્મશુદ્ધિ થતી નથી. શુદ્ધિ ન થવાનું મુખ્ય કારણ એ છે કે પવિત્ર વર્તન સાથે જ્ઞાનની પણ જરૂર છે. એકલા જ્ઞાનથી, એકલા દર્શનથી કે એકલા ચારિત્રથી પૂર્ણતા પ્રાપ્ત થતી નથી. - અજ્ઞાની બંધાય છે ત્યાં નાની મુક્ત થાય છે–ઈદ્રિના વિષય તેવતાં જ્યાં અજ્ઞાનીઓ બંધાય છે ત્યાં જ જ્ઞાનીઓ કર્મોથી મુક્ત થાય છે. શુભાશુભ વિકલવડે શુભાશુભ કર્મ બંધાય છે પણ બેમાંથી એકે જાતને વિકલ્પ ન કરનાર સર્વ દ્રવ્ય ભેગવતાં છતાં નિર્જરા કરે છે. પદાર્થને ભેગપભોગ કરતાં તેમાં રાગદ્વેષ કરતો હોવાથી કર્મથી બંધાય છે. જ્ઞાની તે પદાર્થના નાગપગ વખતે રાગદ્રષવાળા વિકપિ કરતો નથી જેથી તે બંધ પણ પામતો નથી અને જે કર્મ તેણે ભેગવ્યા તે પૂર્વના કર્મની જોગવીને નિર્જરા કરે છે.
હું કોઈને નથી, મારું અન્ય કોઈ નથી, બધા પદાર્થો મારાથી પર છે. આ પ્રમાણે દ્રઢ માન્યતાવાળ ત્યાગી-ગી બધા કર્મોને પ્રજાવે છે.
For Private And Personal Use Only