________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાધ
[ત પ્રસંગે ઉદભવેલી વિચારણી
વિરામ
–કુવરજી જગતના છેવા કર્મવશ હોવાથી અસાતવેદનીય કર્મને કૅદય થાય ત્યારે અન્યાન્ય નિમિત્ત પામીને અન્યાન્ય વ્યાધિના ભંગ થઈ પડે છે. તેમાં કેટલાક વ્યાધિઓ સામાન્ય હોય છે તે અલ્પ પ્રયાસે થોડા દિવસમાં શમી જાય છે, પરંતુ કેટલાક વ્યાધિઓ વિષમ હોય છે તે દીર્ઘ પ્રયાસે અને લાંબે દિવસે વિરામ પામે છે. એવા દીર્ઘ સ્થિતિવાળા વ્યાધિ પ્રસંગે સુજ્ઞ ગણાતા જૈન બંધુઓએ પિતાનો સમય કેમ વ્યતીત કરો? તે સંબંધી તાજું શિક્ષણ મળેલું હોવાથી અન્ય બંધુઓને કાંઈક જણાવવા ઈચ્છા થાય છે. ૧. એવા વ્યાધિ પ્રસંગે પ્રથમ તે કદિય સંબંધી ખાસ વિચારણા કરીને
અકળાવું નહીં, મનમાં શાંતિ રાખવી. ૨. અસહ્ય વેદના હોય ત્યારે પણ “એય, હાય” શબ્દ ન ઉચારતાં “અરિહંત,
અરિહંત’ શબ્દનું જ ઉચ્ચારણ કરવું. ૩. સાધારણ વેદના હોય તો જ્યારે અવકાશ મળે ત્યારે પરમાત્માના નામનું
સ્મરણ કરવું અને પોતે કંઠસ્થ કરેલ પ્રકરણ-સ્તવન–સજઝાયાદિ સંભારવા. . ઔષધાદિના સંબંધમાં પણ પિતે ગ્રહણ કરેલ નિયમોને બાધ આવવા ન દે. પ. પ્રાત:કાળે પ્રાતઃસ્મરણ વિગેરે બુકમાંથી મહામંગળકારી શ્રી શૈતમસ્વામી
વિગેરેના છેદો વાંચી શકાય તો વાંચવા, નહીં તો બીજા પાસે સાંભળવા ૬. શ્રી ગૌતમસ્વામીને રાસ જ્યારે જ્યારે ગણી શકાય ત્યારે ગણવે અથવા
બીજા પાસે સાંભળવા કારણ કે તે મહામંગળકારી છે. ૭. બની શકે તે બે ટંક શ્રી અજિતશાંતિ સ્મરણ સાંભળવું. એ સ્મરણ મહા
પ્રભાવિક અને અત્યંત લાભદાયક છે. ૮. જેમ જેમ વ્યાધિ લંબાય તેમ તેમ ધર્મભાવના લંબાવવી, પણ તેમાં સંકોચ
કરે નહીં. ૯. કઈ પણ વ્યાધિ બાંધી મુદતવાળો જ હોય છે, તે મુદત પૂરી થયે અવર
વિરામ પામે જ છે એ વાત ચોક્કસ લક્ષ્યમાં રાખવી. ૧૦. રાત્રીએ નિદ્રા લીધા અગાઉ બની શકે તે મારા સારા આધ્યાત્મિક પં
સાંભળીને તેના અર્થ વિચારવા. પ્રાંતે ચાર શરણ કરીને સૂવું.
For Private And Personal Use Only