________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે દો]
આને પરકમ્મા : આત્મવિચાર ; બીજને માટે તમે આપવા લાગી જાઓ અથવા તેને અભરાઈએ વઢાવી દે તે પહેલાં આ જીવનમાં આપણને જીવને તાલનના તાજવાની જરૂરીવાત સાંપડે છે અને આપણું ખમીર કયાં ટકી રહે છે અને કયાં હાથ હેઠા કરી બેસી જાય છે તેની તુલના કરવાની જરૂર પડે છે. તવ પ્રસંગે તમારી જાતની આસપાસ એક પ્રદક્ષિણે મારવાની રીત બહુ મજાની નીવડે છે.”
આ ત્રણ વાક્યોમાં બહુ સુંદર વાત કરી નાખી છે, ઘણા સંક્ષેપમાં જીવનરસની કહાણ આપી દીધી છે, મુદ્દામ રીતે અંદર જતાં-ઊંડા ઉતરતાં શીખવાની આદર્શ રીતિને પરિચય કરાવ્યો છે.
વાત એમ છે કે આપણે ઘણાખરા સામાન્ય કક્ષાના હોઈ આપણું સામાન્ય જીવન ઘણું મધ્યમસરનું અને પ્રચલિત પ્રણાલિકા પર ચલાવનાર હોઈએ છીએ. આપણે ઘણુંખરું આપણો પિતાનો વિચાર જ ઓછા કરીએ છીએ, પણ અન્યની વાત આવે ત્યારે અન્યની ટીકા કરવામાં, એની તુલના કરવામાં અને તે પ્રસંગે દીર્ધદષ્ટિ, વિશાળતા અને ચારિત્રશીલતા બતાવવા તૈયાર થઈ જઈએ છીએ.
જરા અવેલેન કરવાથી જણાશે કે અન્ય માણસની નાની નાની નબળાઈઓ આપણને ખૂબ સાલે છે. એક માણસ આપણી સાથે વાત કરવામાં જરા જીભે થોથવાય કે આપણે જેને “સભ્યતા માનતા હોઈએ તેના ધોરણ પ્રમાણે વાત, ન કરી શકે ત્યાં આપણને જીવ પર વાત આવી પડે છે. સામે માણસ જરા ભળતી. વાત કરે ત્યાં આપણે મિજાસ, ખસી જાય છે અને પછી આપણે સભ્યતા ઉપર કે સત્યવાદી પણ ઉપર ભાષણ આપવા લાગી જઈએ છીએ. કોઈ માણસ જરા વિવેક કરે તો આપણે તેને ખુશામતની કોટીમાં મૂકી તે ઉપર વિચાર બતાવવા લાગી જઈએ છીએ અને ખુશામત કેટલી ખરાબ છે અને એથી કેટલું નુકસાન થાય છે તે પર વિવેચન કરવા મંડી પડીએ છીએ અને કેઈએ કામ કરવામાં જરા ગફવતી કે ભૂલ કરી હોય તે આપણું નસકોરું ચઢી આવે છે કે ભવાં ચઢી જાય છે. - નાના બાળકને ચાળા કરતાં જોઈ આપણે તેને બોધપાઠ આપવા મંડી જઈએ છીએ અને મોટા મહાત્મા પુરુ કે સંતોની નાની બાબતોની ખાસીયતા શોધી કાઢી તે પર ચર્ચા કરવા લાગી જઈએ છીએ.
આપણુ સરખી વયના મિત્રો કે સંબંધીને મુંજી, અનિયમિત, ભેળા, દીર્થ દષ્ટિ વગરના, શરમાળ, લોભી, અભિમાની, ચુગલીખોર, દંભી વિગેરે અનેક ઉપનામે કે વિશેષણે વગર કોચે આપે જઈએ છીએ અને આપણને જાણે આખી નિયા ઉપર ફેસલાઓ આપવાનો અધિકાર પ્રાપ્ત થયો હોય તેવી રીતે વર્તીએ છીએ. - સામાની નાની મોટી બાબતો પર અપ્રીતિ, તિરસ્કાર કે ટીકા કરવાની આપણને એટલી બધી ટેવ પડી ગયેલી હોય છે કે આપણે સમાજમાં ગમે તેવા સ્થાન પર Sઇએ તો પણ આપણે આ ટેવ પર વિજય મેળવવાનો વિચાર પણ કરતા નથી,
For Private And Personal Use Only