Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ મેપર કમ્મા :: મલિગાગા અદ્ધિશકિત અને શાળા નહિ હો તો તું તેમાં ગાયાં ખાઈ જઈશ, ગુંચવાઈ જઈશ અને ગોટાળે ચઢી જઇશ. તું આમ દોડ્યો દેડ્યો ક્યાં ચાલ્યા જઈશ ? અને કેટલે ચાલ્યો જઈશ ? અને શા માટે દોડ્યા કરે છે ? જેને માટે તું મત આપી રહ્યા છે, જેની ટીકા કરી રહ્યો છે, જેની નાની મોટી વાતને તું અગત્ય આપી રહ્યો છે તે સર્વે પંખીના મેળા છે, આ તે એક રાતનો વિસામો છે, એમાં કેટલાક મળી ગયા, એ પણ સર્વ પંખીની અપેક્ષાએ અતિ અલ્પ છે અને સવાર થતાં તે સર્વ ઊડી જવાના છે અને તું પણ અહીં બેસી રહેવાનો નથી; માટે નિરર્થક માથાફેડ અને લમણાઝીક કરવાને બદલે તારી જાતને તપારા, તારી જાતને સંભાળ અને તારી જાતને વિકસાવ. વળી એ રીતે પરલક્ષી થવાને બદલે અંતરલક્ષી થઈશ ત્યારે આગળ જણાવ્યું છે તેમ પ્રથમ તો તને ઘણુ ગુંચવણો દેખાશે, પણ પછી અંતરના અંજવાળાં પડશે અને ત્યારે તે નહિ અનુભવેલું દેખાશે, નહિ જાણેલું જણાશે, નહિ સુણેલું સંભળાશે. એ અનાહત નાદના ગોરવ ર છે, એના આંતર તેજ અનેરાં છે, એની અદભુત સુગંધ અનનુભૂતપૂર્વ છે. બે ઘડીના મેળામાં તું શું રાચી રહ્યો છે ? તારું એ કામ નથી, તારું એ સ્થાન નથી, તારું એ માન નથી. તું કઈ ભૂમિકાના પ્રાણી ક્યાં અથડાઈ પડ્યો છે અને કેવામાં ભરાઈ પડ્યો છે ? તારા ૌરવને એ વાત શોભે નહિ, તારા સાચા ઉદ્દેશને એ અનુરૂપ ન હોય, તારા તેજને એ વિકસાવનાર ન હોય. માટે તારી જાતની ફરતી પ્રદક્ષિણા લે, તારા અંતરમાં ઉતર, આત્મનિરીક્ષણ કરે અને ત્યાં સુવર્ણ સિંહાસને બેઠેલા તારા નટરાજેને જે અને એની ફરતે કચરો વાગ્યા છે, એને લીલ લાગી ગઈ છે, એના ઉપર ધૂળ ચઢી ગઈ છે એને દૂર કર. તું તારામાં જ છે, તું તારામય છે, તું એક અને અદ્રિતીય છે અને તારા વિકાસ પરા હાથમાં છે, તારે કુલ સ્વાધીન છે, તારા અંતરમાં છે. તારા પોતાની આસ. ધસ એકાગ્રપણે એક વાર પ્રદક્ષિણા કરીશ તો તારી પરાવલંબી કે પરકીય ભૂમિકા વડી જશે અને એ ગઈ એટલે કાર્ય સફળ થઈ ગયું સમજજે. એ વાતમાં બે ન પડે તેમ નથી, માટે આત્મલક્ષી થઈ આત્મપ્રદક્ષિણા કર અને સ્વને જ વિચાર કરી એને વિકસાવ. સામાન્ય રીતે આપણી એવી ટેવ જ પડી ગયેલી છે કે આપણે બીજાની ત્રતાનો જ વિચાર કરીએ છીએ. જિંદગીમાં ફરેડ મેળવવી હોય તો તેની જરા એક જ છે. આપણે કોણ છીએ ? આપણે અહીં શા માટે છીએ ? અને * પગે શું કરી શકીએ તેમ છીએ? તેનો વિચાર કરો, ખૂબ વિચાર કરો, * વાર વિચાર કરે. જુદાં જુદાં દૃષ્ટિબિન્દુઓધો વિચાર કરે. અડાં એક બાબત વિચારવા જેવી છે. ઉપરના ત્રણે મુદ્દા પર તારું પોતાનું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46