________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર. ઉત્તર–અહીં ગાદ્વાર ગાબ્દ છે તે નવી બનાવવી એવા અર્થ માં નથી, પરંતુ દેવા નવા નવા પુદગળ ક ધ મેળવીને સ્થિતિમાં વૃદ્ધિ કરે છે તે અર્થમાં છે.
પ્રશ્ન ૧૬–પરિડારવિશુદ્ધિ ચારિત્રવાળી ૧૮ માસ સુધી કયા કમથી
ઉત્તર-નને માટે પ્રવચનસારોદ્વાર જુઓ. તેમાં તેનું વિસ્તારથી વર્ણન છે.
પ્રશ્ન ૧૭–કનકાચળ ને ગજપદ તીર્થ માટે મુનિ શ્રી કલ્યાણવિજયજી જૈન રોય મહોત્સવ અંકમાં જે ખુલાસો કરે છે તે બરાબર છે ?
ઉત્તર–બરાબર હોય એમ લાગે છે.
પ્રશ્ન ૧૮–દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિથી વિરપ્રભુને ગર્ભ સ્થાનફેર કરવાની ઇંદ્રને શા કારણે જરૂર જણાણી ?
ઉત્તર–એનું કારણ શ્રી કલ્પસૂત્રની સુબોધિકા ટીકામાં પણ કરેલ છે તે સાંભળ્યું હશે, નહીં તો આ પર્યુષણમાં સાંભળશે.
પ્રશ્ન ૧૯-તર્યચગતિ ને તિર્યગાનુપૂર્વ પાપપ્રકૃતિમાં ગણાય છે ને તેનું આયું પુણ્યપ્રકૃતિમાં ગણાય છે તેનું શું કારણ ?
ઉત્તર-કર્મગ્રંથમાં તેને ખુલાસો સારી રીતે કરે છે. સાર એ છે કેતિર્યપણું પામવું તે પાપના ઉદયથી પમાય છે અને પામ્યા પછી જે વધારે આયુ ભોગવવું તે પુન્યના ઉદયથી થાય છે. વિકલેંદ્રિય ધી માડીને સર્વ તિર્યા મવા ઈચ્છતા નથી; જીવવાને જ ઈચ્છે છે.
પ્રશ્ન ૨૦-દેરાસરની વસ્તુઓ વહીવટ કરનાર જેનેરને વાપરવા આપે તે તે પાપનો ભાગીદાર થાય કે નહીં ?
ઉત્તર–એમાં કઈ વસ્તુ છે તે જાણવું જોઈએ. બધી વસ્તુ માટે નિષેધ કરી શકાય નહીં ને એક સરખું ધોરણ હાય નહીં.
પ્રશ્ન ૨૧–કઈ સાધુ કે સાધ્વી એકલા વિચરે તે તે શાસ્ત્રવિરુદ્ધ ગણાય કે નહીં ? અને તેને પોષણ આપવું તે તેનું અનુમોદન ગણાય કે નહીં ?
ઉત્તર-શાસ્ત્રવિરુદ્ધ તે છે જ. બાકી કઈ વખતે કારણની વિચારણા કરવી પડે. વળી તેને પોષણ તે આપવું જ પડે પણ ઉત્તેજન આપે તા અનુમોદને લાગે. તેને સુધારવા બનતા પ્રયત્ન કરવા.
For Private And Personal Use Only