Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુક્તમુક્તાવલી :: સિંકર જેમ દાવાનળથી જંગલના જગલ બાળીને ભરમ થઈ જાય છે તેમ અસત્યથી યશ ભમીભૂત થાય છે, કારણ કે અસત્યવાદીની પ્રતિષ્ઠા-છાપ સમાજમાં એવી અકાળ પડે છે કે તેને વિશ્વાસ સુધાં કોઈ કરતું નથી, તો પછી એનો યશ તો ક્યાંથી વિસ્તાર પામે ? હા, દુર્યશNotoriety તો અવશ્ય વિસ્તરે. જેમ જળ વૃક્ષના ઊગવામાં અને રિપષણમાં કારણરૂપ થાય છે તેમ દુઃખ૩૫ વૃક્ષોના ઉદગમમાં અને વર્ષમાં અસત્ય નિમિત્તભૂત થાય છે. તડકામાં જેમ છાયાનું નામનિશાન હોય નહિં તેમ અસત્ય હોય ત્યાં તપ-સંયમ આદિની વાર્તા પણ ઘટે નહિં, કારણ કે જેમ તડકો અને છો. વિભિન્ન સ્વભાવી હોઈને બનેનો એકત્ર સંભવ હોય નહિં, તેમ અસત્ય અને તપ-સંયમાદિને બનતું નથી. તપ-સંયમાદિને પાયે સત્ય ઉપર ચાલે છે, તે મૂળ પાયો જ ન હોય તો તપ-સંયમાદિની ઇમારત નિરાલંબ કેમ ઊભી રહે ? બીજાના અનુરોધથી બોલાયેલું એક અસત્ય વચન પણ વસુરાજાને કેટલું દુઃખદાયી થયું તે શાશ્વપ્રસિદ્ધ છે. " परोपरोधादतिनिन्दितं बचो, ब्रुवन्नरो गच्छति नारकी पुरीम् । अनिंद्यवृत्तोऽपि गुणी नरेश्वरी, वसुर्यथाऽगादिति लोकविश्रुतिः ॥ –શ્રી જ્ઞાનાર્ણવ એવું અસત્ય વચન સુબુદ્ધિવંત કદી બોલે નહિ. પુણ્યવંત અસત્ય ત્યારે (વરા ) અસત્ય અપ્રત્યય મૂળ હેતુ છે. કુવાસનાધામ સમૃદ્ધિકેતુ છેઃ પ્રવચનારું દુઃખનું નિદાન જે, સોપ એવું સુકૃતી જને ત્યજે. ૩ જે અસત્ય અવિશ્વાસનું મૂળ કારણ છે, કુવાસનાઓનું મંદિર છે, સમૃદ્ધિને નાશ કરનાર છે, પરનું વંચન કરનાર છે અને વિપત્તિનું નિમિત્ત છે—એવું દોષયુક્ત અસત્ય વચન પુણ્યવંત જ છોડી દે છે. અસત્ય અપ્રતીતિનું–અવિશ્વાસનું મૂળ કારણ છે. અસત્યવાદી કદી સાચું માલે તો પણ દુ:પ્રતિષ્ઠાને લઈ કોઈ તેને વિશ્વાસ કરતું નથી વળી એક જૂઠાણું પાવવા માટે બીજાં અનેક જૂઠાણને આશ્રય કરવો પડતો હોઈ, અસત્યવાદી દર ચકાવા ( Vicious circle ) માં પડી જાય છે અને આમ એની પ્રતિષ્ઠા રે ને વધારે ખરાબ થતી જાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46