________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ગતાંક પુર ૧૫૯ થી ) નિર–નિર્જરાના બે ભેદ : એક અકામ નિર્જરા, બીજી સકામ નિરા. કમની સ્થિતિ પરિપકવ થવાથી પૂર્ણ થઈ જવાથી જે કમો ઉદય આવીને પોતાની મેળે ખરી પડે છે તે અકામ નિજર છે. આ નિર્જરા દરેક નાના મોટા સંસારી જીવાને દરેક ક્ષણે થયા કરે છે. બીજી સકામ નિજ રા છે તે કર્મની સ્થિતિ પૂરી થઈ હોય કે ન થઈ હોય છતાં તપ, જપ, દયાદાનાદિકે કરીને તે કર્મની સ્થિતિ જે સત્તામાં છે તેને ઉદીરણા કરીને ઉદયમાં લાવી ભેળવી લેવીપૂરી કરી દેવી તેને કહે છે. જે લાંબા વખતે કર્મ ઉદયમાં આવવાના હતા તે કર્મની અવધિ પૂરી થયા પહેલા પુરુષાર્થ કરીને નજીકમાં ઉદયમાં લાવીને ભેળવીને કાઢી નાખવા તે સકામ નિર્ભર છે. સંવર થયા પછી આ સકામ નિર્જરા આવે છે તે મેક્ષપ્રાપ્તિમાં મુખ્ય સાધન છે. કષાયોને દૂર કરીને જે સાધુ વિશુદ્ધ ધ્યાનને અભ્યાસ કરે છે તેને કર્મની સકામ નિર્જરા થાય છે. જેઓ આત્મતત્વમાં રક્ત થઈ, કમેને સંવર કરી નિત્ય ધ્યાનમાં પ્રવૃત્તિ કરે છે તે જ કર્મની નિર્જરા કરે છે. સંવર કર્યા વિના સાધુને પણ નિર્જરા થતી નથી. ખરી વાત એ છે કે નવું પાણી આવ્યા જ કરતું હોય તો સરોવર કયાંથી ખાલી થાય? તેમ જ્યાં સુધી કષાયાદિ દ્વારા જીવરૂપ સરેવરમાં કર્મરૂપ પાણી આવ્યા જ કરતું હોય તે આત્મારૂપી સરવર કેવી રીતે ખાલી થઈ શકે ? અર્થાત ન જ થઈ શકે. આવતા કર્મને અટકાવવારૂપ સંવર કરવામાં ન આવે ત્યાંસુધી સકામ નિર્જરા થતી નથી.
આત્માના સ્વભાવરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્રનું એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવાથી કર્મનો ક્ષય થાય છે. દયાનમાં મનની મુખ્યતા છે તે મન જડ માયામાં વારંવાર દોડાદોડ કરે છે ત્યાંથી પાછું ખેંચી લાવીને આત્મામાં એકાગ્ર કવાથીઆત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણમાં જોડી દેવાથી કર્મની નિર્જરા થાય છે.
બાહ્ય પરિચહ ધન, ધાન્ય, સ્ત્રી, પુત્રાદિ અને અત્યંતર પરિગ્રહ રાગદ્વેષાદિ આ બંને પ્રકારની ગ્રંથીને ત્યાગ કરનાર, લોકાચારથી પરા મુખ થનારલોકાચારની દરકાર નહિ કરનાર, ઇન્દ્રિયને વશ કરનાર અને મનને સંક૯પવિકપના વ્યાપાર રહિત બનાવનાર સર્વ કમને ધોઈ નાખે છે.
For Private And Personal Use Only