________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મત.
૧૮૯
કરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિઓની વિષમતા, પાંચ ઇંદ્રિયજન્ય વિષયના વિકસપણાને વિચાર કરવા, તે પછી આ સંસારના સુખને અને આત્માની શાન્તિને મુકાબલે-સરખામણી કરી જેવી તેથી સંસારની અસારતા સમજાયા વિના રહેશે નહિ.
આ પ્રમાણે પદ્રવ્યના પ્રસંગને દૂર કરનાર યોગી ઇન્દ્રિયના સમૂહને અત્યંત ચપળ જાણીને અંતર્મુખ દષ્ટિ કરી, નિર્મળ જ્ઞાન, દર્શન, ચારિત્ર વિભાવવાળા આત્માનું ધ્યાન કરી, કર્મોની નિર્જરા કરી, નિત્ય તિસ્વરૂપ નિરુપમ પદને પ્રાપ્ત થાય છે.
મેલ–-બંધના કારણે બંધ થતાં આવતા કર્મો સર્વથા બંધ થાય છે અને નિર્જરાવ પૂર્વના બાંધેલા કમ આત્માથી સદાને માટે અલગ થાય છે તે સ્થિતિને મોક્ષ કહે છે. આ મોક્ષમાં સદાને માટે જ્ઞાનનો પ્રકાશ પ્રકાશ જ રહે છે અને જન્મ-મરણ સદાને માટે બંધ થાય છે.
આત્માને દેશકાળાદિ પ્રતિબંધક નથી–જેમ સૂર્યને પ્રકાશ કરવામાં પ્રતિબંધરૂપે વાદળોનો સમુહ છે પણ દેશકાળાદિ પ્રતિબંધક નથી તેમ વિશ્વના સર્વ પદાર્થોને આત્મા જાણી શકે છે, તેમાં દેશકાળાદિ પ્રતિબંધક નથી પણ જ્ઞાનાવરણીય કર્મ છે તે જ પ્રતિબંધક છે. આત્મા અને કર્મને અભેદ સંબંધ નથી પણ સંયોગ સંબંધ છે તેથી જ ક આત્માથી દૂર થઈ શકે છે.
પ્રયત્ન વિના મુક્ત ન થવાય–જેમ કેદખાનામાં પડેલે અપરાધી મનુષ્ય પુરુષાર્થરૂપ ઉપાય કર્યા વિના મુક્ત થતા નથી તેમ વિવિધ પ્રકારના જડ ચૈતન્યના–બંધ મેક્ષના જ્ઞાનને જાણવા છતાં તેના નિવારણ માટે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વર્તન કરવારૂપ ઉપાયે કર્યા વિના કર્મથી બંધાયેલ આત્મા મુક્ત થઈ શકતો નથી, પણ જે મનુષ્ય આત્મા અને કર્મના ભિન્ન ભિન્ન લક્ષણો વડે બનેના ભેદને સમજીને શુદ્ધ આત્મતત્વમાં સ્થિરતા કરવારૂપ સદુપાય કરે છે તે આત્મા કર્મોથી મુક્ત થાય છે. આ ઉપરથી એ વાત સ્પષ્ટ થઈ કે-કર્મોથી મુક્ત થવાને ઉપાય કેવળ જ્ઞાન જ નથી પણ જ્ઞાનની સાથે આત્મામાં પરિણમી રહેવારૂપ ક્રિયા પણ છે કે જે બંધનથી મુક્ત થવાનો ઉત્તમોત્તમ ઉપાય છે.
ધ્યાનનું ફળ–પૂર્ણ પરમાત્મસ્વરૂપની-પરબ્રહ્મની પ્રાપ્તિ થવી તે ધ્યાનનું ખ્ય ફળ છે. આ ફળ એકાંતિક છે. તેમાં અપવાદ નથી તેમજ તે આત્મગમ્ય છે. તે અનુત્તર ફળ છે. તેનાથી આગળ બીજું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા ભાગ્ય રહેતું નથી માટે બુદ્ધિમાને એ વાદ-પ્રતિવાદ આદિ વાસનાઓનો ત્યાગ કરી
For Private And Personal Use Only