Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવ ધર્મ. ર૩૭ આ મને ઓળખતે જ નથી ? ” એવી ભ્રાંતિથી શુદ્ધબુદ્ધિ છે કે-“હે મિત્ર! તારા ચિત્તમાં ભ્રમ થયે છે કે શું ? શું તું મને ઓળખતા જ નથી?” નિત્યમિવ બોલ્યા કે-“હા, મેં તને ઓળખ્યા, તે રાજવિરૂદ્ધ કાંઈ કાર્ય કર્યું છે, અને તેથી ન્યાવિત ઉગ્રશાસન રાજાએ તારે નિગ્રહ કર્યો છે, તેથી રાજવિરોધી એવા તારું મારે કાંઈ કામ નથી. ન્યાયની રીતે કહીએ તે તે કરેલા કાર્યના ફળરૂપ નિગ્રહને તું એકલેજ સહન કર.” શુદ્ધબુદ્ધિ બે કે-“હે મિત્ર! મેં નિરંતર તારે વાતેજ અકાર્ય કર્યું છે, અને તારાપરજ ઉપકાર કર્યો છે. અરે ! તે સર્વે ઉપકારને તું ભૂલી ગયો?” તે સાંભળીને અત્યંત વિધુર થયેલ નિત્યમિત્ર ક્રોધથી બે કે “ના, ના, હે નિર્લજજ! શું બબડે છે? મારે માટે તે શું કર્યું છે? જેમ જેમ હું તારું આપેલું ખાતે, તેમ તેમ તે પ્રસન્ન થતું હતું, તેથી તે તારે માટે જ બધું કર્યું છે, કાંઈ મારે માટે કર્યું નથી. હે મિથ્યાભાષી! રાજા સાથે વિરોધ કરનારા એવા તારૂં મારે કાંઈ પણ પ્રયેાજન નથી, માટે તું મારૂં પડખું મુકી દે.” એ રીતે તેને તિરસ્કાર કરીને ઉલટે તે તે તેને ગળે પડે. ઉગ્રશાસન રાજાએ રૂંધેલા શુદ્ધબુદ્ધિને સાંભળીને તેને પર્વ મિત્ર તત્કાળ ત્યાં આવ્યા. નિત્યમિત્રથી નિરાશ થયેલા અને હવે મારે શું કરવું?” તેવા વિચારથી મૂઢ બનેલા શુદ્ધબુદ્ધિએ જળથી ભીંજાયેલા દીન ચક્ષુવડે પર્વમિત્ર સામું જોયું. એટલે તેણે કહ્યું કે “હે મિત્ર! તને શું થયું છે? મારું સર્વસ્વ આપીને અથવા તારા દુઃખમાં મને નાંખીને કોઈ પણ પ્રકારે તું છૂટ.” સચિવનું દુઃખ જોઈને જેના બન્ને નેત્રોમાંથી જળધારા વહેતી હતી એવા પર્વમિત્રની આવી વાણી સાંભળીને શુદ્ધમતિ મનમાં વિચાર કરવા લાગ્યું કે–“મને ધિક્કાર છે કે મેં પુષ્કળ દ્રવ્યને વ્યય કરીને પુરૂષાશ્રય (નિત્યમિત્ર) નું નિરંતર પિષણ કર્યું, અને આ કૃતજ્ઞ (પમિત્ર) નું કવચિત જ પિષણ કર્યું. આ પ્રમાણે તે વિચારતું હતું, તેવામાં તે નિત્યમિત્રે તે શુદ્ધમતિને પકડીને તત્કાળ પિતાથી જૂદે કર્યો. તે વખતે “અરે! એને ન લઈ જાઓ, એને બદલે મને લઈ જાઓ, એમ પર્વ મિત્રે વારંવાર આકંદ કર્યા છતાં પણ રાજસેવકોએ તો તે શુદ્ધબુદ્ધિને જ પકડી લીધે. પછી રાજસેવકોએ તેને જોરથી ખેંચે, તે વખતે પમિત્રને અત્યંત દુઃખ લાગ્યું અને નિત્યમિત્ર તો કન્યાના લગ્ન કરીને સ્વસ્થ થયેલાની જેમ ચિરકાળની નિદ્રામાં સુતે. પછી જસેવકે શુદ્ધબુદ્ધિને બાર સૂર્યની કાંતિના સમહ જેવા, ઉગ્ર અગ્નિએ ફરોને જેને મધ્યભાગ દેદીપ્યમાન છે એવા કૂપની પાસે લઈ ગયા. તે વખતે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36