________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
જૈન ધર્મ પ્રકાશ.
અરે રે! આ કૂપમાં મને આ દુચિત્તવાળા સેવક નાંખી દેશે, તે તેમાં મારી શી દશા થશે?” એમ ધારી કંપાયમાન થેયેલા તે શુદ્ધબુદ્ધિને વિચાર થયે કેમને વિશ્વહિતે કહ્યું હતું કે-જ્યારે તું દુઃખમાં પડીશ, ત્યારે સિદ્ધ સર્વગામી લેકનાથ તારું રક્ષણ કરશે. આજે મને તે અતિ ભયંકર દુષ્ટ કાળ પ્રાપ્ત થયેલ છે, માટે હવે તે તે શ્રીમાન દયાસાગર (પ્રણામમિત્ર)નું જ મને શરણ થાઓ.” આ પ્રમાણે તે વિચાર કરે છે તેવામાં તેણે દેદીપ્યમાન સુંદર તેજવાળા અને મહાબળવાન કેટલાક પુરૂને ઉત્તર દિશામાંથી આવતા જોયા. તે પુરૂએ પિતાના કૃ ઉદરને બાંધેલા હતા, હીરના વસ્ત્રો પહેરેલાં હતાં, કત વામય દંડો ધારણ કરવાથી તેમના હાથ ઉગ્ર દેખાતા હતા, તેમનાં હૃદય અતિ વિશાળ (પહેલા) હતાં, નેત્રે પ્રફુલ્લિત હતાં, શરીરે દીપ્તિમાન હતાં, તથા તેઓના મસ્તકના કેશે મુક્તાફળની માળાઓથી અલંકૃત હતા. તે પુરૂએ પિલા રાજસેવકને કહ્યું કે “અરે મદોન્મત્તા! આ શુદ્ધબુદ્ધિને મકી દે, અથવા આયુધને ધારણ કરે” તે સાંભળીને તે રાજસેવકે યુદ્ધ કરવા તૈયાર થયા. પછી તેઓનું અત્યંત ઉડાડેલી ધુળથી અંધકારવાળું અને જગજનના ચિત્તને કંપાવનારૂં મેટું યુદ્ધ થયું તેમાં તે મહાપુરૂએ ઉચે રહેલા લેકેના દેખતાં કઠણ આયુધવાળા તે રાજપુરૂને અત્યંત પ્રહાર કર્યા, ત્રાસ પમાડ્યો, પાડી નાંખ્યા, ચુંદી નાંખ્યા, પરાજિત કર્યા, અને છેવટે મારી નાંખ્યા. પછી તેઓએ વિજ્યનૃત્ય કર્યું. ત્યાર પછી “ તમારે પ્રણામમિત્ર લેકનાથ તમને બોલાવે છે” એમ કહીને તેઓ તે શુદ્ધબુદ્ધિને હાથવડે કૂવામાંથી બહાર કાઢી સાથે લઈને ચાલ્યા.
તેમની સાથે ચાલતાં આનંદ પામેલા શુદ્ધબુદ્ધિએ વિવેક સહિત દષ્ટિએ જોતાં એક મહાન આલય જોયું. તે પ્રાસાદના શિખર આકાશ સુધી પહોંચેલા હતા, તેના સર્વ વિભાગે અનુપમ ઉલાસવાળ કલ્યાણકારી અને સુંદર હતા, તેના શિખર ઉપર મુક્તાવલીનું વલય વીંટેલું હોવાથી તે આલય અતિ સુંદર લાગતું હતું, પિતાની વિશાળતાએ કરીને તેણે બધી દિશાઓને ઘણે ભાગ પૂર્ણ કર્યો હતે, તથા અરે, રથે, અને હસ્તિઓ વડે તેનું આંગણું શોભતું હતું. તે આલયમાં અતિ હર્ષ પૂર્વક શુદ્ધબુદ્ધિએ પ્રવેશ કર્યો, તે ત્યાં કોઈ ઠેકાણે મૃગ સરખા નેત્રવાળી સ્ત્રીઓના શૃંગારે કરીને નેત્રને ઉત્સવ થતા હતો, કોઈ ઠેકાણે ગીત રૂપી અમૃતની નદીને ઉતરવા માટે કર્ણની ચપળતા વતી હતી, કેઈ ઠેકાણે મોટા ઉદ્યાનોની સુગંધીથી નાસિકાને ઉલ્લાસ તે હતો, કઈ ઠેકાણે સેંકડો જાતિના ઉત્તમ ભેજને જોવાથી જિવાને અગ્રભાગ
For Private And Personal Use Only