________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય-પંચમ સૌજન્ય.
રપર કન્યાઓને માટે વપરાતાં સાંભળ્યા છે. તેવી જ રીતે તેની ગતિ, ચાલાકી, વચનેરચ્ચાર, વર્ણ, રંગ, અભ્યાસ, વય, કુળ, વર્તન વિગેરે વિગેરે અનેક બાબતમાં ઈરાદા પૂર્વક અસત્ય બેલી વેવિશાળ કરનાર ભવિષ્યના વરના પક્ષવાળાને છેતર વાની અનેક પ્રકારની જાળ પાથરવામાં આવે છે. તેને “કન્યાલીક' કહેવામાં આવે છે. કન્યાલીક શબ્દમાં દ્વીપદ સંબંધી સર્વ પ્રકારના અસત્યને સમાવેશ કરવાનો આદેશ છે. પરંતુ એમાં પ્રાધાન્ય કન્યાના વિષયને છે, એનું કારણ એના પ્રસગે બહુ આવે છે અને એનાં પરિણામ લાંબા વખત સુધી ચાલનાર અને બહુ વ્યાઘાત કરનાર અને કેટલીકવાર બહુ ભયંકર થઈ પડે છે, તે છે. તે કારણસર એને મટકું જુદું કહેવામાં આવે છે.
“ગવાલિક” આ મોટા જુઠાને બીજો પ્રકાર છે. જનાવર ઓછું દૂધ કરતું હોય તેને રાગે કરીને વધારે દૂધ કરનાર જણાવવું અથવા ષથી એથી ઉલટું જણાવવું એ ગવાલિક છે. આ અને હવે પછીનું અલિક મેટું શા માટે ગણવામાં આવ્યું છે તે શહેરના રહેવાસી કરતાં ગામડાના રહેવાસી જલદી સમજી શકશે. એ તેઓને દરરેજના અનુભવને વિષય છે. ત્રીજું ભમ્મલિક તે જમીન સંબંધી અસત્ય બોલવું. રસાળ ભૂમિને ઉષર ભૂમિ કહેવી, વેરાન જમીનને ફળ કુપ કહેવી, એની લંબાઈ પહોળાઈ ક્ષેત્રફળ ખોટાં કહેવાં વિગેરેને આમાં સમાવેશ થાય છે. ઉપર જણાવ્યું તેમ કન્યાલિકામાં સર્વ દ્વીપદ સંબંધી અસત્યને સમાવેશ કર, ગવાલિકમાં સર્વ ચતુષ્પદ સંબંધી અસત્યને સમાવેશ કરે અને ભૂમ્પલિકમાં સર્વ પ્રકારના ધનને લગતાં અસત્યને સમાવેશ કરે. અત્રે જે શબ્દ મૂક્યા છે તે તે વર્ગની અમુક વ્યક્તિઓની મુખ્યતા બતાવવા માટે મૂકેલા છે.
થાપણુમે એ ચોથું મટકું જુઠું છે. વિશ્વાસથી કોઈ માણસ પરદેશ જતી વખત ઘરેણું મૂકી જાય, રોકડ મૂકી જાય અથવા બીજી વસ્તુ મુકી જાય ત્યારે સાક્ષી રાખે નહિ, એવાને વિશ્વાસઘાત કરે, એ વસ્તુઓ પાછી લેવા આવે ત્યારે અસત્ય બેલી તે મુકી ગયેલ વાતની ઈનકારી કરવી એ ચતુર્થ મહા અસત્ય છે. “ફડીસાક્ષી” એ પાંચમું મે અસત્ય છે. પિતાને કેસ સાચે કરવા માટે પિતે ન્યાય દરબારમાં અસત્ય સાક્ષી સેગનપર આપવી અથવા બીજા ખોટા સાક્ષીઓ ઉભા કરવા એ મહાન અસત્ય છે. રાગથી કે દ્વેષથી જુઠી સાક્ષી પુરવાના
૧ આ અસત્ય બીજા પાપસ્થાનક ચેરી) માં પણ સમાય છે, માત્ર શબ્દથી ના પાડવી એટલા અંશને આમાં સમાસ છે.
For Private And Personal Use Only