________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ય-પંચમ જન્ય.
૫૩ વધે છે, યશથી કીર્તિ પ્રસરે છે, કીર્તિથી કપ્રિય થવાય છે અને લોકપ્રિય થવાથી સ્વાર્થ સાધી શકાય છે, પૈસા પેદા કરાય છે અને એગ્ય સાધન પ્રાપ્ત કરી શકાય છે.
સવ વચનથી આવી રીતે વ્યવહારૂ રીતે વ્યાપારમાં લાભ થાય છે, તેવી જ રીતે બીજી ગમે તે વ્યવહારની પ્રવૃત્તિમાં પણ સંખ્યાબંધ લાભ થાય છે. એક વકીલ હોય તે સત્યજ સલાહ આપે છે એ વિચાર કેમાં દઢ છપાઈ ગયા પછી તેને કામ કરવાની પણ ફુરસદ ન મળે એટલે લાભ થાય છે. એમાં ધીરજ અને વખતને જ સવાલ બાકી રહે છે, પરિણામે તેને લાભ થવામાં શંકા રહેતી નથી. રાજ્યદ્વારી પુરૂ, મુત્સદીઓ અને કારભારીઓના સંબંધમાં પણ તેજ પ્રકારે સમજી લેવું. જેઓ ફટ નીતિને આશ્રય કરનાર હોય છે તેઓના સીધા થવહાર કે વચન પર પણ અનેક કલ્પનાઓ કરવાનું કારણ બને છે, જ્યારે સરલ પ્રકૃતિના નમ્ર રાજ્યદ્વારીઓના સંબંધમાં મનમાં કિંચિત્ પણ ભય રહેતો નથી અને તેઓ ઘણા સુકૃત્ય કરી જાય છે, કરી શકાય તેવી સ્થિતિમાં મૂકાય છે અને વગર શંકાએ લેકે તેનામાં વિશ્વાસ મૂકી તેના વચનપર વિશ્વાસ રાખે છે. આવી રીતે કોઈપણ વ્યવહારની પ્રવૃત્તિ પર વિચાર કરતાં જણાશે કે સત્ય વચનથી આ ભવમાં પણ અનેક પ્રકારના લાભ થાય છે. સામાન્ય બુદ્ધિએ પણ એ લાભ એટલા બધા જણાશે કે પરભવના સંબંધમાં જેના વિચારે પરિપકવ થયેલા ન હોય તે પણ કાંઈ નહિ તે અિહિક હિત ખાતર પણ સત્ય વચચ્ચારની મહત્વતા સમજી શકશે. સત્ય વચનથી અત્ર બહુ રડ્યૂલ લાભે બતાવ્યા તે ઉપરાંત તે બીજા ઘણા પ્રકારના લાભ છે જેપર સમગ્ર રીતે આપણે આગળ વિચાર કરશું. હાલ વચન બોલવામાં કેટલી જાતની દષ્ટિ રાખવી તે પર ધ્યાન આપીએ. - સત્ય વચન બોલવાનો નિર્ણય કરે તેમાં પછી કાંઈગેટા વાળવા ન જોઈએ. આને માટે ત્રણ સૂત્ર ધ્યાનમાં રાખવા ગ્ય છે. “સત્ય બોલે, પૂરૂં સત્ય બોલે અને સત્ય સિવાય કાંઈપણ બેલ નહિ.” આ વિચારવા યોગ્ય વિષય છે. ઘણી વ. ખતે જેટલું વચન બોલાય છે તેટલું તે સત્ય હોય છે પણ તે પૂરું સત્ય હેતુ નથી અથવા તે એવી પરિભાષામાં રચવામાં આવ્યું હોય છે કે બોલનાર જેટલું બેલે તેટલું સત્ય હોય પણ તેના પરથી જે અનુમાન દેરવાનું હોય તે પ્રગટ અસત્ય હોય અને બોલનાર તે જાણતા પણ હોય કે સામે માણસ તેને અસત્ય રીતે સમજશે. એક માણસને પચીશ રૂપિયાનો ખપ હોય, તમારે તેને તે આપવા ન હોય, તે તમને આવીને પૂછે કે “તમારી પાસે પચીશ રૂપિયા છે? ... તમારા ખીસામાં
For Private And Personal Use Only