Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાઈ ધમ. ૨૪૩ ત્યાર પછી રામ રાજા પિતાની પ્રિયા સહિત દરરોજ વિધિ પ્રમાણે પંચનમસ્કાર મંત્રનું ધ્યાન કરવા લાગ્યા, તેથી તેના દેશમાં સમય પ્રમાણે વૃષ્ટિ થવા લાગી. આખો દેશ રેગ રહિત, ઉપદ્રવ રહિત અને સરસ અન્નથી ભરપૂર થયે. ગાયના ઉધથી પુવારાની જેમ ઝરતા દૂધવડે જાણે તેના વેત યશ હોય તેમ પૃથ્વી શોભવા લાગી. તેના દેશ માંહેના સર્વ પર્વતમાં મણિઓની ખાણ પ્રગટ થઈ, અને સર્વ અરમાં મદોન્મત્ત હાથીઓ ઉત્પન્ન થયા. આ પ્રમાણે સમગ્ર દેશ મહથિી વૃદ્ધિ પામે. અન્યદા રાત્રિના પાછલે પહેરે જાગૃત થયેલો રાજા વિચારવા લાગ્યો કે– અહો! પરમેષ્ટિ મંત્રનું કેવું મહાઓ છે કે જેના પ્રસાદથી મારું રાજ્ય અતિ મનેહર અને ઈન્દ્રને પણ પૃહા કરવા લાયક થયું ! પરંતુ હજુ સુધી ક્ષીરસાગરને ચંદ્ર આનંદ આપે તેમ મારા નેત્રને આનંદના સ્થાન રૂપ પુત્ર મને પ્રાપ્ત થયો નહીં.” આ પ્રમાણે રાજા વિચાર કરે છે તેવામાં તત્કાળ નિદ્રા રહિત થયેલી તેની રાણીએ હર્ષના ઉલાસની સંપત્તિ વડે મહુર થઈ સતી તેની પાસે આવી વિજ્ઞપ્તિ કરી કે – હે પ્રિય! લોકેએ અજળી વડે પીવાતા અમૃત સમૂહને વરસાવતે, નિર્મળ કિરણોએ કરીને મલિન કલંકને દૂર કરો. અને યોગીંદ્રાએ પણ અપેક્ષા સહીત જેવાતે ચંદ્ર મારા મુખમાં પ્રવેશ કરીને મારા ઉદરમાં રહ્યા, એમ મેં હમણાજ સ્વમમાં દીઠું છે.” આ પ્રમાણે અદ્દભુત સ્વપ્નની અમૃત સમાન કથાનું શ્રવણ કરીને રોમાંચિત થયેલે રાજા મુખકમળમાંથી નીકળતી મકરંદ જેવી વાણી વડે બે કે-“હે દેવી! કલંક રહિત કળાથી શોભત, ધર્માત્મા, મધુર આકૃતિવાળા અને જગતના જીવનરૂપ એ તારે પુત્ર થશે.” તે સાંભળી “બહુ સારૂ” એમ કહીને રાણીએ પોતાના વસ્ત્રને છેડે ગાંઠ વાળી. તેવામાં બહાર પ્રાતઃકાળને જણાવનારે શબને. મંગળ દવની થયે. તે વખતે ઉત્પન્ન થયેલા હર્ષથી વાસિત થયેલે રાજા પ્રિયા સહિત એક ક્ષણવાર નમસ્કાર મ ના ધ્યાનમાં મગ્ન ચિત્તવાળે થઈને રહ્યા. ત્યાર પછી નમસ્કાર મંત્રની આરાધનામાં વિશેષ આદરવાળા થયેલા તે દંપતી દુખ માત્રને શમાવી દઈને દિવસેને નિર્ગમન કરવા લાગ્યા. ગર્ભ સ્થિતિ પૂર્ણ થયે જયાવળી રાણીએ શુભ દિવસે પૂર્ણ ચંદ્ર સમાન મુખવાળો અને શુભ લક્ષણવાળા પુત્ર પ્રસવ્યો. રાજાને જે જે માણસ પુત્રજન્મની વધામણી કહેતા હતા તેને અધિક આનંદવાળો રાજા અધિક અધિક ઇનામ આપતું હતું. રાજાને ત્યાં પુત્ર જન્મ થયો તે વખતે બંધનથી મુક્ત કરેલા તેના શત્રુઓને પણ ચિત્તમાં હર્ષ થવાથી ઉસવ થયે. આ પુત્ર ગર્ભમાં આવ્યું ત્યારે તેની માતાએ પોતાના મુખમાં ચંદ્ર પ્ર. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36