Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મચર્ય. ૨૪૫ શસ્ત્ર આ કટાક્ષથી હણાએલ ચિત્તવાળો ભાગ્યેજ આત્મિક ઉન્નતિ કરી શકે છે. કામને જ સર્વ અનર્થોનું મૂળ ગણવામાં આવે છે. તેને જીતનારાને જ જીતેન્દ્રિય કહી શકાય છે. કાગવેજ હજારો મોટામેટા તપરિવઓના તપને નાશ કર્યો છે. ઘણજ ખુબીથી કટાક્ષ કરતાં વકૅકિતમાં ભર્તુહરી કામદેવને સર્વ દેવને દેવ ગણી નીચે પ્રમાણે નમસ્કાર કરે છે. शंतु स्वयंन्तु हरयो हरिणेक्षणानां, येनाक्रियंत सततं गृहकुंनदासाः। वाचामगोचरचरित्रविचित्रताय, तस्मै नमो नगवते कुसुमायुधाय।। “જે લાગવાન કુસુમાયુધ (કામદેવ) ના પ્રભાવથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર જેવા જગતના ત્રણ અધિણિત દેવતાઓ પણ કામિનીના દાસ થઈ ગયા છે અને જેનું વિચિત્ર ચરિત્ર વાણીથી વદી શકાતું નથી તેવા ભગવાન કુસુમાયુધને હું નમકાર કરૂં છું.” ખરી રીતે જોતાં તે વ્યવહારિક વિષયમાં કુશળ, સંસારને પૂર્ણ અનુભવી રાજર્ષિ ભર્તુહરી કામદેવ તરફ ધિક્કારની નજરથીજ જુએ છે. તે શતકના મંગળાચ૨ બાદ પહેલાજ લેકમાં કહે છે કેयां चिन्तयामि सततं मयि सा विरक्ता, साप्यन्यमिच्छति जनं सजनोऽन्यसक्तः । अस्मत्कृते च परितुष्यति काचिदन्या, धिक तां च तं च मदनं च इमां च मां च ॥ જે આનું હું નિરંતર ચિત્વન કરું છું તે મારા તરફના તેના પ્રેમથી વિરક્ત છે અને પરપુરૂષની ઈચ્છા રાખે છે, તે પુરૂષ બીજી સ્ત્રીમાં મગ્ન છે અને તેજ પ્રમાણે અન્ય સ્ત્રી મારા ઉપર આસક્ત છે. (આ ઉપરથી) મહારા ઉપર આસક્ત છે તે સ્ત્રીને, તે પર પુરૂષને, મદનને, આ સ્ત્રીને (પાંગળાને) તેમજ મને પિતાને પણ ધિક્કાર છે.” આવી રીતે કામદેવ તરફ ધિક્કાર ઉત્પન્ન થતાંજ મહાન રાજભવના ધણી ભર્તૃહરીની વિરાગ્યવૃત્તિ રે છે અને તે શતક ચતુષ્ટય રૂપ ઉપદેશક ગ્રન્થમાં પિતાને જાત અનુભવનું સંપૂ ર્ણ અને યથાર્થ ચિત્ર ઘણી જ અસરકારક રીતે રજુ કરે છે. તેણે બનાવેલા ચાર શતક વકીના ત્રણ શતકને અભ્યાસ તે એટલો બધે સામાન્ય થઈ પડ્યા છે કે સુશિક્ષિત વર્ગ ભાગ્યેજ તેનાથી અજાણ્યું હશે. આ શતકને અભ્યાસ કરી સારગ્રાહી બુદ્ધિથી ઉચ્ચ નિતિક વર્તન રાખી. વિરાગ્ય ભાવ આણવાની જરૂર છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36