Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનસાર સૂત્ર વિવરણ વિષમી છે કે તેમાં ભલા ભલા પણ ભુલા ખાઈને સપડાઈ જાય છે, માટે જ તેથી વધારે સાવચેત રહેવા ફરમાવ્યું છે. “જેમ જેમ સંતેષરૂપી લગામવડે ઇદ્રિ રૂપી અને વશ રાખવામાં આવશે તેમ તેમ તે અત્યંત ફાયદાકારક નીવડશે.” મન વચન અને કાયાના યોગને જો સારી રીતે નિયમિત કરવામાં આવશે તે તે ગુણકારી થતા જશે, અને જે તેમને અનિયમિત રાખવામાં આવશે તે તે મદે. મત્ત હાથીની પેરે શીલવનને વિનાશ કરશે.” એમ સમજીને-નિરધારીને જે ભવ્ય જન પિતાના મન વચન અને કાયાને સુનિયંત્રિત કરવાને ઉજમાળ થશે તે અવશ્ય પિતાના પ્રયત્નના પ્રમાણમાં તેનાં મીઠાં ફળ મેળવી શકશે. શાસ્ત્રકાર પણ સંક્ષેપમાં એમજ ફરમાવે છે કે जह जह दासा विरमइ, जह जह विसयेहिं होइ वेरगं । तह तह विनायव्वं, आसन्नं सेय परमपयं ॥ જેમ જેમ જીવના રાગાદિક દે દૂર થાય અને જેમ જેમ વિષયેથી વૈરાગ્ય જાગે-વિષયવાસના ઓછી થતી જાય તેમ તેમ તેને પરમપદ-મક્ષપદ નજીક છે એમ સમજી લેવું.” આ સર્વ પ્રસંગોપાત આત્માથી જ એ અવશ્ય લક્ષમાં રાખવા લાયક હિતેપદેશ આપીને પ્રસ્તુત અષ્ટકને ઉપસંહાર કરતા સતા શાસ્ત્રકા૨ જણાવે છે કે અનેક રીતે ઉપદ્રવ કરનારી એવી ઈદ્રિયોથી જે પરાભવને પામ્યા નથી તે ખરેખર ધીર પુરૂષ છે અને તેજ ધન્યવાદને પાત્ર છે. विवेकद्वीपइर्यक्षः, समाधिधनतस्करः।। इंद्रियन जितो योऽसौ, धीराणां धुरि गण्यते ॥ ८ ॥ ભાવાર્થવિવેકરૂપી હતીને હણી નાખવાને કેશરીસિંહ જેવી અને સમાધિરૂપી આત્મ ધનને હરી જવાને ચેર જેવી ઈદ્રિવડે જે છતા નથી તે પુરૂષ ધીર પુરૂમાં પણ ધીર છે, અર્થાત્ તેજ સર્વોત્કૃષ્ટ ધીર પુરૂષ છે. વિવેચન-મનહર શખ રૂ૫ રસ ગંધ અને સ્પર્શરૂપ પાંચે ઈદ્રિયોના અનુકુળ વિષે જ્યાં સુધી ઉપસ્થિત થયા હોતા નથી ત્યાં સુધી મુગ્ધ જનો વિવેકની મિટી મેરી વાતો કરે છે. જ્યારે તે અનુકૂળ વિષયો ઉપસ્થિત થાય છે ત્યારે તેથી પ્રદીપ્ત થતી વિષયવાસનાવંડે. વિવેક ક્યાંય વિલય પામી જાય છે. માટે ઈદ્રિયોને અથવા વિષયરોગને કેશરીની ઉપમા આપવામાં આવી છે, અને બીજી ઉપમા ત સ્કર (ચેર)ની આપવામાં આવી છે. ચોરનો સ્વભાવ છૂપી રીતે સામાનું સર્વસ્વ - રી લેવાનું હોય છે, તેમ ઈદ્રિયોન-ઈદ્રિયોના રાગાદિ વિકારેને સ્વભાવ સમાધિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36