________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મિક પ્રભાત, કર્યા પછી દિવસની આખરે ઘરને ઘેરજ રહે છે. આથી કોઈ વિરલ પ્રાણ આત્માનુ ભવનો રસ ચાખી તેને નિરંતર પીવા માટે પ્રયાસ કરે છે, અને તે પ્રયાસમાં જે લાગ્યા રહે છે તે આત્માની અવિચળ કળાને પ્રાપ્ત કરી શકે છે. માર્ગ અનુકૂળ છે, પસંદ આવે તે છે, આનંદમય છે, વિકસ્વર છે, બધેલ છે, શિતળ પવનની લ હેરવાળે છે. લીલી વૃક્ષઘટાથી આકર્ષક છે પણ તે પ્રાપ્ત કરવા પહેલાં અને તેને જેવા પહેલાં બહુ લાંબી મુસાફરી કરવી પડે છે, અને રસ્તામાં ઘણા ઠગે બેઠા છે તેના પ્રપંચમાં ફસાઈ જઈ પ્રાણી સરળ માર્ગને બદલે વિકટ માર્ગ તરફ જાય છે અને પછી ઝાડીમાં અટવાયા કરે છે, કઈ કઈ વાર બહુ દૂર પ્રકાશ નજરે પડે છે ત્યારે તે તેજનાં વખાણ કરી આ જીવ બેસી રહે છે. પણ તે કયાં છે? કયે માગે તે તરફ જવાય છે? અને ઝાડીમાંથી નીકળી તે માર્ગ કયારે પ્રાપ્ત થાય, કોને પ્રાપ્ત થાય તે વિચારતે નથી. કોઈ સમજાવવા આવે તે સાંભળીને હર્ષ પામે છે, અને પાછે સુસ્ત થઈ બેસી રહે છે, અને કદાચ જરા પ્રયાસ કરે છે તે તેને છેતરનારા ઠગે તેને રસ્તામાં ફસાવી દે છે. આ પ્રપંચી ઠગોની જાળમાં ન ફસાતાં જે પ્રાણી દ4 નિશ્ચયથી અવિચળ કળામય, મહાતેજોમય, અકળ પ્રકાશને પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે તે જરૂર તેને પ્રાપ્ત કરી શકે છે, પણ તેમ કરનારા બહુ વિરલા હોય છે. લાંબી નજરથી જોનાર અલપ હોય છે, તાત્કાલિક સુખમાં લગ્ન થઈ ભવિષ્યના નિરંતર સુખ તરફ ઉપેક્ષા કરનારા બહુ હોય છે, તેથી પણ વધારે તે સુખ દુઃખ શું છે તેને 'ખ્યાલ પણ નહીં ધરાવનારા હોય છે.
આનંદઘનજી મહારાજ તેથી જ ઉપદેશ આપે છે કે તારે દરેકે દરેક સેકન્ડને ઉપયોગ કરે, બાહા વતુપરની પ્રીતિ છેડી દેવી, અકળ કળા પ્રગટ કરવા નિશ્ચય કરે, સુખદુઃખનું સ્વરૂપ સમજવું, સમજવામાં પરિસમાપ્તિ ન માનવી, આમ વિચારણા કરવી. આત્માનુભવ રસ પીવે અને તેની અવિચળ કળાને પ્રાપ્ત કરવાને માર્ગ જોઈ, ધી, તે મા લાગી જવું.
યુવક વિચારજાગૃતિમાં છે. તેને આનંદઘનજીના તદ્દન સાદા દેખાતા પદમાં અપૂર્વ ચમત્કાર જણાયે. વિદ્વાન પાસે હજુ તેને ભાવ વિચારવા એગ્ય છે એમ તેને જણાવ્યું. એવામાં તેને કોઈએ હાક મારી આંખ ઉઘાડી જોયું તે સૂર્યોદય થવાની તૈયારી હતી, સૃષ્ટિવ્યવહાર થોડે ઘણે શરૂ થઈ ગયું હતું. પ્રભુનામેચ્ચારણ કરી જાણે કોઈ માન સંપત્તિ પ્રાપ્ત કરી છે એવા ખ્યાલમાં લદબદ થયેલા આપણે યુવક પથારી માં થી ઉઠા, પણ તેનાં હૃદય અને કાનમાં સદરહુ પદને લય, અક્ષરવિન્ય સ અને અર્થચમત્કૃતિ ઉભરાતાં હતાં, પડઘા વારંવાર પાડતા હતા અને ગાન રેડતા હતા.
For Private And Personal Use Only