________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમિક પ્રભાત.
૮૫ તેના કરતાં કરોડગણે કલપ એટલે તને ખ્યાલ આવશે. વિષયસુખના આનદ કરતાં તે બીજા બહુ આનદ જગતુમાં પ્રાધાન્યપદ મેળવે છે, કારણ વિષયસુખમાં પાશવવૃત્તિ મુખ્ય હોય છે, જે મનુષ્ય કરતાં તિર્થીને વધારે છે. પણ ધન મેળવવામાં, કીર્તિ મેળવવામાં કે ઉપરઉપરના અભ્યાસમાં જે આનંદ આવે છે તેથી પણ અનંતગણે આનંદ અનુભવમાં આવે છે.
પણ બિચારા સંસારની માયામાં મુંઝાયેલા, મેહની કેફમાં પૂર્ણ થયેલા અને જંજાળમાં વટલાઈ ગયેલા તારા જેવા પ્રાણીઓને સ્વાનુભવને ખ્યાલ ન હોવાથી તે તે સંસારસુખને સુખ સમજે છે, તેને પ્રાપ્ત કરવા માટે મહા પુરૂષાર્થ કરે છે, અને તેની જરા જરા પ્રાપ્તિમાં આનંદ માની લે છે. એવું માની લીધેલે આનંદ પણ લાંબે વખત ચાલતું નથી, તેથી વળી જ્યારે ફટકે પડે છે ત્યારે આંખ ઉઘાડે છે, અને પિતાની મૂર્ખતા પર પસ્તા કરે છે, પણ પસ્તા કરવાને વખત એટલે મેડો પ્રાપ્ત થાય છે કે પછી સાચી બેટી કીર્તિના વમળમાં ફસાઈ સંસારગાડું ચલાવ્યા કરે છે, અને આખરે બાજી હારી જઈ, કાંઈ પણ મેળવ્યા વગર, કાંઈ પણ ભોગવ્યા વગર, કાંઈ પણ વધારે કર્યા વગર ખાલી હાથે ચાલ્યા જાય છે. સ્વપ્નના રાજ્યને સાચું માને છે, ધન સ્ત્રીને પિતાનાં માને છે, પચીશ પચાશ વર્ષ રહેવાની ધર્મશાળાને ઘરના ઘર માને છે, કીર્તિને માટે પ્રાણ આપે છે, અને એવી અંધ પરંપરામાં વમળ ખાઈ અટવાયા કરે છે, ગોળ ચકકર ફર્યા કરે છે અને છેવટે ચાલ્યા જાય છે. કેઈક જ વળી સંસારસ્થિતિ અનુકૂળ હોય તે દાન આપી ૫રોપકાર કરે છે, અને જરા ઉન્નત સંસાર પ્રાપ્ત કરી સેનાની બેડી વહોરી લે છે, મોટે ભાગે તે બાહ્ય દેખાવના ઉપરઉપરના વ્યવહારમાં કાળ નિર્ગમન કરી રખડ્યા કરે છે, અને માત આવે મરી જાય છે. આળસુ અને ઉદ્યાગી, ગરીબ અને ધનવાન, રાજા અને પ્રજા, રેગી અને નિરોગી, સર્વ નકામે વખત ગાળે છે, કેમ કરે છે તે ન કરવાના કરે છે, અને અવ્યવસ્થિત જીવનનો હેતુ કે સાધ્ય લયમાં રાખ્યા વગર આંટા મારે છે કે સુઈ રહે છે. આ સર્વનું ચિત્ર દોર્યું હોય તે નાટકે રજુ કરી શકાય; પણ તારા જેવામાં તે દરરોજ આવે છે. આખા દિવસ કે રાતમાં પાણી પીવાની ફુરસદ ન મેળવી શકનારા અને આખા દિવસથી રાત સુધીમાં ગંજીપે સોગઠાબાજી કે શેત્રંજ રમી જેમ તેમ કરી વખત પસાર કરવાની યુક્તિ કરનારા માણસને તું જે, જરા બરાબર વિચાર તે તને તુરત જણાશે કે ઘણાખરા સમ
જ્યા વગર દેવ્યા કરે છે. ક્યાં જાય છે? શા માટે જાય છે? તેને કોઈ પણ વિચાર કરતા નથી.
આ વસ્તુસ્થિતિ ઘણી ખરાબ છે, પસંદ આવે તેવી નથી, પણ જે છે તે તે છે, તું પણ દેડદોડ કરનારમાં એક છે. જે આનંદ સ્વાત્માનંદ અનુભવા
For Private And Personal Use Only