Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે ધર્મ પ્રકાશ. નંદની વાત કરી તે તે કઈ ભાગ્યશાળી માણસ પ્રાપ્ત કરવા પ્રગટ કરવા પ્રયાસ કરે છે, બાકી દુનિયાને મોટે ભાગે તો તદ્દન અર્થ અને હેતુ વગરની દિશામાં સાધ્યની સમજણ વગર આંટા માયા કરે છે. જ્યાં સુધી શરીરની સ્વસ્થતા હોય, શ. ક્તિ સારી હોય, મગજ કામ કરી શકે તેવી સ્થિતિમાં હોય અને ઇદ્વિરે કામ કરતી હોય ત્યાં સુધીમાં આત્મસ્વરૂપ વિચાર કરવાના પ્રસંગે શોધી લે, તું ગમે તે સ્થિતિ માં હો, પણ તારું લક્ષ્યસ્થાન ચુકીશ નહિ; તારૂં અસલ ક્ષેત્ર શું છે ? તું કેણ છે? કોને છે? એ વિચાર, અને વિચાર કરી બેસી રહે નહીં, વાત કરીને આનંદ માન નહિ, પણ હવે કાંઈક કર, આવી જોગવાઈ વારંવાર મળતી નથી. આત્માની અવિ. ચળ કળાને કોઈ વિરલ પ્રાણીજ મેળવી શકે છે, એ વાત તે જાણું તેથી હવે તારે શે નિશ્ચય થાય છે? તારે વિરલ પ્રાણીની કક્ષામાં ભળવું છે કે સંસારમાં સબડવું છે? ચેતન ! આટલું જાણવા છતાં પણ તને હજુ સંસારપર મોહમમત્વ એ છે થતો ન હોય તે તું વિચાર કર. તારી સ્થિતિ ભવિષ્યમાં શું થશે તે તરફ ધ્યાન આપ અને કાંઈક કર. વિચાર કરીને બર્ડ સારો વિચાર કર્યો એમ માની લેતાં લેખ વાંચીને સારે વિષય લખાય છે એમ ટીકા કરી સંપૂર્ણતા માનતાં કાંઈક વિચાર કર. છેવટે તું કોઈ આત્મિક કાર્ય કરવાના નિશ્ચયપર આવી શકતો નજ હોય તો છેવટે એટલે નિશ્ચય કર કે દરરોજ પ્રભાતે ઉઠી અરધે કલાક વિચાર કરે, આગલા દિવસના કાર્ય પર નિરીક્ષણ કરવું અને તે રમેલ બાજી માટે, લેલ વચન માટે અને ધારેલ જનાઓ માટે તુલના કરવી, તેમજ કર્તવ્યપણ વિગેરેને તેલ કરો. થયેલી ભૂલ માટે પસ્તા કરે અને ભવિષ્યમાં તેમ ન કરવાને દઢ નિશ્ચય કરે. પશ્ચાત્તાપ કરવામાં પણ દંભ કર નહિ, પણ સરળ ભાવે દઢ વિચાર અને સંકલપથી પ્રબળ ઈચ્છા પ્રગટ કરવી. આટલું કરવાથી ધીમે ધીમે તારૂં મને રાજ્ય એટલું દઢ થઈ જશે કે તારા આત્મનિરીક્ષણથી ધીમે ધીમે તું અવિચળ કળાને પ્રાપ્ત કરી શકીશ. શરત માત્ર એટલી છે કે તારે ચોક્કસ દરરોજ નિરીક્ષણ કરવું, સરલભાવે કરવું અને પરિસમાપ્તિ નિરીક્ષણમાં નથી પણ તે “અવિચળ કળા” પ્રાપ્ત કરવાનું સાધન માત્ર છે એટલી હકીકત ધ્યાનમાં રાખવી. ત્યારે આવી અપૂર્વ આનંદમય અવિચળ કળાને માટે ગુરુ મહારાજ એમ કેમ કહે છે કે કોઈ ભાગ્યવાનજ તે પામે છે? અહો ! હવે તેનું રહસ્ય સમજાય છે. સંસારી જીવોનો મોટો ભાગ તો અવિચળ કળાની હયાતિ પણ સમજતો નથી. થોડા સમજે છે તે તે તરફ દરકાર કરતા નથી. કેટલાક વાતો કરવામાંજ પર્ણ. નામાને છે, અને કેટલાક સાધનને જ સાધ્ય માની નિરંતર એક ગતિએ ચાલ્યા કરે છે; શુ તે વર્તુળમાંજ ઘાણીના બેલની પકે ચાલે છે, જેથી દશ બાર માઇલની મુસાફરી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36