Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૫ શ્રીમદ્ યશોવિજયજી અને તેમની જીવનકલા, મતાનુયાયીઓમાં વાસિતવિચારો પ્રબળ રીતે પ્રવેશતા હતા. આથી શ્રીમદ્ યશેવિજયજી અને વિનયવિજયજીએ જગુલાલ અને વિનયલાલ એવાં બનારસીવિપ્રનામે ધારણ કરી બ્રાહ્મણવેષે કાશીમાંના કેઇ વિદ્વાન બ્રાહ્મણુગુરૂને ત્યાં રહી પોતાની અપ્રતિમ પ્રતિભા અને મરણશક્તિથી ઉગ્ર અભ્યાસ કરી અન્ય દશનાપર સજ્જડ કાજી મેળવ્યા. આવી રીતે શાસ્રબળ પ્રાપ્ત કરી તેને ઉપયેગ કરવાની તેમને સરસ તક મળી. કાશીમાં કોઇ પ્રખળવાદી આવ્યા હતેા; તેની સાથે બાથ ભીડવાને જશુ લાલને તેમના ગુરૂથી કહેવામાં આવ્યુ. જશુલાલે પોતાની પ્રબળ જ્ઞાનāાનિથી તે વાદીને અછત-મહાત કર્યાં; અને તેમને મહામહેાપાધ્યાય અને ન્યાયવિશારદની પદવીઓ મળી. ત્યાર પછી તેમણે વિકટ એવા અધ્યાત્મ, ન્યાય આદિ ઉપર સે ઉ પરાંત શ્ર®ા લખ્યા, અને તેથી ‘ન્યાયાચાર્ય’ એ પદ પ્રાપ્ત કર્યું'. આવી રીતે શાખ ળથી અન્ય દર્શનીઆને જીતી સનાતન એવા જૈનધર્મમાં તેમના સમયમાં પ્રત્યક્ષ થતાં જડતા અને અજ્ઞાન દૂર કરી ચેતના અને યેાતિ જગાવી. (૨-૩). આત્મબળ—પેાતાના સમયમાં શિથિલાચારી અને જૈનાભાસ ઘણા ષ્ટિગોચર થતા હતા. સાધુશ્રાવકની ક્રિયામાં શુદ્ધતા વિલુપ્ત થતી જતી હતી. આ વખતે તપગચ્છના આચાર્ય શ્રી વિજયસિંહ સૂરિએ સત્યવિજયગણિ અને આપણા શ્રીમદ્ યશોવિજયજીને ક્રિયાઉદ્ધાર કરવાનુ કહ્યું. ક્રિયાઉદ્ધાર કરવાનું કા બહુજ સુટ છે; તેમાં પ્રબળ આત્મશક્તિ આવશ્યક છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જૈનશાસનની ઉન્નતિ કરવામાં પરમ પ્રભાવક થયા છે. તેએશ્રીએ મહારાજા શ્રી કુમારપાલને જૈનધર્મની સત્યતાના સાક્ષાત્કાર કરાવી આપી તેમની સહાયવ અમારિ ઘાષણા પ્રવર્તાવી ૩૩૦૦૦ ઘરો શ્રાવકોનાં નવાં અન્ય ધર્માએમાંથી બનાવ્યાં. આવી રીતે શ્રી હેમચંદ્રાચાર્યે અપૂર્વ આત્મબળ શાસનઅર્થે ફ઼ારવ્યું; તેવીજ રીતે શ્રી યશેાવિજયજીએ પોતાનુ વીર્ય પોતાના પ્રમાણમાં ક્રિયાઉદ્ધારમાં શાસન અર્થે સ્ફુરા અન્ય એટલે મૂળ ખરા જૈન પર`તુ ક્રિયાત્રષ્ટતાથી ખરા જૈન નહિ એવા શિલિલાચારીઓને સત્ય ક્રિયાધર્મની સન્મુખ લઇ આવ્યાં. (૪) ભવ્યતા (બાહ્યાડખર)~~~ભવ્યતાને શાસનની ઉન્નતિ અર્થે ખળ તરીકે પ્રયોજિત કરવાની જરૂર છે, અને સ પ્રભાવકાએ તેને પ્રયાગ કર્યો છે. વર્તમાનમાં તેના અવશેષ તરીકે પ્રતિષ્ઠામહાત્સવ, ગચ્છ-સઘ ભાજન, વરઘેાડા, જલયાત્રા આઢિ પ્રસ`ગે સીધી યા આડકતરી રીતે ભવ્યતાનાં નિમિત્તા છે. આથીજ સ્વધબધુ તેમજ અન્ય આકર્ષાઈ જૈનધર્મદ્વારમાં પ્રવેશી જૈનધર્મ મંદિરની આંતરિક ઉત્કૃષ્ટ વિશેષતા પીછાની કલ્યાણ સાધે છે. શ્રીમદે ભવ્યતાને ઉત્તેજન સારી રીતે આપ્યું હતું. તેમના પ્રત્યે જનસમૂહને પરમ આદર હતા, તેઓશ્રી જ્યાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36