________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ. ૨ દયા મૂળ શુચિ ધર્મ સભાગ–કેઈનું કંઈ પણ અનિટ–અહિત મનથી વચનથી કે કાયાથી નહીં કરવારૂપ અને સર્વ કોઇનું એકાંત હિત કરવારૂપ સર્વ જીવને સુખદાયી અને હાલું નિપુણ દયાનું તત્વ જેમાં સમાયેલું છે એ અહિંસા સંયમ અને તપલક્ષણ ખરે ધર્મ છે.
હિત ઉપદેશ ગુરૂ સુસાધ, જે ધારત ગુણ અગમ અગાધ– જ્ઞાન, વૈરાગ્ય, ક્ષમા, મૃદુતા, કાજુતાદિક અનેક ઉમદા ગુણને પિતે સેવન કરતા છતા જે ભવ્ય જનો પ્રત્યે તેમની ગ્યતાનુસારે હિત ઉપદેશ દેવામાં તત્પર રહે એવા સુસાધુ-નિગ્રંથ પુરૂ ગુરૂપદને લાયક છે.
૪ ઉદાસીનતા સુખ જગમાંહી–જગતમાં જીની વિધ વિધ કર્મ અને નુસાર જે વિચિત્રતા પ્રતીત થાય છે, તેમાં મુંઝાઈ નહિં જતાં જ્ઞાનદષ્ટિવડે તેથી નિરાળવા. રહી સ્વ સ્વરૂપમાં રિથતિ કરવી એટલે નિજ કર્તવ્યરૂપ ચારિત્રમાં રમણતા કરવી એમાંજ ખરૂં સુખ સમાયેલું છે. દુનિયામાં દશ્ય થતી ખોટી માયિક વતુઓમાં કવ અભિમાન કરી તેમાં મુંઝાઈ જનારા જનો તેવા સુખથી બેની બજ રહે છે.
પ જન્મ મરણ સમ દુઃખ કેઈ નાંહી–મહા દુર્ગંધમય સંડાસમાં કે ઈને પરાણે બેસારી રાખતાં અથવા કોઈને અન્યાયથી કેદખાનામાં પુરી રાખતાં જે દુઃખ થાય છે તેથી બેસુમાર દુઃખ જીવને ગર્ભવાસમાં થાય છે. કેમકે ગભવાસમાં જીવને મહા દુર્ગધી અને પરતંત્રતાને પુરતો ખ્યાલ હરહમેશ આવ્યા કરે છે. તેથી તે મૂર્થિતપ્રાય અવસ્થા ભોગવે છે. સંડાસમાંથી તો માણસ જેરથી પણ નાસી જઈ શકે છે, અને કેદખાનામાંથી પણ કેઈની અનુકંપાવડે છુટી શકે છે, અને થવા દુઃખને કમી કરી શકે છે, તેવું ગર્ભવાસમાં નથી; એટલું જ નહિ પણ તેમાં અતિ ઘણી દુર્ગધી અને પરતંત્રતાને પરતે અનુભવ કરે પડે છે. તેવા ગભાસના દુઃખ કરતાં પણ માતાની નિદ્વારા બહાર નીકળતાં જન્મસમયે જીવને ભારે દુઃખ થાય છે. તે વખતનું દુઃખ ખરેખર કમકમાટી ઉપજાવે એવું છે. એથી પણ અનંતું દુઃખ જીવને મરણ સમયે પ્રતીત થાય છે. આ વાતની કંઈક ઝાંખી અન્ય જીવોને તે તે સમયે અનુભવવાં પડતાં દુઃખ નજરોનજર જેવાથી થાય છે. આ તો એકજ વખત જન્મમરણનાં દુઃખની વાત કહી. પરંતુ એવા અનંત જન્મમરણના ફેરામાં જે ફર્યા કરે છે. જ્યાં સુધી જન્મમરણનાં બીજ ભૂત, રાગ, દ્વેષ,મેહ, અજ્ઞાન પ્રમુખ દેવને દૂર કરવા જીવ પ્રય ન કરે નહીં, ત્યાં સુધી એવા અનંત દુઃખમાંથી તેને છુટકા થઈ શકે જ નહીં અને રાગ દ્વેષાદિક દેને નિર્મૂળ કર્યા કે તરતજ જન્મમરણનાં અનંત દુઃખને અંત આવ્યે જાણે.
For Private And Personal Use Only