________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર રત્નમાળા,
પ
૬ આત્મમેધ જ્ઞાન હિતકાર—જેથી આત્માનુ સ્વરૂપ એળખાય, આમાને હિતકારી ગુણ અને અહિતકારી દોષનુ' ભાન થાય,જેથી હિતકારી વસ્તુનેાજ આદર અને અહિતકારી વસ્તુને ત્યાગ કરવા લક્ષ જાગે તેવુ* તત્ત્વજ્ઞાન આત્માને અ ત્યંત હિતકારી છે. સંત સુસાધુ જનાની યથાવિધિ ઉપાસના કરીને એ પ્રાપ્ત કરવા યેાગ્ય છે, એથી વિજ્ઞાન—વિવેક જાગે છે. કહ્યું છે કે “ સે કહિયે સે પુછિયે, તામે' ધરિયે ર‘ગ; યાતે મિટે અબોધતા, બોધરૂપ વડે ચંગ.” જેથી રાગદ્વેષ અને માહાદિકના તાપ ઉપશમે અને ઉત્તમ સ’યમનુ સેવન કરી સહજ શીતળતા અનુભવાય એવુ' આત્મજ્ઞાનજ અત્યંત હિતકર છે.
છ પ્રમળ અજ્ઞાન ભ્રમણ સંસાર-જેમ કર(ભુંડ)વિષ્ટામાંજ રતિ માને, તેને તેજ પ્રિય લાગે પણ બીજી ઉત્તમ ચીજ પ્રિય લાગે નહિ તેમ ભવાભિન'દી જીવને ક્ષુદ્રતા, તૃષ્ણા, દીનતા,મત્સર,ભય,શડતા,અજ્ઞતા અને સ્વચ્છ દ્રવૃત્તિ વિગેરેઢાષા જેથી દીર્ઘ કાળ સ’સારપટન કરવુ પડે તે પ્રિય લાગે, પણ જે સદ્ગુણોથી જન્મ મરણના ભયથી મુક્ત થવાય તે પ્રિય નજ લાગે તે પ્રબળ અજ્ઞાનતાનુજ એર જાણવુ..
૮ ચિત્ત નિરાય તે ઉત્તમ ધ્યાન—જ્યાંસુધી જીવને પચ વિષયાદિક પ્રમાદજ પ્રિય છે ત્યાંસુધી ચિત્તના પ્રવાહ (વ્યાપાર) તેજ દિશામાં વહ્યા કરે છે. આમાને પરિણામે અનર્થકારી ઢિશામાં વહેતા મનના પ્રવાહે રકીને એકાંત હિતકારી દ્વિશામાં તે પ્રવાહને વાળવા-વાળવા પ્રયત્ન કરવા તે ઉત્તમ ધ્યાન કહેવાય છે. આતં ધ્યાન અને રોદ્ર ધ્યાનનાં કારણેા ટાળી ધર્મધ્યાન અને શુકલ ધ્યાનનાં કારણેા સેવવાના અભ્યાસ કરવા એજ આત્માને એકાંત હિતકારી છે,ચિત્તના વેગ વિષયાદિકમાં વધતા જાય એવાં માઠાં કારણેા સેવવાથી વારવાર સ'ક્લેશ પેદા થાય છે તેના સમ્યગ્ વિચાર કરી તેવાં માઠાં કારણાયી થતે સકલેશ અટકાવવા માટે અદ્ઘિ તાક્રિક પદોનુ' સ્વરૂપ સમજી તેમાં મનને જોડવુ' અને તેમાંજ તલ્લીન થઇ રહેવુ' એજ આત્માને એકાંત હિતકારી છે.
૯ ધ્યેય વીતરાગી ભગવાન જેને આત્મા-પરમાત્માનું સ્વરૂપ સમજાયુ' છે એવા અ`તરઆત્મા ધ્યાતા હોઇ શકે છે અને જેમના સમસ્ત દોષ માત્ર દૂર થઇ ગયા છે એવા વીતરાગ પરમાત્મા ધ્યાન કરવા ચેાગ્ય-ધ્યેય છે. પરમાત્માનું ધ્યાન કરનાર ધ્યાતા ધ્યાનના પ્રભાવથી કીટ (એળ) ભ્રમરીના દૃષ્ટાંત પાતેજ પરમામાના રૂપને પામી શકે છે. તેથી જેના સમસ્ત રાગાદિક દેા વિલય પામ્યા છે, અને સમસ્ત ગુણગણ પ્રગટ થયેલા છે એવા અરિહંત-સિદ્ધ પરમાત્માનું જ ધ્યાન કરવુ' આત્માર્થીને હિતકર છે.
૧૦ ધ્યાતા તાસ મુમુક્ષુ ખખાન,જે જિનમત તત્ત્વારથ જાન—જેમ
For Private And Personal Use Only