________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નાત્તર રત્નમાળા.
૭૯
થી આલ'બન લેવું અને તેમાંજ એટલે સ્વસ્વરૂપમાંજ રમણુ કરવુ એવી પરિણિત આત્માને અત્યંત હિતકારી છે. પર’તુતેવી આત્મપરિણિત તે પરપુગલિક વસ્તુમાં અનાદિ અનતકાળથી લાગી રહેલી પ્રીતિ-મમતાને પરિહરવાથીજ જાગે છે, તેથી આત્માથી જનાએ તેવી પુગલિક પ્રીતિ તજવી અને આત્માના અંતરંગ જ્ઞાનાદિક ગુણામાં પ્રીતિ જાડવા પ્રયત્ન કરવા ચેાગ્ય છે. જ્યાં સુધી જીવ નકામી પરવસ્તુએમાં મમતાબુદ્ધિ ધારે છે ત્યાં સુધી ગમે તેટલું કાયાકષ્ટ કરે તેપણ તે તેના આત્માને હિતકારક થતું નથી, અને મમતાબુદ્ધિ તજી કે તરત તેની સકળ કરી તેના આમાને એકાંત હિતકારક થાય છે; માટે મુમુક્ષુ જનેાએ પરવસ્તુઓમાંથી મમતાબુદ્ધિ ઉખેડી નાંખી આત્માના રવાભાવિક સદ્દામાંજ મમતાબુદ્ધિ ધારવી ઉચિત છે અને એજ કર્તવ્ય છે.
૨૩ સ્વ પરભાવ જ્ઞાન કર તૈયવ એટલે આત્મદ્રવ્ય અને પર એટ લે આત્મા શિવાયના બીજા દ્રવ્યેા તેનુ જેમ યથાર્થ જાણપણું થાય તેમ બની શકે ત્યાંસુધી ગુરૂગમ્ય અભ્યાસ કરવા ઉચિત છે. આત્મા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગળ અને કાળ એ ષટ્ દ્રન્ચે તેમના ગુણુપર્યાયયુક્ત હાય છે. તેના વિશેષ અધિકાર નવતત્ત્વાદિક ગ્રંથાથી જાણવા. આત્મા ચૈતન્યયુક્ત ચૈતન દ્રવ્ય છે, ત્યારે બાકીના બધા ચૈતન્યરહિત જડ કૂબ્યા છે. તેમને તેમના ગુણુપર્યાય યુક્ત સારી રીતે આળખી આત્માને અનુપયેાગી એવા પુગળ પ્રમુખ પદ્રવ્યોથી નિવૃત્ત થવુ' અને આત્માનાજ ગુણમાં મક્કમપણે પ્રવૃત્ત થવુ. રોય એટલે જાણવા યાગ્ય સર્વ દ્રવ્યો જાણીને તજવા ચાગ્ય તજવા અને આદરવા ચેાગ્યજ આદરવા એજ સાર વિવેકનું ફળ છે, બાકી પોપટની પેરે કેવળ મુખપાઠ માત્રથી તા આત્માનુ' કઈ વળે તેમ નથીજ,
૨૪ ઉપાદેય આતમગુણ વૃંદ, જાણેા ભવિક મહા સુખકંદ-આત્માના અન'ત ગુણાને વૃંદ્ર એટલે સમુદાય એજ ઉપાદેય એટલે આદરવા—આરાધવા યેાગ્ય છે, અને એજ આત્માને પરમ સુખકારી છે. સ્વગુણવૃંદ્રની ઉપેક્ષા કરી અને આત્મગુણુના વિરોધી અવગુણાને પોષી પાતેજ પેાતાને શત્રુ બને છે, તેથીજ તેને સંસારચક્રમાં અનંતકાળ પર્યન્ત રઝળવુ' પડે છે, આવી મહા ખેદ્યકારક અને ગંભીર ભૂલ સુધાર્યા વિના તેના છૂટકેાજ નથી, તે વિના પાતે પાતાના આત્મામાંજ સત્તાગત રહેલ અનંત સુખને આસ્વાદ અનુભવ કરી શકવાનેા નથી અન તકાળથી ચાલી આવતી આ પોતાની ભૂલ સુધારી સ્વદોષમાત્રને ઉન્મૂળી નાખવાજ યત્ન કરવા જરૂરનેા છે કે જેથી આત્મામાં સત્તાગત રહેલા સકળ વૃંદ સહજ જાગૃત થઇ પ્રકાશિત થઇને રહેશે.
For Private And Personal Use Only