Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨ જૈન ધર્મ પ્રકાશ. તારા જીવનમાં તું જે, નજર કર, અવકન કર. તને જણાશે કે તે સુખને અનુભવ કર્યો નથી. તું જેને સુખ માને છે તે પણ તને બહુ ડું મળ્યું છે. બહુ તો દુઃખજ છે. રાજાના મહેલમાં કે શેઠીઆઓના બંગલામાં સુખ જેવું નથી. સુખી જેને માનતા હો તેના અંતઃકરણને પૂછવાથી તેને ખ્યાલ આવી શકે એમ છે. આવી રીતે મોટા દુખપરંપરાથી ભરેલા સંસારસાગર ઉપર તને શામાટે પ્રીતિ ઉપજે છે? કલ્પનાતીત, સમજવામાં આવવું મુશ્કેલ પણ અનુભવ ગમ્ય સુખ તને મળે તેવું છે, પ્રયાસસિદ્ધ છે, છતાં હજુ તે મેળવવા તું પ્રયાસ કેમ કર તે નથી? અને તેને બદલે તદ્દન ખોટે ભાગે, ખોટી જગાએ, ખોટી રીતે સુખ મેધાવવા રખડ્યા કરે છે. આનંદઘન મહારાજ તેને એકજ શબ્દમાં જવાબ આપે છે કે આત્માની “અકળ કળા” છે, એ ન કળી શકાય તેવી કળાને કળવા તું પ્રયાસ કર નથી. એક વખત તારૂં તે તરફ લય થશે, એટલે પછી તેને બીજું કોઈ પણ પસંદ આવશે નહિ. તેથી હું ચેતન! તું આ બાહ્ય વ્યાપારને તજી દઈને તારી અકળ કળા પ્રગટ કરવા વિચાર કર. તું બહુ નકામે પ્રયાસ કર્યા કરે છે. તારી પ્રવૃત્તિ સાંસારિક હોય છે તે પાગલિક હોવાથી ક્ષણિક છે, આ ભવ સુધીની જ છે, એ તુ અન્યના પ્રસંગથી જોઈ જાણી શકે છે, તારી પ્રવૃત્તિ ધાર્મિક હોય તો તેમાં પણ તું દંભ વિગેર કરી ધર્મને મલીન ન કરતા હો તે જજે, સાધન અને સાધ્યનું હિતુ અને લક્ષ્યપણું હદયપટપર રાખજે, અને ધર્મને નામે નવીન સંસાર ચલાવત નહિં. વિચારશ્રેણીમાં આગળ વધતો યુવક તરંગસાગરમાં વધતા ગયે, સાંસારિક વૃત્તિઓ પર કાબુ મેળવવાના નિશ્ચયપર આવવા લાગે, અને આંતર ચલુ ઉઘાડી “અઠળ કળા” પ્રગટ કરવાના માર્ગ શોધવા લાગ્યો. દિવસ ઉગવાની તૈયારી થવા લાગી, અરૂણોદય થવા આવ્યું, કેટલાંક સ્ત્રી પુરૂષે પથારીમાંથી ઉડી સંસારવ્યાપારમાં પડવા લાગ્યાં, પક્ષીઓ આકાશમાં ઉડવા લાગ્યાં, પવન શીતળ અને મંદ હ, ચંદ્રને પ્રકાશ બંધ પડયો હતો અને તે અસ્તાચળ પર ચડી સમાઈ જવાની તૈયારીમાં હતા. એકતાનમાં લાગેલ આપણા યુવકનું મન બાહ્ય વિષયમાં નહતું. પક્ષીના અવાજ કે મનુષ્યોના મંદ મંદ ઉચારથી તેને કોઈ પ્રકારનો ભ થયે નહિ, તે તો છેતાના વિચારપ્રવાહમાં આગળ વધતો જ રા. આત્માનું અનંત સુખ પ્રાપ્ત કરવા જેવું છે, પણ તે “અકળ કળા” કેવી રીતે પ્રગટ થાય તે બહુ વિચારવા ગ્ય છે. પદની ત્રીજી ગાથામાં કહ્યું કે “ આમઅનુભવ રૂપ રસથી ભરેલી ઘડિમાં બીજી કોઈ વસ્તુને સમાવેશ થતો નથી અને તે આ દમય અવિચલ ફળા ફેઈ ભાગ્યવાન પ્રાણીજ પ્રાપ્ત કરી શકે છે. ” આત્માનું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36