Book Title: Jain Darshan Amulya Tattva Chintan Sankshipta Author(s): Ramniklal Savla Publisher: Ramniklal Savla View full book textPage 5
________________ તેમનું યથાર્થ સ્વરૂપ જાણી તેમની શ્રદ્ધા થવી જોઈએ. આ પંચપરમેષ્ઠી જ પૂજનીય છે. માંગલિક છે. ૐ ધર્મ કરવાનું પ્રયોજન શું છે ? દરેક જીવને સુખ જોઈએ છે. દુઃખ કોઈને જોઈતું નથી. દુઃખના કારણો દૂર કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. કે દુઃખના મુખ્ય કારણો કયા છે ? (૧) મિથ્યાત્ત્વ (૨) અજ્ઞાનતા (૩) અસંયમ... સૌથી પહેલાં મિથ્યાત્ત્વનું સ્વરૂપ જાણી તેને ગાળવું જોઈએ. ર જૈન દર્શન શ્રેષ્ઠ છે. તેનું શું કારણ ? તેની ♦ પરિપૂર્ણતા ♦ સત્યતા નિરાગીતા ૭ જગહિતસ્વીતા 8 સંપૂર્ણ વિશ્વ વ્યવસ્થતા શું છે ને કેમ ચાલે છે ? જ દરેક વસ્તુ પોતાના સ્વભાવ અનુસાર નિરંતર નિર્બાધરૂપથી પરિણમન કરતી જ રહે છે. એમાં બીજી કોઈ વસ્તુ હસ્તક્ષેપ કરી શકે નહિ. દરેક દ્રવ્ય પોતાના ગુણ - પર્યાયોમાં પરિણમન કરતા રહેવા છતાં આખી વસ્તુ તો ટકીને જ પડી છે. વસ્તુનો સ્વભાવ ઉત્પાદ - વ્યય - ધ્રોવ્યાત્મક છે. 8 સંપૂર્ણ વસ્તુ વ્યવસ્થતા અને વિશ્વ વ્યવસ્થતા સ્વયં સંચાલીત છે. તેનો કોઈ હર્તાકર્તા નથી. કોઈએ પોતાના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવની બહાર કાંઈ કરવાનું જ નથી. આવી દરેક દ્રવ્ય વસ્તુનો ઢંઢેરો પીટવો એ જ જૈન દર્શન છે. અણુ એ અણુ સ્વતંત્ર છે એ જ તીર્થંકરનો ઉપદેશ છે. છુ આ સંપૂર્ણ વ્યવસ્થતા સમજવા નીચેના ત્રણ મહાન સિદ્ધાંતોનો અભ્યાસ બહુ જ જરૂરી છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. • દ્રવ્યનું જે કાંઈ પરિણમન થઈ રહ્યું છે ક્રમનિયત છે. જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે જે નિમિત્તથી જે વિધિથી જે પ્રમાણે સર્વજ્ઞ પ્રભુએ પોતાના જ્ઞાનમાં જોયું છે તે દ્રવ્યનું તે ક્ષેત્રે તે કાળે તે ભાવે તે નિમિત્તથી તે વિધિથી તે પ્રમાણે જ પરિણમન થાય. તેમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ કાંઈ કરી શકે નહીં. આ સિદ્ધાંતને ‘ક્રમબદ્ધ પર્યાય’’ કહેવામાં આવે છે. વળી જે કાંઈ થઈ રહ્યું છે તે વસ્તુના ઉપાદાન - સહજ સ્વભાવ પ્રમાણે - વસ્તુની તે સમયની યોગ્યતા પ્રમાણે થઈ રહ્યું છે - તે વખતે તેને યોગ્ય નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. આ ઉપાદાન - નિમિત્તનો મહાન સિદ્ધાંત છે. આ કાળમાં ક્રિયાકાંડવિમૂઢ જૈન જગતને વસ્તુ સ્થિતિનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ સારી રીતે સમજાય એ જ પ્રયોજન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42