Book Title: Jain Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 39
________________ જે અપૂર્ણ છે તેને બીજાના દોષ જોવાનો અધિકાર નથી અને જે પૂર્ણ છે તે કોઈના દોષ જોતો નથી. એ રીતે પૂર્ણ વીતરાગ પ્રભુએ ઉપદેશેલો ધર્મ પરિપૂર્ણ જ છે, દોષ રહિત છે. પૂર્ણ બનવા માટેનો જ ઉપદેશ છે. ‘તંત્ર, મંત્ર, ઔષધ નહિ, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય.’ "" ‘‘દેખે નહિ કુછ ઔર જબ, તબ દેખે નિજરૂપ’ “સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર - એ રત્નત્રયીની એકતાને મોક્ષમાર્ગ બતાવનાર જૈન દર્શન શાશ્વતસુખ પ્રાપ્તિ કરાવનાર છે.’’ ‘‘પૂર્ણતાના લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે’’ એ જેનું સૂત્ર છે એ જૈન દર્શન ‘“અહિંસા પરમો ધર્મ છે.’’ સંપૂર્ણ સાધનાની વિધિ ૐ પાત્રતા કેળવવી પડે. પાત્રતાના મુખ્ય ગુણો . ♦ વિશાળ બુદ્ધિ ♦ સરળતા ♦ મધ્યસ્થતા ♦ જિતેન્દ્રયપણું વિકસાવવા... પછી ♦ ક્રોધ, માન, માયા, લોભ એ કષાયો શાંત પડવા જોઈએ. • મોક્ષ સીવાય બીજી કોઈ અભિલાષા ન હોય. ૭ ભવનો ખેદ વર્તવો જોઈએ અને ૭ જગતના સર્વે જીવો પ્રત્યે દયા ભાવ નિશ્ર્વર બુદ્ધિ... સાત પ્રકારોના વ્યસનોનો સંપૂર્ણ ત્યાગ. હિંસા – જૂઠ ♦ ચોરી – શિકાર ♦ મદ્યપાન ♦ પરસ્ત્રી ગમન (વેશ્યા ગમન) ૭ જુગાર ધર્મની આરાધનાનો ક્રમ આ પ્રમાણે શરૂ થાય છે. સત્સંગ ૦ સ્વાધ્યાય ૦ ગુણજીજ્ઞાસા ♦ પ્રભુભક્તિ ૰ આત્મવિચાર • આત્મ સાક્ષાતકાર આત્માની ઓળખાણ કરી મિથ્યાત્ત્વ (દર્શન મોહનીય) નો નાશ કરવા... પ્રથમ કુદેવ - કુગુરૂ અને કુધર્મની માન્યતા છોડી અરિહંતાદિકનું સાચુ સ્વરૂપ જાણી તેનું શ્રદ્ધાન કરવું. ♦ જિનમતમાં કહેલા જીવાદિ સાત તત્ત્વોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી તેનો વિચાર અને શ્રદ્ધાન કરવું. પછી સ્વ પરનું ભિન્નપણું જેથી ભાસે એ પ્રમાણે ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરવા ચિંતન - મનન કરવું. આ માટે અનિત્ય આદિ બારભાવના તેમજ આત્મભાવના નિયમીત ભાવવી. વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જાણી શ્રદ્ધાન કરી સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવો. એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનું ચિંતવન કરવું સ્વના નિયમિત ચિંતવનથી સ્વાનુભૂતિની પ્રાપ્તિ થાય છે. Jain Education International ૩. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42