Book Title: Jain Darshan Amulya Tattva Chintan Sankshipta
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
Catalog link: https://jainqq.org/explore/005525/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જેના દર્શના અધ્યtત્ત્વચિંતા (સંક્ષિપ્ત) For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ (જિનવાણી સ્તુતિ સાંચી તો ગંગા યહ વીતરાગવાણી, અવિચ્છિન્ન ધારા નિજધર્મકી કહાની. જામે અતિ હી વિમલ, અગાધ જ્ઞાન પાની, જહાં નહીં સંશયાદિ પંક કી નિસાની. ૧. સપ્તભંગ જહાં તરંગ ઉછલત સુખદાની, સંત ચિત્ત મરાલ વૃન્દ, રમેં નિત્ય જ્ઞાની. ૨. જાકે અવગાહનૌં શુદ્ધ હોય પ્રાની, ‘ભાગચંદ' નિશ્ચર્થે ઘટમાહિંયા પ્રમાની. ૩. ભાગીદ !" હે જિનવાણીદેવી! તું ચિંતામણી સમાન, આત્મવસ્તુનીદાતા, રત્નત્રયરૂપબોધિ, આત્મલીનતારૂપ સમાધિ, પરિણામોની શુદ્ધતા, આત્મસ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ અને મોક્ષસુખ આપનારી છે. તું મને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવે. અહીં એટલું વિશેષ સમજવું જિનવાણી દેવી પાસે જે ગુણોની માંગણી કરી છે તે તો પોતાના આત્માના જ ગુણો છે માટે ખરી રીતે તો સ્તુતિ પોતાના આત્માની જ સ્તુતિ છે. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન” અમુલ્ય તત્ત્વચિંતન પ્રસ્તાવના : 88 જે જીવ અહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે યથાર્થ જાણે છે તે જીવ દ્રવ્ય - ગુણ - પર્યાત્મક નિજ આત્માને જાણીને પોતાના અભેદ શુદ્ધ દ્રવ્ય સામાન્યનો અંતરમાં આશ્રય કરે છે અને એ આશ્રયથી તેનો મિથ્યાત્વ મોહનાશ પામે છે અને તેને મોક્ષસુખના બીજભૂત સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. # ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે અને તે પ્રાપ્ત કરવા માટે ઘણા બધા જુદા જુદા પ્રયોજનભૂત વિષયોનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. જૈન દર્શન - જિનવાણીનો વિસ્તાર અને ઉંડાણ અગાઢ અને અમાપ છે. તેટલી જ તેની અંદર સૂક્ષ્મતા છે. કે આ કાળમાં ક્રિયાકાંડવિમૂઢ જૈન જગતને વસ્તુસ્થિતિનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ સારી રીતે સમજાય એ હેતુથી જુદા જુદા વિષયોની રૂપરેખા આપવાનો પ્રયાસ છે. ત્રણ લોકમાં જીવ અનંત છે. તે સર્વ દુઃખથી ભય પામી સુખ મેળવવા ઈચ્છે છે. આત્માનું હિત સુખ છે, તે આકુળતા રહિત છે. મોક્ષમાં આકુળતા નથી. તેથી મોક્ષમાર્ગમાં પ્રવર્તતા પાત્ર જીવોને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ હેતુથી નીચેના વિષયોનો ધીરજપૂર્વક અને ગંભીરતાથી અભ્યાસ આવશ્યક છે. છ અનુભૂતિના સ્વાદ માટે નીચેના વિષયોનો અભ્યાસ જરૂરી છે. જૈન દર્શનનું સ્વરૂપ. વિશ્વ વ્યવસ્થતા. વસ્તુ વ્યવસ્થતા અને દ્રવ્યની સ્વતંત્રતા. ક્રમબદ્ધ પર્યાય. ૦ઉપાદાન - નિમિત્ત અને નિમિત્ત -નૈમિત્તિક સંબંધ. નિશ્ચય અને વ્યવહાર, સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન - સમ્યફચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ. પાત્રતા - મોક્ષાર્થીનું સ્વરૂપ - પ્રત્યક્ષ સત્પરુષના યોગનું મહત્ત્વ. જીવાદિ સાત તત્ત્વો અને દેવ - ગુરુ - શાસ્ત્રનું યથાર્થ શ્રદ્ધાન. સંપૂર્ણ સાધનાની વિધિ. સ3ન ? ૨મળ શાત્રામ For Persona & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ જન દર્શનનું સ્વરૂપ કે વસ્તુનું યથાર્થ નિરૂપણ કરનાર વિશ્વનો ધર્મ 98 ધર્મની વ્યાખ્યા મુખ્ય ચાર જુદી જુદી રીતે કરી છે. • વસ્તુના સ્વભાવરૂપ ધર્મ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિરત્નની એકતારૂપ મોક્ષમાર્ગ ધર્મ • ઉત્તમ ક્ષમા આદિ દશ લક્ષણરૂપ ધર્મ અહિંસા પરમો ધર્મ 8 વસ્તુ અનાદિ અનંત છે. વસ્તુનો સ્વભાવ ધર્મ છે. ધર્મ પણ અનાદિ-અનંત ત્રિકાળ સત્ છે. આ ધર્મનો કોઈ સ્થાપક નથી. અરિહંત અને સિદ્ધ જે પૂર્ણ દશા પ્રાપ્ત કરે છે તે ભગવાન કહેવાય છે. વીતરાગ પ્રભુ તીર્થકર માત્ર ધર્મના પ્રદર્શક છે - સ્થાપક નથી. ભગવાન જગતના હતકર્તા નથી, માત્ર જ્ઞાતા દટા છે. વીતરાગતા એ જ જૈન દર્શનનો સાર છે. એ જ જૈન દર્શન છે. ધર્મનો આધાર કોના પર છે? એક તરફ સ્વભાવ છે - બીજી તરફ સંયોગ. ત્યાં દૃષ્ટિ કોના પર છે તેના પર ધર્મનો આધાર છે. જો દ્રષ્ટિ સ્વભાવ (દ્રવ્ય) પર છે તો તે ધર્મ છે અને જો દષ્ટિસંયોગો (પર્યાય) પર છે તો તે અધર્મ છે. ધર્મનો મર્મ શું છે? આત્મા પોતાના સ્વભાવ સામર્થ્યથી પૂર્ણ છે. તે પરથી અત્યંત ભિન્ન છે. એ સ્વ - પરની ભિન્નતા જાણીને, સ્વદ્રવ્યનો મહિમા આવતા, સ્વદ્રવ્યનો આશ્રય કરીને, સ્વાનુભૂતિથી આત્મા શુદ્ધતા પામે એ જ ધર્મનો મર્મ છે. ધર્મનું મૂળ શું છે? ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. જે જીવ અહંતને દ્રવ્ય - ગુણ - પર્યાયથી જાણે છે તે જીવ દ્રવ્ય - ગુણ - પર્યાયાત્મક નિજ આત્માને જાણીને પોતાના આનંદમય - અખંડ- અભેદ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય સામાન્યનો અંતરમાં આશ્રય કરે છે અને આશ્રયથી તેનો મિથ્યાત્વ મોહનાશ પામે છે અને તેને મોક્ષ સુખના બીજભૂત સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. ધર્મનું શ્રેષ્ઠ આલંબન શું છે? પંચપરમેષ્ઠી (1) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય (૫) સાધુ. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ તેમનું યથાર્થ સ્વરૂપ જાણી તેમની શ્રદ્ધા થવી જોઈએ. આ પંચપરમેષ્ઠી જ પૂજનીય છે. માંગલિક છે. ૐ ધર્મ કરવાનું પ્રયોજન શું છે ? દરેક જીવને સુખ જોઈએ છે. દુઃખ કોઈને જોઈતું નથી. દુઃખના કારણો દૂર કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. કે દુઃખના મુખ્ય કારણો કયા છે ? (૧) મિથ્યાત્ત્વ (૨) અજ્ઞાનતા (૩) અસંયમ... સૌથી પહેલાં મિથ્યાત્ત્વનું સ્વરૂપ જાણી તેને ગાળવું જોઈએ. ર જૈન દર્શન શ્રેષ્ઠ છે. તેનું શું કારણ ? તેની ♦ પરિપૂર્ણતા ♦ સત્યતા નિરાગીતા ૭ જગહિતસ્વીતા 8 સંપૂર્ણ વિશ્વ વ્યવસ્થતા શું છે ને કેમ ચાલે છે ? જ દરેક વસ્તુ પોતાના સ્વભાવ અનુસાર નિરંતર નિર્બાધરૂપથી પરિણમન કરતી જ રહે છે. એમાં બીજી કોઈ વસ્તુ હસ્તક્ષેપ કરી શકે નહિ. દરેક દ્રવ્ય પોતાના ગુણ - પર્યાયોમાં પરિણમન કરતા રહેવા છતાં આખી વસ્તુ તો ટકીને જ પડી છે. વસ્તુનો સ્વભાવ ઉત્પાદ - વ્યય - ધ્રોવ્યાત્મક છે. 8 સંપૂર્ણ વસ્તુ વ્યવસ્થતા અને વિશ્વ વ્યવસ્થતા સ્વયં સંચાલીત છે. તેનો કોઈ હર્તાકર્તા નથી. કોઈએ પોતાના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવની બહાર કાંઈ કરવાનું જ નથી. આવી દરેક દ્રવ્ય વસ્તુનો ઢંઢેરો પીટવો એ જ જૈન દર્શન છે. અણુ એ અણુ સ્વતંત્ર છે એ જ તીર્થંકરનો ઉપદેશ છે. છુ આ સંપૂર્ણ વ્યવસ્થતા સમજવા નીચેના ત્રણ મહાન સિદ્ધાંતોનો અભ્યાસ બહુ જ જરૂરી છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. • દ્રવ્યનું જે કાંઈ પરિણમન થઈ રહ્યું છે ક્રમનિયત છે. જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે જે નિમિત્તથી જે વિધિથી જે પ્રમાણે સર્વજ્ઞ પ્રભુએ પોતાના જ્ઞાનમાં જોયું છે તે દ્રવ્યનું તે ક્ષેત્રે તે કાળે તે ભાવે તે નિમિત્તથી તે વિધિથી તે પ્રમાણે જ પરિણમન થાય. તેમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ કાંઈ કરી શકે નહીં. આ સિદ્ધાંતને ‘ક્રમબદ્ધ પર્યાય’’ કહેવામાં આવે છે. વળી જે કાંઈ થઈ રહ્યું છે તે વસ્તુના ઉપાદાન - સહજ સ્વભાવ પ્રમાણે - વસ્તુની તે સમયની યોગ્યતા પ્રમાણે થઈ રહ્યું છે - તે વખતે તેને યોગ્ય નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. આ ઉપાદાન - નિમિત્તનો મહાન સિદ્ધાંત છે. આ કાળમાં ક્રિયાકાંડવિમૂઢ જૈન જગતને વસ્તુ સ્થિતિનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ સારી રીતે સમજાય એ જ પ્રયોજન છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ વ્યવસ્થતા # વિશ્વ વ્યવસ્થતા સમજવા લોકનું સ્વરૂપ સમજવું જરૂરી છે. એમાં ત્રણ લોક છે. • ઉર્ધ્વ લોક મધ્ય લોક અધો લોક. સ્વર્ગાદિ -વૈમાનિક દેવોના સ્થાનને ઊર્ધ્વ લોક કહેવામાં આવે છે. સાત નરકાદિ - નારકીને રહેવાના સ્થાને અધો લોક કહેવામાં આવે છે. વચ્ચેનો ભાગ મધ્ય લોક છે. ત્રસનાડીમાં બધા જીવ રહે છે. મુખ્ય અઢી દ્વિપ છે. જબૂ દ્વિપ૦ઘાતકી ખંડ-અર્ધપુષ્કરાઈ ખંડ આ બધામાં વસાહતી મનુષ્યોને રહેવાને પંદર કર્મભૂમિ કહેવામાં આવે છે. પાંચ ભરત ક્ષેત્રપાંચ ઐરાવત ક્ષેત્રપાંચ મહાવિદેહ ક્ષેત્ર. ૪ આ લોકમાં છ દ્રવ્ય છે. જીવ ... અજીવ • ધર્માસ્તિકાય • અધર્માસ્તિકાય - આકાશ કાળ જીવ અનંત છે. પુદ્ગલ અનંતાઅનંત છે. હરિ આ બધામાં જીવ - ચેતના સહિત છે. બાકી બધા દ્રવ્ય અજીવ છે. આ બધા દ્રવ્ય પોતાના લક્ષણભેદથી ઓળખાય છે. વક જીવના લક્ષણ - અનંત જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ અજીવના લક્ષણ - રસ, રંગ, ગંધ અને સ્પર્શ. જ આ વિશ્વ વ્યવસ્થાને આગમ - અધ્યાત્મના નામથી સમજાવવામાં આવી છે. જીવ દ્રવ્ય એક વસ્તુ છે. એની સ્વયં એકની વ્યવસ્થતાને અધ્યાત્મ કથન કહેવામાં આવે છે. બીજા દ્રવ્યોની વસ્તુ વ્યવસ્થતા એટલે વિશ્વ વ્યવસ્થતા બતાવતા કથનને આગમ કહેવામાં આવે છે. 48 વસ્તુ વ્યવસ્થતા કે વિશ્વ વ્યવસ્થતા તો એમ છે કે દરેક વસ્તુ પોતાના સ્વભાવ અનુસાર નિરંતર નિબંધરૂપથી પરિણમન કરતી જ રહે છે. આજે દરેક વસ્તુની વ્યવસ્થતા છે. એમાં બીજી કોઈ વસ્તુ હસ્તક્ષેપ કરી શકે એવી વિશ્વની વ્યવસ્થતા નથી. આ બહુ જ સુંદર વિશ્વ વ્યવસ્થતા છે. જ દરેક દ્રવ્ય પોતાના ગુણ - પર્યાયોમાં પરિણમન કરતા રહેવા છતાં આખી વસ્તુ તો ટકીને જ પડી છે. તેનો કોઈ દિવસ નાશ થાય એવી વ્યવસ્થતા નથી. જીવ અનંતકાળથી મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકીની પર્યાયમાં ફરતો રહે છે અને જ્યારે મુક્ત થાય ત્યારે સિદ્ધશીલા પર સ્થિત થાય છે. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ 88 કાળચક પણ ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બે ભાગે ફર્યા કરે છે. દરેક ચક્રમાં છ આરા આવે છે. અત્યારે ભરત ક્ષેત્રમાં પાંચમો આરો ચાલે છે. 28 આ આખી વિશ્વ વ્યવસ્થતા સ્વયં સંચાલીત છે. તેને કોઈ ચલાવતું નથી. બહુ જ સુંદર રીતે અનાદિકાળથી ચાલી રહી છે અને અનંતકાળ સુધી એમ જ ચાલ્યા કરશે. આપણો ધર્મ આ વ્યવસ્થતાને સારી રીતે જાણવું એ જ છે. વસ્તુ વ્યવસ્થતા અને દ્રવ્યની સ્વતંત્રતા # વિશ્વ એટલે અનાદિ - અનંત સ્વયંસિદ્ધ સત્ એવી અનંતાનંત વસ્તુઓનો સમુદાય. &િ તેમાંની પ્રત્યેક વસ્તુ અનુત્પન્ન અને અવિનાશી છે. # જિનેન્દ્રના જ્ઞાન દર્પણમાં ઝળકતાં આ સર્વ દ્રવ્યો - અનંત જીવ દ્રવ્યો, અનંતાનંત પુદ્ગલ દ્રવ્યો, એક ધર્મ દ્રવ્ય, એક અધર્મ દ્રવ્ય, એક આકાશ દ્રવ્ય અને અસંખ્ય કાળ દ્રવ્યો સ્વયં પરિપૂર્ણ છે અને અન્ય દ્રવ્યોથી તદ્દન સ્વતંત્ર છે. તેઓ એક બીજા સાથે પરમાર્થે કદી મળતાં નથી, ભિન્ન જ રહે છે. આ બે વસ્તુ સ્વરૂપ. # વિશ્વનો પ્રત્યેક પદાર્થ પૂર્ણ સ્વતંત્ર છે, સ્વાધીન છે અને પોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. તે પોતાના પરિણામનો હર્તાકર્તા છે, તેના પરિણમનમાં પરનો રજમાત્ર પણ હસ્તક્ષેપ નથી. દરેકે દરેક અણુ પોતાની સત્તામાં સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી ન શકે એવી અબાધા વસ્તુ વ્યવસ્થતા છે. પ્રત્યેક વસ્તુમાં અનંત શક્તિઓ છે અથવા ગુણો છે જે ત્રિકાળી નિત્ય છે. 88 પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ પોતામાં પોતાનું કાર્ય કરતી હોવા છતાં અર્થાત નવીન દશાઓ (અવસ્થાઓ) પર્યાયો ધરતી હોવા છતાં તે પર્યાયો એવી મર્યાદામાં રહીને થાય છે કે વસ્તુ પોતાની જાતને છોડતી નથી અર્થાત તેની શક્તિઓમાંથી (ગુણોમાંથી) એક પણ વધઘટ થતી નથી. વ8 વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. સ્વભાવનો અર્થ પોતપોતાના ગુણ - પોતપોતાની વિશેષતાઓ. શાસ્ત્રીય ભાષામાં દરેક વસ્તુમાં સામાન્ય સ્વભાવ અને વિશેષ સ્વભાવ એવા બે ભાગ પડે છે. જે સ્વભાવ બધી વસ્તુઓમાં સામાન્યરૂપથી હોય તે સામાન્ય સ્વભાવ અને જે સ્વભાવ અમુક જ દ્રવ્યમાં જોવામાં આવે તે વિશેષ સ્વભાવ છે. આ રીતે વસ્તુ સામાન્ય - વિશેષાત્મક સ્વરૂપ છે. 8 સામાન્ય ગુણ આ પ્રમાણે છે. • અસ્તિત્વ વસ્તુત્ત્વ ૦ દ્રવ્યત્વ ૦ પ્રમેયત્વ • અગુરુલઘુત્ત્વ ૦ પ્રદેશત્ત્વ For Persona & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ વિશેષ - ગુણ આ પ્રમાણે છે. જીવ દ્રવ્યમાં - ચેતના, સમ્યકત્ત્વ, ચારિત્ર, કિયાવર્તી શક્તિ વગેરે. પુદ્ગલ દ્રવ્યમાં - સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવર્તી શક્તિ વગેરે. ધર્મ દ્રવ્યમાં - ગતિ હેતુત્વ વગેરે. અધર્મ દ્રવ્યમાં - સ્થિતિ હેતુત્વ. આકાશ દ્રવ્યમાં - અવગાહન હેતુત્વ. કાળ દ્રવ્યમાં - પરિણમન હેતુત્વ. ક્ર તત્વાર્થ સૂત્રમાં સંત દ્રવ્ય નક્ષન અર્થાતું અસ્તિત્વ રહેવું - જ્યારે પણ નાશ ન થવું એ બધાથી મુખ્ય લક્ષણ છે. સત્ વસ્તુનો સ્વભાવ છે. 8િ હવે વસ્તુ આ પ્રમાણે છે. ઉત્પાદુ વ્યય થ્રોવ્યયુવતં સત્ આ વસ્તુ ઉત્પાદ - વ્યય - ધ્રોવ્ય સ્વરૂપ છે. એટલે દરેક પદાર્થ પોતાની અનાદિ સત્તાને ધૃવરૂપ ટકાવીને અવસ્થાઓને હર - સમય પલટાવતો રહે છે. અર્થાત્ પૂર્વ અવસ્થાનો વ્યય કરી નવીન અવસ્થા ઉત્પન્ન કરતો રહે છે. આ પલટાતી અવસ્થાને શાસ્ત્રીય ભાષામાં પર્યાય કહેવામાં આવે છે. 8 દ્રવ્યની ધ્રુવતા અને પરિણમનને સ્પષ્ટ કરતાં બીજું સૂત્ર છે :Tળ પર્વવાદ અર્થાત્ આ બધાની ધ્રુવતા અને પરિણમન પોતપોતાના ગુણોમાં અથવા સ્વભાવમાં જ થાય છે. કોઈપણ દ્રવ્ય પોતપોતાના ગુણો સિવાય અન્ય દ્રવ્યોનાં ગુણોમાં કોઈપણ પ્રકારે પરિણમન કરી શકતો નથી. ફીફ દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં જ રહીને પરિણમન કરી રહ્યું છે. દરેક વસ્તુ પોતાના સ્વભાવરૂપ જ પરિણમન કરે એ જ વસ્તુનો સ્વભાવ છે. પોતાની મર્યાદામાં જ રહીને પરિણમન કરવું એ એનો સ્વભાવ છે. # આમાંથી એક મહાન સિદ્ધાંતનો ઉદય થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી. જગતનો દરેક પદાર્થ અનંતગુણોનો સમુદાય હોવા છતાં અને નવી નવી અવસ્થાઓમાં પ્રગટ હોવા છતાં પણ પોતાની સત્તા અનાદિઅનંત બનાવી જ રાખે છે. અર્થાત્ કોઈપણ અન્ય દ્રવ્ય અથવા એનો અંશ - કોઈપણ અન્ય દ્રવ્યની સત્તામાં કિંચિત માત્ર પણ દખલ કરી શકતું નથી. આવી અજોડ વસ્તુ વ્યવસ્થતા છે. 8 તત્વ અથવા પદાર્થ સત્ લક્ષણવાળા છે. સત્ માત્ર છે તથા સ્વતઃ સિદ્ધ છે. આ રીતે અનાદિ નિધન હોવાથી સ્વતંત્ર છે. આના ઉપરથી એ પણ સિદ્ધ થાય છે કે દ્રવ્ય અને ગુણ સ્વતંત્ર છે જ, પરંતુ દરેક દ્રવ્યના દરેકના દરેક ગુણની એક એક પર્યાય પણ સ્વતઃ સિદ્ધ અને સ્વતંત્ર છે. આ પર્યાયનો સ્વામી એ દ્રવ્ય જ છે. અન્ય કોઈપણ દ્રવ્યનો એમાં કોઈ પ્રકારે હસ્તક્ષેપ સંભવ નથી. . For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ એક પદાર્થનું બીજા પદાર્થમાં નહિ હોવાપણું તેને અભાવ કહે છે. તે ચાર પ્રકારના છે. • પ્રાગ ભાવ પ્રધ્વંસ ભાવ અન્યોનયા ભાવ અત્યંતા ભાવ પ્રાગ ભાવ - વર્તમાન પર્યાયનો પૂર્વ પર્યાયમાં જે અભાવ તે. પ્રધ્વંસ ભાવ - આગામી પર્યાયમાં વર્તમાન પર્યાયનો જે અભાવ છે. અન્યોનયા ભાવ - પુદ્ગલ દ્રવ્યના એક વર્તમાન પર્યાયમાં બીજા પુદ્ગલના વર્તમાન પર્યાયના અભાવ. અત્યંતા ભાવ - એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના અભાવને અત્યંતા ભાવ કહે છે. 28 ઉપરોક્ત સિદ્ધાંતોમાંથી એ નિષ્કર્ષ નીકળે છે કે વિશ્વનો પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના સ્વયંના ગુણોમાં જ નિરંતર, કોઈપણ બીજાની સહાયતા વગર, પોતપોતાની પૂર્વ અવસ્થાઓને છોડતો થકો નવીન નવીન અવસ્થા અર્થાત્ પર્યાય રૂપ ઉત્પન્ન થયા કરે છે. એવો કોઈપણ સમય નથી આવતો કે કોઈપણ દ્રવ્ય કોઈપણ સમયે પોતાનો ઉપરોક્ત કમ છોડી દે અર્થાત્ એક સમય માટે પણ અટકી જાય. તાત્પર્ય એ છે કે હું પણ અનંત દ્રવ્યોમાં જ એક જીવ દ્રવ્ય છું.” હું મારા અનંત ગુણોમાં પરિપૂર્ણ છું, સાથે સાથે પોતાના ગુણોની પ્રત્યેક સમય પૂર્વ અવસ્થા છોડીને બીજા કોઈની પણ સહાયતા મદદ વગર નવીન નવીન અવસ્થાઓને નિરંતર કરતો થકો અનાદિથી અત્યાર સુધી વિદ્યમાન છું અને અંતકાળ સુધી એવી રીતે વિદ્યમાન જ રહીશ. મારા આ પરિણમનમાં અન્ય - દ્રવ્યોની સહાયતાની કોઈ અપેક્ષા નથી કારણ કે અન્ય દ્રવ્યો પણ મારી જેમ પોતપોતાના ગુણોમાં નિરંતર કોઈની પણ સહાયતા વગર પરિણમન કરી રહ્યા છે. એટલે કે મારા પરિણમનમાં સહાયતા કરી પણ કેમ શકે? ન જ કરી શકે એવી વસ્તુ વ્યવસ્થતા છે. ઉપરોક્ત સિદ્ધાંતની ચાર અભાવોના માધ્યમથી દૃઢતાપૂર્વક ખાત્રી થાય છે. કોઈપણ એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યતાભાવ છે. એટલે કે જેનો જેમાં અભાવ જ હોય તો તે તેમાં શું કરી શકે? કેવી રીતે કરી શકે? શક્ય નથી. આ ઉપરોક્ત ચર્ચાના નિષ્કર્ષ અનુસાર “જીવ' નામનો આત્મા પણ એક વસ્તુ છે. એટલે એનો પણ ધર્મ એના સ્વભાવરૂપ પરિણમન કરવાનો છે. આત્માનો સ્વભાવ 'જ્ઞાન' છે એટલે આત્માનો જાણનરૂપ પરિણમન જ એનો ધર્મ છે. એ જ સ્વભાવરૂપ ધર્મ છે. વિભાવરૂપ અર્થાત્ રાગાદિરૂપ પરિણમન એનો ધર્મ નથી, અધર્મ છે. આત્માનો સ્વભાવ તો માત્ર જાણવું એ જ ધર્મ છે. જે ધર્મની પૂર્ણ પ્રગટતા અરિહંત સિદ્ધ - ભગવાનમાં પ્રગટે છે. એ તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે. જે આત્મજ્ઞ એ સર્વજ્ઞ. એ પોતાના આત્માને જાણતા થકા સર્વને જાણે છે. એ વીતરાગ હોવાથી - સકલ વસ્તુના જ્ઞાતા હોવા છતાં, સંપૂર્ણ લોકાલોકના પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાયને એક જ સમયે જાણતા હોવા છતાં કોઈપણ દ્રવ્યના પરિણમનમાં કાંઈ પણ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ કરતાં નથી. માત્ર જ્ઞાયક રહી બિરાજમાન છે. એ જાણે છે કે દરેક દ્રવ્યનું પરિણમન સંપૂર્ણ સ્વતંત્ર છે. એનો જ ઉપદેશ કરે છે. આ રીતે દ્રવ્યના પરિણમનની સ્વતંત્ર વસ્તુ વ્યવસ્થતા છે. વસ્તુ વ્યવસ્થતા તો એમ જ છે કે દરેક વસ્તુ પોતાના સ્વભાવ અનુસાર નિરંતર નિબંધરૂપથી પરિણમન કરતી જ રહે છે. આજે દરેક વસ્તુની વ્યવસ્થતા છે. એમાં જો કોઈ વસ્તુ બીજાની વસ્તુ વ્યવસ્થતામાં હસ્તક્ષેપ કરે અને પોતાના પરિણમન વડે બીજાના પરિણમનમાં હસ્તક્ષેપ કરી એનું પરિણમન રોકી શકે એવી રીતે દરેક વસ્તુના હસ્તક્ષેપ કરવાના સામર્થ્યને જો સ્વીકારવામાં આવે તો વસ્તુ વ્યવસ્થતા જ નાશ પામે – સમાપ્ત થઈ જાય. જડ ચેતનના પરિણમનમાં હસ્તક્ષેપ કરે તો બંનેનો નાશ થાય. છતાં પણ બધાના પરિણમન એક સાથે થતાં હોવાથી જોગાનુજોગ એક દ્રવ્યના પરિણમનમાં કોઈ અન્ય દ્રવ્યનું પરિણમન સહજરૂપે, કાંઈ પણ બીજા પ્રયાસ વગર અનુકૂળ અથવા પ્રતિકૂળ દેખાવા લાગે - ભાસવા લાગે ત્યાં અજ્ઞાનતા અને મિથ્યા માન્યતાથી ઘણો બધો ભ્રમ થાય છે. કારણ કે જ્યારે એ અનુકૂળ - પ્રતિકૂળ દેખાતા દ્રવ્યના પરિણમનને ખબર પણ નથી કે મારું પરિણમન કોઈને અનુકૂળ - પ્રતિકૂળ થઈ રહ્યું છે. ખરેખર એમ નથી. ખરેખર સમસ્ત દ્રવ્યોના પરિણમન પોતપોતાના ક્રમ અનુસાર અનાદિ અનંતકાળ સુધી નિબંધ થયા કરે છે અને આ જ વસ્તુની અને વિશ્વની અત્યંત સુંદર વ્યવસ્થતા છે. આત્મા મૂળભૂત શુદ્ધ સ્વભાવે અરૂપી-અવિકારી- અવિનાશી - નિરંજન - શુદ્ધ સ્વરૂપીઅનંતજ્ઞાનમય-અનંત સુખમય છે. પરંતુ અનાદિથી પુદ્ગલકર્મોના સંયોગથી રૂપી-વિકારી - રાગી - દ્વેષી, ક્રોધાદિ દશાવાળો થતો પોતાને માનતો થકો અજ્ઞાનભાવે - મિથ્યાત્વથી પોતાનું ભાન ભૂલ્યો છે. જો એને પોતાના સાચા સ્વરૂપની જાણ અને શ્રદ્ધા થઈ જાય તો તેના બધા દુઃખ દૂર થઈ જાય. # જે પરિણમિત થાય છે તે કર્તા છે - જે પરિણામ છે તે કર્મ છે અને જે પરિણતિ તે ક્રિયા છે. આ ત્રણેય વસ્તુ સ્વરૂપમાં અભિન્ન છે. 8 હકીકતે પરવસ્તુઓ સાથે આત્માનો (જીવનો) જો કોઈ સંબંધ કહેવામાં આવે તો પરમ - પવિત્ર એક માત્ર જોય - જ્ઞાયક સંબંધ જ છે. અન્ય કોઈપણ પ્રકારનો કિંચિતમાત્ર પણ સંબંધ જ નથી. આ જ વસ્તુ અને વિશ્વની વ્યવસ્થતા છે. # આ દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત અને સંપૂર્ણ એવી ભલી - પૂર્ણ - યોગ્ય - નિત્ય વિશ્વ વ્યવસ્થતા જો જીવના જ્ઞાનમાં અને શ્રદ્ધાનમાં આવી જાય તો જીવની બધી જ આકુળતા - વ્યાકુળતાનો અંત આવી જાય અને સંપૂર્ણ સુખદ - એક નિરાબાધ - નિરાકુળ સ્થિતિ ઉત્પન્ન થઈ જાય. આ સંપૂર્ણ વ્યવસ્થતા સમજવાનો હેતુ - પ્રયોજન આ જ છે. For Persola & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ક્રમબદ્ધ પર્યાય 88 ક્રમબદ્ધ પર્યાય'નો આશય એ છે કે આ પરિણમનશીલ જગતની પરિણમન વ્યવસ્થતા કમ નિયમિત છે. જગતમાં જે કાંઈ પણ પરિણમન નિરંતર થઈ રહ્યું છે તે સર્વ એક નિશ્ચિત કમમાં વ્યવસ્થિત રૂપે થઈ રહ્યું છે. 3 પ્રત્યેક દ્રવ્યમાં પર્યાયો ક્રમશઃ જ થાય છે, એકી સાથે નહિ. પર્યાયોમાં પણ એ નિશ્ચિત હોય છે કે કોના પછી કઈ પર્યાય આવશે. જેના પછી જે પર્યાય (કાર્ય) થવાની હોય છે, તે જ થાય છે, અન્ય નહીં. આનું નામ ક્રમબદ્ધ પર્યાય છે. 28 પ્રત્યેક દ્રવ્યની પરિણમન વ્યવસ્થતા માત્ર વ્યવસ્થિત જ નહીં, સ્વાધીન પણ છે; અન્ય - દ્રવ્યને આધીન નથી. એક દ્રવ્યના પરિણમનમાં બીજા દ્રવ્યનો કાંઈ પણ હસ્તક્ષેપ નથી. વ પ્રત્યેક કાર્ય પોતાના સ્વકાળે જ થાય છે. તેથી પ્રત્યેક દ્રવ્યની પર્યાયો કમ નિયમિત છે. એક પછી એક પોતપોતાના સ્વકાળે નિશ્ચિય-ઉપાદાન અનુસાર થયા કરે છે. કે ધ્યાન દેવા યોગ્ય વાત એ છે કે અહીં માત્ર એમ નથી કહેવામાં આવ્યું કે પર્યાયો કમે થાય છે, પરંતુ એમ પણ કહેવામાં આવ્યું છે કે તે નિયમિત ક્રમમાં થાય છે. આશય એ છે કે જે દ્રવ્યની, જે પર્યાય, જે કાળે, જે નિમિત્ત અને જે પુરુષાર્થપૂર્વક જેવી થવાની છે, તે દ્રવ્યની તે પર્યાય તે જ કાળે, તે જ નિમિત્તે અને તે જ પુરુષાર્થે થાય છે, અન્યથા નહીં, આ નિયમ 8 શ્રી કાર્તિકેય સ્વામીએ કહ્યું છે કે સમયછી જીવ કંઈ રીતે વસ્તુસ્વરૂપનું ચિંતવન કરે છે. તો સિદ્ધાંત આ છે : જે જીવને જે દેશમાં (ક્ષેત્રમાં), જે કાળમાં, જે ભાવથી, જે વિધિથી (નિમિત્તથી), જન્મ-મરણ, સુખ-દુઃખતથા રોગ અને દારિદ્રય ઈત્યાદિ જેવું સર્વજ્ઞદેવે તેમનાં જ્ઞાનમાં જાયું છે, તે જ પ્રકારે નિયમથી તે જીવને તે દેશમાં, તે કાળમાં, તે ભાવથી, તે વિધિથી બધું જ થાય છે. પરિણમન થાય છે.) તેનું નિવારણ કરવા માટે ઈન્દ્ર, નરેન્દ્રકે જિનેન્દ્રદેવ કોઈપણ સમર્થ નથી. કાંઈ કરી શકે એમ નથી. & સર્વજ્ઞ દેવ સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની સર્વ પદાર્થની સર્વ અવસ્થાઓને યુગપત્ (એકીસાથે) જાણે છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જે કાંઈ પણ પ્રતિભાસિત થયું છે, એ બધું નિશ્ચિયથી ક્રમ પ્રમાણે જ થાય છે. એમાં હીન - અધિક કાંઈ પણ થતું નથી. એ પણ ધ્યાન રાખવા જેવી વાત છે. આ જે કાંઈ પણ થાય છે તેને સર્વજ્ઞ જાણે છે, પણ તે એના હર્તાકર્તા નથી, માત્ર જાણે જ છે. તેમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. કરું આ નિર્ણયમાં એકાંતવાદ અથવા નિયતવાદ નથી, પરંતુ સર્વજ્ઞની પ્રતીતિપૂર્વક સાચું ૧૦ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તવાદ અને જ્ઞાનસ્વભાવીની ભાવના તથા જ્ઞાનનો અનંત પુરુષાર્થ સમાયેલો છે. શિક આ રીતે આપણે જોઈએ છીએ કે, ક્રમબદ્ધ પર્યાય'ના સિદ્ધાંતમાં સર્વજ્ઞતા સૌથી બળવાન હેતુ છે. જે સર્વનો જાણે તે સર્વજ્ઞ. કેવળજ્ઞાન' શબ્દનો મહિમા આવતા ભગવાન આત્માનો મહિમા આવે છે. જેથી જગતના બીજા પદાર્થોનો મહિમા ઓછો થાય છે. વિ કેવળ જ્ઞાનનો વિષય તો સમસ્ત દ્રવ્યો અને તેમની ત્રાણ કાળ સંબંધી સમસ્ત પર્યાયો છે. જે કાંઈ થઈ ગયું છે, થઈ રહ્યું છે અને ભવિષ્યમાં થવાનું છે, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં તો તે બધું જ વર્તમાનવત્ સ્પષ્ટ ઝળકે છે. “સર્વ દ્રવ્યોની પૃથ્થક પૃથ્થક ત્રણે કાળે થનારી અનંતાનંત પર્યાયો છે. આ બધામાં કેવળજ્ઞાનની પ્રવૃત્તિ હોય છે. એવું ન કોઈ દ્રવ્ય છે અને ન પર્યાયસમૂહ છે જે કેવળજ્ઞાનના વિષયથી બહાર હોય. કેવળજ્ઞાનનું માહત્મ અપરિમિત છે.” ફ્રિ વ્યવહારનયથી કેવળી ભગવાન સર્વ જાણે છે અને દેખે છે; નિશ્ચિયનયથી કેવળજ્ઞાની (સર્વજ્ઞ) પોતાના આત્માને જાણે છે અને જુએ છે. જે આત્મજ્ઞ તે સર્વજ્ઞ'. % વસ્તુની પર્યાય ક્રમબદ્ધ થાય છે, તથાપિ સર્વજ્ઞનો નિર્ણય કરવાવાળાને જ આનો યથાર્થ નિર્ણય થાય છે અને સર્વજ્ઞનો નિર્ણય કરવાવાળાની જ્ઞાનસ્વભાવની સન્મુખતાથી નિર્મળ પર્યાયો થાય છે. આના સિવાયનતો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે અને ન તો શુદ્ધ પર્યાય થાય છે. આ રીતે આમાં સમ્યક પુરુષાર્થ છે. ફક નિશ્ચિયથી જે સમસ્ત દ્રવ્યોને અને તેમની સમસ્ત પર્યાયોની શ્રદ્ધા કરે છે તે સમષ્ટી છે અને તેમાં શંકા કરે છે તે મિથ્યાષ્ટિ છે. કે હું તે સિદ્ધોને વંદન કરું છું - જે નિશ્ચયનયથી પોતાના સ્વરૂપમાં સ્થિત થયા છે અને વ્યવહારનયથી લોકાલોકને સંશયરહિત પ્રત્યક્ષ દેખતા - જાણતા થકા સ્થિર રહ્યા છે. 8 તીર્થકર ભગવાનના આભા મંડળમાં ભવ્ય જીવોને પોતપોતાના સાત ભવ દેખાય છે. તે સાત ભવોમાં ત્રણ ભવ ભૂતકાળના, ત્રણ ભવ ભવિષ્યના અને એક વર્તમાન ભવ દેખાય છે. આ જો બધું કમનિયમિત ક્રમબદ્ધ હોય તો જ જણાય ને! જેવું સર્વજ્ઞ ભગવાને જોયું છે એવું જ થાય છે. એમાં સર્વજ્ઞ અને સર્વજ્ઞતાની દ્દઢ પ્રતીતિ જ છે. શુદ્ધ આત્માની જ પ્રતીતિ # જગતની પ્રત્યેક સત્તા ઉત્પાદ - વ્યય - ધોવ્યાત્મક છે. પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમયનવા પર્યાયનો ઉત્પાદ અને વર્તમાન પર્યાયનો વ્યય થતો રહે છે તથા દ્રવ્ય પોતાના સ્વરૂપે કાયમ જ ટકી રહે For Persol 1 Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ છે અને જે પર્યાયો થાય છે તે પણ ક્રમબદ્ધ જ થાય છે. 89 પ્રત્યેક વસ્તુ વ્યવસ્થિત એક નિશ્ચિતક્રમ અનુસાર જ પરિણમિત થાય છે. કઈ વસ્તુમાં કયા સમયે કઈ પર્યાય ઉત્પન્ન થશે - એ નિશ્ચિત જ છે. માટે ક્રમબદ્ધ પર્યાય' એ વસ્તુના પરિણમનની વ્યવસ્થતા છે. પ્રતિસમયની યોગ્યતા અનુસાર નિશ્ચિત ક્રમમય પરિણમન થવાનો નિયમ જ ‘ક્રમબદ્ધ પર્યાય” છે. વક સંપૂર્ણ જિનાગમમાં કમબદ્ધ પર્યાયી ઠેર ઠેર ચર્ચાયેલ જ છે. આના ઉદાહરણ વારંવાર કહેવામાં આવેલ છે. & કમબદ્ધ પર્યાય'ને સમજવાની આવશ્યકતા તો એનું સ્વરૂપ સમજવાથી જ સમજી શકાય છે. 8 હવે પ્રશ્ન એ થાય છે કે આ કોણે જોયું? કોણે જાણ્યું? અને કોણે નક્કી કર્યું? - આનું એક માત્ર સમાધાન આ જ છે. સર્વજ્ઞ ભગવાને એના કેવળજ્ઞાનમાં આ જોયું અને જાણ્યું. સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રત્યેક વસ્તુની ભૂત-વર્તમાન અને ભવિષ્યની સમસ્ત પર્યાયો વર્તમાનવત્ જણાય છે તથા વસ્તુનું પરિણમન સર્વજ્ઞ દ્વારા જણાવેલ ક્રમાનુસાર જ થાય છે. અહિં એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે સર્વશનું જ્ઞાન વસ્તુના પરિણમનનો ક્રમ નિશ્ચિત કરવાવાળું નથી. નિશ્ચિત કમાનુસાર પરિણમન તો વસ્તુનો સ્વભાવ છે. કેવળજ્ઞાન તો તે કમનો જ્ઞાતા છે, જે ક્રમથી વસ્તુ પરિણમન થાય છે. ઈશ્વર - ભગવાન કે સર્વજ્ઞ વસ્તુનો હર્તાકર્તા નથી. સર્વજ્ઞતા ક્રમબદ્ધ પરિણમનની જ્ઞાયક છે - કારક નથી. વિક ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ સમજવાથી સહજ જણાય છે કે મોક્ષમાર્ગ પ્રગટ કરવા માટે નિજ વૈકાલિક જ્ઞાયક સ્વભાવમાં તન્મય થવું અનિવાર્ય છે. ક્રમબદ્ધ પર્યાયનો મુખ્ય હેતુ જીવની કર્તુત્વબુદ્ધિ કઢાવી નાખી જ્ઞાતાપણું સ્થાપીત કરવાનો છે. “હું માત્ર જાણનાર જ છું - કાંઈ કરનાર નથી - પરદ્રવ્યના પરિણમનમાં મારે કાંઈ કરવાનું નથી. જે કંઈ થઈ રહ્યું છે તે પોતાના સ્વભાવથી જ ક્રમ અનુસાર થઈ રહ્યું છે. તેનો પણ હું માત્ર જાણનાર જ છું મારું કર્તાપણું ક્યાંય નથી.” જે કમબદ્ધ પર્યાયમાં સર્વજ્ઞ પણ કંઈ ફેરફાર કરવા સમર્થ નથી તો પછી સામાન્ય માનવી શું કામ હું, હું કરું એવી કર્તુત્વબુદ્ધિમાં રાચી રહ્યો છે? બહુ જ સમજવાની જરૂર છે. “હું For Perso2 Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ કરું, હું કરુ એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે” આ વિશ્વની આખી વ્યવસ્થતા એટલી બધી સ્વયં સંચાલીત છે કે ખરેખર કોઈએ એમાં કાંઈ કરવાનું જ રહેતું નથી. 28 ક્રમબદ્ધ પર્યાયને સમજવામાં એકાંતનિયતવાદ તથા પુરુષાર્થહીનતાનો ભય સર્વાધિક બાધક તત્વ છે. એકાંત નિયતવાદથી ભયાકાંત લોકો કહે છે - “જો બધું જ નિશ્ચિત માની લેવામાં આવે તો લોકમાં કાંઈ વ્યવસ્થતા જ નહી રહે” વ્યવસ્થતા કરવાની જે કબુદ્ધિ જીવમાં પડી છે તેનો આ પુકાર છે. અવ્યવસ્થતા પણ સત્ છે. પુરુષાર્થ નથી કરવો અથવા પુરુષાર્થ શબ્દની પરિભાષા જેમને ખબર નથી - સત્ય પુરુષાર્થ કોને કહેવાય? તે લોકોને આમાં પુરુષાર્થ હિનતાનો ભય રહે છે. પણ જે કાંઈ તુ નથી કરતો એ પણ પુરુષાર્થ નથી તો બીજું શું છે? પુરુષાર્થ તો સતત થયા જ કરે છે. શાસ્ત્રોમાં અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ને પુરુષાર્થ કહ્યા છે. સામાન્ય માનવી અર્થ અને કામના પુરુષાર્થથી પરિચીત છે પણ ધર્મ અને મોક્ષના સત્ય પુરુષાર્થની તેને ખબર નથી. ખરેખર જોઈએ તો વીર્યગુણના કારણે પ્રત્યેકદ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાના સમયે પુરુષાર્થપૂર્વક જ થાય છે. પુરુષાર્થરહિત કાંઈ જ નથી. અજ્ઞાની જીવ પંચેન્દ્રિયના વિષયોમાં સુખબુદ્ધિને કારણે અર્થ અને કામ પુરુષાર્થમાં મગ્ન - તન્મય, એકાગ્ર રહે છે, વ્યસ્ત રહે છે અને તેને પુરુષાર્થ માને છે. જ્ઞાની જીવ ધર્મ અને મોક્ષ પુરુષાર્થમાં સ્વભાવ સન્મુખ રહે છે. આ જ સત્ય પુરુષાર્થ છે. આ રીતે થોડાક લોકો ને અવ્યવસ્થીત પરિણમન સ્વીકારવામાં અવ્યવસ્થતા દેખાય છે. પરંતુ જો સમગ્ર પરિણમન વ્યવસ્થતા પર ગંભીરતાથી વિચાર કરવામાં આવે તો કાંઈ પણ અવ્યવસ્થિત નથી પરંતુ સર્વ વ્યવસ્થતા અતિ સુંદરતમ્ છે એ ખ્યાલમાં આવશે. વક જગતમાં જે કાંઈ પણ વ્યવસ્થિત દેખાય છે તે તો વ્યવસ્થિત જ છે. પરંતુ જે કાંઈ પણ અવ્યવસ્થિત દેખાય છે તે પણ પૂર્ણ વ્યવસ્થિત સુનિશ્ચિત ક્રમાનુસાર જ થાય છે. ભલે એ આપણને અવ્યવસ્થિત લાગે પરંતુ જગતમાં કાંઈ પણ અવ્યવસ્થિત નથી. જે અવ્યવસ્થતા આપણને જગતમાં દેખાય છે તે ખરેખર એમ છે જ નહિ કારણ કે વ્યવસ્થિત જ છે. ખરેખર અવ્યવસ્થતા આપણી દ્રષ્ટિમાં જ છે. જેની મતિ અવ્યવસ્થીત છે તેને જગત અવ્યવસ્થિત જ દેખાય છે. વક ક્રમબદ્ધ પરિણમનનો અર્થ માત્ર કાળની નિયતી જ નહિ, એમાં પાંચ સમવાય (૧) સ્વભાવ (૨) કાળલબ્ધિ (૩) નિયતિ (ભવિતવ્યતા) (૪) નિમિત્ત (૫) પુરુષાર્થ. એ બધાના નિશ્ચિત થવાનો નિયમ છે. આ પાંચે ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. આત્માની ઉપલબ્ધિમાં પણ પાંચ સમવાય જોઈએ. ..: તો ૧૨ , For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ વક પુરુષાર્થ આપાંચ સમવાયનું એક અંગ છે અને પુરુષાર્થની મુખ્યતા હોવાથી બીજા ચારે સમવાય કે એમાં આવી જાય છે. કમબદ્ધ પર્યાયનું આવું સાચું સ્વરૂપ જોવું અને એમાં શ્રદ્ધા કરવી એ જ સત્ય પુરુષાર્થ છે. કિ તો હવે પ્રશ્ન થાય છે કે હવે કરવું શું? કરવાની છે આપણી મતિ વ્યવસ્થિત અને આપણે કરીએ છીએ જગતને વ્યવસ્થિત. જે ખરેખર વ્યવસ્થિત થવાનું નથી. એટલે આપણી સમજમાં વ્યવસ્થતા કરવાની છે. જગતની વ્યવસ્થતાં સંબંધીત આપણી સમાજ સુધારવાની છે. આપણે ભૂલ કરીએ છીએ ક્યાં અને સુધારીએ છીએ ક્યાં? આજ દિવસ સુધી જેટલી ભૂલો થઈ છે તે વાણીમાં અને ક્રિયામાં કે જ્ઞાનમાં થઈ છે. વસ્તુમાં કોઈ દિવસ ભૂલ થતી નથી. વસ્તુઓ તો જેમ છે તેમ વ્યવસ્થિત જ છે અને એનું પરિણમન પણ સુનિશ્ચિત ક્રમાનુસાર જ છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનાદિકાળથી જીવે વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું જાણ્યું નથી, માન્યું નથી, શ્રદ્ધા કરી નથી, અનુભવ્યું નથી એ જ એની ભૂલ છે. જીક આજ સુધી આપણે આ વ્યવસ્થીત જગતને ક્રમબદ્ધ પરિણમન સહિત જાણ્યું નથી, માનું નથી, શ્રદ્ધયું નથી, અનુભવ્યું નથી, એને અવ્યવસ્થિત જ માન્યું છે. આ થઈ પ્રથમ ભૂલ. એ સુધારવી પડે. અને હવે જો આ જગત વ્યવસ્થિત થઈ જાય તો મારી માન્યતા સાચી થઈ જાય, તો આ જગતને સુધારવાની બીજી ભૂલ તારી માન્યતા સાચી કરવા જગતને સુધારવાની જરૂર નથી. તારી માન્યતા બદલવાની છે. જગત તો જેવું છે તેવું જ છે. તારી વાણીમાં, ક્રિયામાં, જ્ઞાનમાં સુધારો કરવાની જરૂર છે. તારી મતિ સુધારવાની છે. એનો અર્થ એ થયો કે તારી અનાદિની ચાલી આવેલી માન્યતાઓ બદલવાની છે. જે દષ્ટિ મિથ્યા છે, તે દષ્ટિ બદલી સમષ્ટિ કરવાની છે. ખરેખર તો જે જેમ છે તેમ સમજવું છે. આજે જે જ્યાં જ્યાં યોગ્ય છે તેહ સમજવું તેમ” નવું કંઈ કરવાનું નથી. આજ દિવસ સુધી વૈજ્ઞાનિકોએ જે સંશોધન કર્યું તે શું છે? જે જગત વ્યવસ્થિત હતું તે જાણ્યું છે માત્ર તારો સ્વભાવ પણ એ જ છે, માત્ર જાણવું. સ્વભાવ એ જ ધર્મ છે. કરવું ને માનવું હું કરી રહ્યો છું એ મિથ્યાત્વ છે. કમબદ્ધ પર્યાય'ના સિદ્ધાંતમાં જે પાંચ સમવાય છે તેમાં સ્વભાવ, નિયતિ, નિમિત્ત અને પુરુષાર્થમાં બધાને ખાસ શંકા થતી નથી. પણ ક્યારે થશે એ કાળ લબ્ધિમાં બધાને શંકા થાય છે. બધું જલ્દી જલ્દી કરી નાખવું છે. વધારેમાં વધારે બોજો આ છે. આ એટલા માટે થાય છે કે જગત ઉતાવળમાં છે. એને બધું કરી નાંખવાની હંમેશા જલ્દી હોય છે. સમય પહેલાં કરવામાં પુરુષાર્થ માને છે. પણ જલ્દી કેમ થાય? કાળલબ્ધિ પાકે ત્યારે જ થાય. એક સમયમાં એક જ પર્યાય થાય છે. ચિત્તમાં વૈર્ય પેદા કરવું પડશે, નહિ તો કાર્ય બગડશે. ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળ કરવાવાળાને આ ક્રમબદ્ધ નહિ સમજાય. ૧૪ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ 888 આ ક્રમબદ્ધ પર્યાય વ્યવસ્થાપકો ને નહિ સમજાય. બધા જ અવ્યવસ્થતા સુધારવા વ્યવસ્થાપક બની ગયા છે. ખરેખર તો પોતપોતાની વ્યવસ્થતા સુધારવાની જરૂર છે. જગતને વ્યવસ્થિત કરવાની જરૂર નથી. વ્યવસ્થતા સુધારવા જતા તો વધુ અવ્યવસ્થતા થાય છે. & જો કમબદ્ધ પર્યાય’ બરાબર સમજાઈ જાય અને તેમાંથી પર્યાયો સંબંધી નિશ્ચિતતા આવી જાય તો જે ઉપયોગ આજ સુધી બહાર પર્યાયોમાં ભટકતો હતો - ત્યાં સમય અને શક્તિ વેડફાતાં હતાં - ત્યાં પર્યાય પરથી દષ્ટિ હટી જાય અને ઉપયોગ જો સ્વભાવ સન્મુખ થાય - દ્રવ્યષ્ટિ પ્રગટ થાય તો જે જેર અનિત્ય પર હતું તે જો નિત્ય જ્ઞાયક તરફ વળે તો સમ્યગ્દર્શન થઈ જાય. કે આત્માનુભૂતિ - સ્વાનુભૂતિ - સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે નિજ સૈકાલિક ભગવાન આત્માનું (જ્ઞાયકનું) લક્ષ્ય કરવું પડશે. તેનો આશ્રય લેવો પડશે. જ્ઞાનની નિર્મળ પર્યાય જ્યારે જ્ઞાયક સ્વભાવમાં તન્મય થઈ પોતાનું સર્મપણ કરી દેશે ત્યારે આત્માનુભવ થઈ જશે. આ જ એની યથાર્થ વિધિ છે. એક વખત જો વ્યવસ્થતાની શ્રદ્ધા આવી જાય પછી પર્યાય પર ષ્ટિ નહિ જાય. નિઃશંકતાથી નિર્ભયતા આવે છે અને નિર્ભયતાથી નિઃસંગતા આવે છે. પરનો સંગ અભિપ્રાયમાંથી છૂટી જાય તો નિઃસંગ જીવ સ્વતંત્રતા અનુભવી અનંત સુખ - શાંતિ પામે. આ સંપૂર્ણ શ્રદ્ધાનો વિષય છે. તારી ભાવિની બધી જ પર્યાયોને ક્રમમાં મૂકી અને નિશ્ચિત થઈ જા - કલ્યાણ થઈ જશે. આ જીવ ને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા બે જ કાર્ય કરવાના છે. ત્રિકાળી ભગવાન આત્મા - તેના સ્વરૂપની સાચી સમજણ અને શ્રદ્ધા. કમબદ્ધ પર્યાયની સાચી સમજણ અને શ્રદ્ધા. આની અંદર સર્વજ્ઞતાની શ્રદ્ધા, પરમાત્માની શ્રદ્ધા, નિજ આત્માની નિર્મળ શ્રદ્ધા બધું જ આવી જાય છે અને એ જ સમ્યગ્દર્શન છે. ઉપાદાન અને નિમિત્ત કે કોઈ પણ કાર્ય કારણપૂર્વક જ થાય છે. કાર્યની ઉત્પાદક સામગ્રીને જ કારણ કહેવામાં આવે છે. એ કાર્યની ઉત્પાદક સામગ્રી ઉપાદાન અને નિમિત્તના રૂપમાં જ હોય છે. કાર્ય થવા માટે પદાર્થની તે સમયની યોગ્યતાને ઉપાદાન કહેવામાં આવે છે. ઉપાદાન એટલે વસ્તુની સહજ શક્તિ. & કાર્ય થતી વખતે સંયોગી પરપદાર્થોને નિમિત્ત કહેવાય છે. નિમિત્ત એટલે અનુકૂળ સંયોગી બીજી ચીજ. ૧૫. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ક્રિકે જે સ્વયં કાર્યરૂપમાં પરિણમિત થાય તેને ઉપાદાનકારણ કહે છે અને જે સ્વયં કાર્યરૂપમાં પરિણમિત ન થાય પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ થવાનો આરોપ જેનામાં આવી શકે તેને નિમિત્તકારણ કહે છે. જેવી રીતે ઘડારૂપે કાર્યમાં માટી ઉપાદાન કારણ છે અને કુંભાર, ચક્ર, દંડ નિમિત્ત કારણ છે. # જે પદાર્થમાં કાર્ય નિખ થાય છે તે પદાર્થને ઉપાદાન કારણ અને જે કાર્ય નિષ્પન્ન થયું તેને ઉપાદેય કહેવામાં આવે છે. માટીરૂપ ઉપાદાનકારણનું જે ઘડારૂપ કાર્ય થાય છે તેને ઉપાદેય કહેવામાં આવે છે. @ નિમિત્તકારણની અપેક્ષાએજ કાર્ય (ઉપાદેય) ને નૈમિત્તિક કહેવામાં આવે છે. તે જ ઘડારૂપ કાર્ય-કુંભારરૂપ નિમિત્ત કારણનું નૈમિત્તિક કાર્ય છે. થી તાત્પર્ય એ છે કે માટી અને ઘડામાં ઉપાદાન - ઉપાદેય સંબંધ છે તથા કુંભાર અને ઘડામાં નિમિત્ત - નૈમિત્તિક સંબંધ છે. વક ઉપાદાન નિમિત્તને કર્તા - કર્મ સંબંધ નથી. ઉપાદાન અને નિમિત્ત બંને જુદા દ્રવ્યો છે. બંને સ્વતંત્ર છે, ભિન્ન ભિન્ન છે. કે બે દ્રવ્યો એક થઇને પરિણમતા નથી. બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી. એક દ્રવ્યના બે કર્તા કે બે કર્મ બે ક્રિયા એકી સાથે ન હોય કારણ કે એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ. ૐ નિશ્ચિયથી એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનાર આત્માના પરિણામને અને પુગલના (શરીરના) પરિણામને પોતે કરે છે એમ માને છે - અજીવના પરિણામને જીવનું પરિણામ માને છે. તેથી તેઓની માન્યતાની ભૂલને કારણે મિથ્યાષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. જો જડ અને ચેતનની ક્રિયા એક હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય. એ સૌથી મોટો દોષ ઉપજે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઇ ન કરી શકે એવો દ્રવ્યની સ્વતંત્રતાનો મહાન સિદ્ધાંત છે. # ઉપાદાન નિમિત્તનું યથાર્થ જ્ઞાન તે સ્વ પરના ભેદ જ્ઞાનનું કારણ છે. ઉપાદાન સ્વદ્રવ્ય છે અને નિમિત્ત પરદ્રવ્ય છે. બંને સ્વતંત્ર દ્રવ્ય છે. બંનેનું પરિણમન પણ સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણમનમાં કોઈ પ્રકારે હસ્તક્ષેપ કરતું નથી. આમ યથાર્થ જાણીને પરથી ઉપેક્ષિત થઈને સ્વભાવ - આશ્રિત પરિણમવું તે સત્ય ધર્મ છે. ક્રિકે દરેક કાર્ય ઉપાદાન પ્રમાણે જ થાય છે. તે વખતે કોઈ પણ નિમિત્તની હાજરી હોય જ છે પરંતુ નિમિત્ત કાંઈ કરતું નથી. 8 આ જગતમાં મોહી (અજ્ઞાની) જીવોને ‘પદ્રવ્યને હું કરું છું' એવા પરદ્રવ્યના કર્તુત્વના મહા - ૧૬ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ અહંકાર રૂપ અજ્ઞાન અંધકાર કે જે અત્યંત દુઃનિવાર છે ને અનાદિકાળથી છે. અજ્ઞાની જીવ એમ પણ માને છે કે ‘અમુક નિમિત્ત આવ્યું માટે આ કાર્ય થયું; સદ્ગુરુ વગેરે નિમિત્ત મળ્યા માટે સમ્યક્ત્વ થયું’ આ અજ્ઞાનીનો મોટો ભ્રમ છે. ૐ આ ભ્રમ જ ઉપાદાન - નિમિત્ત સંબંધી ભૂલનું મૂળ કારણ છે અર્થાત્ સ્વભાવ દ્દષ્ટિથી સ્થૂત થઈને સંયોગદ્દષ્ટિને લીધે જ જીવ અનાદિકાળથી સંસાર સમુદ્રમાં ગોથા ખાઈ રહ્યો છે. ૐ કાર્ય થવાની યોગ્યતા ત્રિકાળરૂપ નથી, પણ વર્તમાનરૂપ છે. એટલે દ્રવ્યની જે સમયે જે કાર્યરૂપ પરિણમવાની યોગ્યતા હોય તેજ સમયે તે દ્રવ્ય કાર્યરૂપે પરિણમે છે. દરેક પરમાણું તેની સ્વતંત્ર લાયકાતથી જ પરિણમી રહ્યો છે. આવી વસ્તુની સ્વાધીનતા અને સ્વતંત્રતા છે. તત્ સમયની યોગ્યતા સમર્થકારણ છે. 8 જેમ ત્રિકાળી દ્રવ્ય સત્ છે તેમ પ્રત્યેક સમયની એક એક પર્યાય પણ તે સમયનું સત્ છે. આનું જ નામ ઉપાદાન. ૐ સ્વતંત્ર નિરપેક્ષ વસ્તુસ્વભાવ છે, એ સ્વભાવને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જીવને પરદ્રવ્ય પરથી સાચી ઉદાસીનતા આવે નહી. આ સ્વતંત્રતા તે જૈન દર્શનનું મૂળ રહસ્ય છે. ૐ જીવ કાં તો નિમિત્તથી કાર્ય થાય એમ માનીને પુરુષાર્થહીન થાય છે અને કાં તો નિમિત્તનો અને સ્વપર્યાયનો વિવેક ચૂકીને સ્વચ્છંદી થાય છે. આ બંન્ને ઊંધા ભાવ છે. આ ભાવ જ જીવને ઉપાદાનની સ્વતંત્રતા સમજવા દેતો નથી. પોતાના ઉપાદાન સ્વભાવના સ્વતંત્ર ભાવોને ઓળખીને તે સ્વભાવની એકાગ્રતા દ્વારા નિમિત્તનું લક્ષ જે જીવો છોડે છે તે સ્વરૂપમાં સ્થિત રહે છે. તેમની ભ્રાંતિનો નાશ થઈ સમ્યગ્દર્શન થાય છે અને રાગનો નાશ થઈ કેવળજ્ઞાન પામીને મુક્ત થાય છે. ઉપાદાન - નિમિત્તનું જ્ઞાન થતાં પરાધીનતાની માન્યતાનો ખેદ ટળે છે અને સ્વાધીનતાનું સાચું સુખ પ્રગટ થાય છે. ઉપાદાન-ઉપાદેય/નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ૐ જેમ ઘડારૂપ કાર્ય માટીરૂપ ઉપાદાન કારણનું ઉપાદેય છે તે જ ઘડારૂપ કાર્ય કુંભારરૂપ નિમિત્ત કારણનું નૈમિત્તિક કાર્ય છે. તાત્પર્ય એ છે કે માટી અને ઘડામાં ઉપાદાન - ઉપાદેય સંબધ છે, જ્યારે કુંભાર અને ઘડામાં નિમિત્ત - નૈમિત્તિક સંબંધ છે. ૐ હવે આજ સિદ્ધાંતને સમ્યગ્દર્શન રૂપ કાર્યમાં ઘટીત કરીએ તો આ રીતે કહી શકાય. આત્મદ્રવ્ય અથવા શ્રદ્ધાગુણ ઉપાદાન છે અને સમ્યગ્દર્શન ઉપાદેય છે. એ જ રીતે મિથ્યાત્ત્વ કર્મનો અભાવ અથવા સદ્ગુરુનો ઉપદેશ નિમિત્ત છે અને સમ્યગ્દર્શન નૈમિત્તિક છે. ૧૭ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ આ રીતે આ સુનિશ્ચિત થયું કે ઉપાદાન - ઉપાદેય સંબંધ અને નિમિત્ત -નૈમિત્તિક સંબંધ કાર્ય કારણ સંબંધના જ રૂપ છે. જે પ્રત્યેક કારણ - કાર્યના સંબંધના અનિવાર્ય રૂપથી ઘટિત થાય છે. પ્રત્યેક કાર્ય નિયમથી ઉપાદેય પણ છે અને નૈમિત્તિક પણ છે. ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય છે અને નિમિત્તની અપેક્ષાએ નૈમિત્તિક છે. છે જ્યારે પર્યાયગત ઉપાદાનની તૈયારી હોય ત્યારે કાર્ય થાય છે અને તે સમયે યોગ્ય નિમિત્ત પણ હોય છે. તેને શોધવા જવું પડતું નથી. થિ જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય છે તેને અનુકૂળ નિમિત્ત હોય જ છે નિમિત્તોને અનુસાર કાર્ય થતું નથી. કાર્યની અનુસાર નિમિત્ત કહેવાય છે. પરદ્રવ્ય કોઈ જબરજસ્તી કોઈના ભાવ બગાડતું તો નથી. જ્યારે પોતાના ભાવ બગડે છે ત્યારે કોઈ બાહ્ય નિમિત્ત હોય છે અને ઘણી વખત તે બાહ્ય નિમિત્ત સિવાય પણ ભાવ બગાડે છે એટલે નિયમથી નિમિત્ત પણ નથી. આ રીતે પોતાના ભાવ બગાડવા તે સ્વતંત્ર - ક્રિયા છે. અને પદ્રવ્યો કોઈના કાંઈ ભાવ બગાડી શકે એમ તો નથી. આ રીતે પરદ્રવ્યોનો દોષ દેખવો તે મિથ્યાત્વ છે. વક બહુ જ આ સમજવા જેવી વાત છે કે ન તો નિમિત્ત ઉપાદાનમાં બળથી કાંઈ કરે છે અને ન તો ઉપાદાન કોઈ નિમિત્તોને બળપૂર્વક લાવે છે. બંન્નેનો સહજ સંબંધ છે. નિમિત્ત - નૈમિત્તિક સંબંધની આ સહજતા આવી રીતે જ છે. & જો કર્મ સ્વયં કર્તા થઈને ઉદ્યમથી જીવના સ્વભાવનો ઘાત કરે, બાહ્ય સામગ્રીને ભેળવે, ત્યારે કર્મનું ચેતનપણું અને બળપણું પણ જોઈએ ને? તે તો છે નહિ - આ તો સહજ નિમિત્ત - નૈમિત્તિક સંબંધ છે. થી જ્યારે એ કર્મનો ઉદય કાળ હોય છે એ સમયે સ્વયં આત્મા જ સ્વભાવરૂપ પરિણમન ન કરતાં વિભાવરૂપ પરિણમન કરે છે અને જે અન્ય દ્રવ્ય (કર્મ) છે તે એ જ રીતે સંબંધરૂપ થઈને પરિણમન થાય છે. નિમિત્ત -નૈમિત્તિક સંબંધ એક સહજ સંબંધ છે. એને કર્તા-કર્મ સંબંધમાં પ્રસ્તુત કરવો યોગ્ય નથી. 988 દરેક દ્રવ્ય સ્વયં જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ છે. એટલા માટે સ્વયં જ ષટકારરૂપ થઈને પોતાનું કાર્ય કરવા સમર્થ છે. એને પોતાના કાર્ય કરવા માટે બહારની સામગ્રીની અપેક્ષા નથી. તેમજ તે સામગ્રી કોઈ મદદ કરી શકતી નથી. થી સ્વભાવના ભાવોમાં તો પરનું કર્તુત્વછે જનહિ. પરંતુ વિભાવ ભાવોમાં પણ પરના કર્તુત્વનો નિષેધ કરવામાં આવ્યો છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉ% ભગવાન આત્માની પોતાની સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રરૂપ નિર્મળ પર્યાયો તેમજ રાગાદિક વિકારી પર્યાયોનો પોતપોતાની સ્વસમયની યોગ્યતા અનુસાર સ્વયં જ પરિણમન થાય છે. એમાં પર નિમિત્તનો કોઈ હસ્તક્ષેપ નથી. “ હા, એ અવશ્ય છે કે જ્યારે સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયો અથવા રાગાદિ વિકારી પર્યાયોના રૂપમાં પોતાની સ્વભાવગત અને પર્યાયગત યોગ્યતાને અનુસાર પરિણમન થાય છે ત્યારે તેને અનુકૂળ નિમિત્ત પણ હોય છે. નિમિત્તની અનિવાર્ય ઉપસ્થિતિ માત્રથી તેને કર્તા ન માની શકાય. નિમિત્તને કર્તા માનવાથી એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા માનવાથી દ્રવ્યની સ્વતંત્ર સત્તાનો નાશ થાય છે. તે દ્રવ્ય ઘાત પામે છે. આ શક્ય નથી. પ્રત્યેક દ્રવ્ય સ્વભાવથી પરિણમનશીલ છે. જ્યારે નિત્ય રહીને નિરંતર પરિણમન થવું પ્રત્યેક દ્રવ્યનો સ્વભાવ છે. તો પછી પોતાના પરિણમનમાં પરદ્રવ્યની અપેક્ષા કેમ હોય? કારણ કે સ્વભાવ નિરપેક્ષ છે. જે પરની અપેક્ષા રાખે તેને સ્વભાવ કેમ માની શકાય? 38 એટલા માટે પ્રત્યેક દ્રવ્યમાં તેના પોતાના સ્વભાવાદિને કારણ સ્વરૂપ એવી વ્યવસ્થા હોવી જોઈએ જેના કારણથી પ્રત્યેક સમયનું ઉત્પાદ - વ્યય સ્વયં થાય છે. પ્રતિ સમયના પ્રત્યેક કાર્યનું નિશ્ચિય ઉપાદાન સુનિશ્ચિત છે. આવી આ સુનિશ્ચિત વ્યવસ્થતાનું પોતાની ઈન્દ્રિયો, પ્રત્યક્ષ - જ્ઞાન, તર્ક અને અનુમાન ના આધારે જાણવું એ જ આપણો ધર્મ છે. નિશ્ચિચ અને વ્યવહાર (નવ) ફક જૈન શાસ્ત્રોના અર્થ સમજવાની મુખ્ય પાંચ રીત છે. • શબ્દાર્થ: નયાર્થ૦ મતાર્થ૦ આગમાર્થ ભાવાર્થ 8 નયાર્થ - ક્યા નયનું કથન છે? તેમાં ભેદ - નિમિત્તાદિનો ઉપચાર બતાવનાર વ્યવહારનયનું કથન છે અને વસ્તુ સ્વરૂપ બતાવનાર નિશ્ચિયનયનું કથન છે તે નક્કી કરી અર્થ કરવો તે નવાર્થ છે. 9 પદાર્થને જાણવાના કેટલા ઉપાય છે? ચાર ઉપાય છે. • લક્ષણ ૯ પ્રમાણ ૦ નય નિક્ષેપ લક્ષણ - ઘણા એક મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો કરનાર હેતુને લક્ષણ કહે છે. દા.ત. જીવનું લક્ષણ ચેતના. • પ્રમાણઃ - સ્વ અને પર પદાર્થના નિર્ણય કરનાર જ્ઞાનને પ્રમાણ અથાત્ સાચું જ્ઞાન કહે છે. સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે. પ્રમાણ વસ્તુના સર્વદેશને (બધા પડખાને) જાણે છે. - For Perso1 Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ • નય :- વસ્તુના એક દેશ (ભાગ) ને જાણવાવાળા જ્ઞાનને નય કહે છે. પ્રમાણ દ્વારા ગ્રહણ કરેલા પદાર્થના એક ધર્મને મુખ્યતાથી જે અનુભવ કરાવે તે નય છે. શ્રુતજ્ઞાનમાં જ નયરૂપ અંશ પડે છે. • નિક્ષેપ - યુક્તિ દ્વારા તેના પ્રમાણ જ્ઞાન દ્વારા) સંયુક્ત માર્ગ પ્રમાણે થતાં કાર્ય વશથી નામ, સ્થાપના, દ્રવ્ય (યોગ્યતા રૂપ શક્તિ) અને ભાવમાં પદાર્થના નિક્ષેપ કહે છે. જ સામાન્ય સ્વરૂપ - આ છ દ્રવ્યાત્મક લોકમાં અનંત વસ્તુઓ છે. આ બધી વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક છે. આ સામાન્ય વિશેષાત્મક વસ્તુઓ જ પ્રમાણનો વિષય છે અર્થાત પ્રમેય છે. જ્ઞાનનો વિષય અથવા શેય છે. આ બધાને સમ્યકજાણવાવાળો જ્ઞાન જ પ્રમાણ છે. સમ્યકજ્ઞાન પ્રમાણ છે. અને નય પ્રમાણનો એક દેશ છે. નયના પ્રકારઃ- નયના મુખ્ય બે પ્રકાર છે. નિશ્ચિય વ્યવહાર જ્યારે સામાન્ય વિશેષાત્મક વસ્તુને સામાન્ય અને વિશેષ આ અંશોમાં વિભાજીત કરીને સમજવામાં આવે છે તો સામાન્ય અંશને વિશેષ કરવાવાળા નયને નિશ્ચિયનય કહેવામાં આવે છે અને વિશેષાંસને વિશેષ કરવાવાળા નયને વ્યવહારનય કહેવામાં આવે છે. સામાન્યને અભેદ, દ્રવ્ય, શુદ્ધનય, નિશ્ચિય, સ્વભાવ પણ કહેવામાં આવે છે. સામાન્ય ધ્રુવ દ્રવ્યાંશ છે અને વિશેષ પર્યાય છે. એટલે સામાન્ય દ્રવ્યને વિષય બનાવવાવાળા નયને દ્રવ્યાર્થિક નય કહે છે અને પર્યાયને વિષય બનાવવાવાળા નયને પર્યાર્થિક નય કહે છે. જે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવને જાણે અને કહે તે દ્રવ્યાર્થિકનય છે. જે જ્ઞાન વર્તમાન પર્યાયને જાણે છે તે જ્ઞાનને અને તેને કહેનાર વચનને પર્યાયાર્થિકન કહે છે. વર્તમાન પર્યાયને જોનારી દષ્ટિ પર્યાયષ્ટિ છે અને ત્રિકાળી સ્વભાવને જોનારી દષ્ટિ દ્રવ્ય દષ્ટિ છે. 8 શ્રુતજ્ઞાન પોતાના વિષયભૂત સમસ્ત ક્ષેત્ર - કાળવર્તી પદાર્થને પરોક્ષપણે ગ્રહણ કરે છે, તેથી તેમાં જ નય પડે છે. બીજા કોઈ જ્ઞાનમાં નથી શ્રુતજ્ઞાનમાં પણ જેટલું સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ ગયું છે તેટલું તો પ્રમાણ જ છે; જેટલું પરોક્ષપણું રહ્યું છે તેમાં નય પડે છે. શ્રુતજ્ઞાન પોતાના વિષયને યોગ્ય પદાર્થ સકળ કાળ ક્ષેત્ર સહિત પૂરો ગ્રહણ કરે તેમાં એક દેશરૂપ નય હોય છે. 8 નયોના જ્ઞાનની આવશ્યકતા - સમસ્ત જિન આગમનયોની ભાષામાં નિબદ્ધ છે. આગમના ગહન અભ્યાસ માટે નયોનું સ્વરૂપ જાણવું અત્યંત આવશ્યક છે. આત્માના સમય; અવલોકન અર્થાત્ અનુભવને માટે પણ નવિભાગ દ્વારા ભેદવિજ્ઞાન કરવું પરમ આવશ્યક છે. • જિનાગમમાં મર્મને સમજવાને માટે નયોનું સ્વરૂપ સમજવું અનિવાર્ય છે. યથાર્થ વસ્તુ સ્વરૂપ સમજવા નયોનું જ્ઞાન જરૂરી નહિ અનિવાર્ય છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ • જૈન દર્શન અનેકાંતવાદી દર્શન છે. એ વાદ નયોની ભાષામાં જ વ્યક્ત થાય છે. 8 નય ‘સ્યાદ્વાદરૂપ સમ્યક શ્રુતજ્ઞાનનું અંશ છે. અનંત ધર્માત્મક પદાર્થના કોઈ એક ધર્મને અથવા પરસ્પર વિરોધ પ્રતિત થવાવાળા ધર્મ પુદ્ગલોમાંથી કોઈ એક ધર્મને નય પોતાનો વિષય બનાવે છે. વસ્તુ સ્વરૂપના અધિગમ તથા પ્રતિપાદનમાં નયોનો પ્રયોગ જૈનદર્શનની મૌલિક વિશેષતા છે. અન્ય દર્શનોમાં “નય” નામની કોઈ વસ્તુ નથી. વસ્તુ સ્વરૂપના પ્રતિપાદનમાં નય” પ્રમાણિક છે. 38 નયોના મુખ્ય પ્રકાર:- નિશ્ચય નય વ્યવહારનય • અભેદ અને અનુપચાર રૂપથી વસ્તુનું નિશ્ચય કરવું નિશ્ચયનય છે. • ભેદ અને ઉપચારથી વસ્તુનું વ્યવહાર કરવું વ્યવહારનય છે. આત્માશ્રિત કથનને નિશ્ચય અને પરાશ્રિત કથનને વ્યવહાર કહે છે. સાચા નિરૂપણને નિશ્ચય અને ઉપચરિત નિરૂપણને વ્યવહાર કહે છે. • નિશ્ચયનય પ્રત્યેક દ્રવ્યનું સ્વતંત્ર કથન કરે છે, વ્યવહાર નય અનેક દ્રવ્યના અનેક ભાવો - કારણ - કાર્યાદિને પણ મેળવીને કથન કરે છે. • નિશ્ચયનયનું કાર્ય પરથી ભિન્નત્વ અને નિજમાં અભિન્નત્વ સ્થાપિત કરવાનું છે તથા વ્યવહારનું કાર્ય અભેદ વસ્તુનો ભેદ કરીને સમજાવવાનું, સાથે સાથે ભિન્ન ભિન્ન વસ્તુઓના સંયોગ અને તે નિમિત્તક સંયોગી ભાવોનું જ્ઞાન કરાવવાનું છે. • નિશ્ચયનયના કથનને સત્યાર્થ અને વ્યવહારનયના કથનને અસત્યાર્થ કહે છે. • નિશ્ચિયનયનો વિષય અભેદ - અખંડ આત્મા છે, એના આશ્રયથી સમ્યગ્દર્શનની ઉત્પતિ થાય છે. એટલે જ એને ભૂતાર્થ કહેવામાં આવે છે. • જિનવાણી સ્યાદ્વાદ રૂપ છે, અપેક્ષાથી કથન કહેવાવાળી છે. એટલે જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે બરાબર સમજવું જોઈએ. વ્યવહાર વિના નિશ્ચયનો પ્રતિપાદન નથી થતો અને વ્યવહારના નિષેધ વિના નિશ્ચયની પ્રાપ્તી થતી નથી, વ્યવહારનો પ્રયોગ નહિ કરીએ વસ્તુ સમજમાં નહિ આવે, અને જો વ્યવહારનો નિષેધ નહિ કરીએ તો વસ્તુની પ્રાપ્તિ નહિ થાય. # નિશ્ચય - વ્યવહારની સંધિ - જો જિનમતને પ્રવર્તના ઈચ્છો તે નિશ્ચય - વ્યવહારમાંથી એક ને પણ ન છોડો. કારણ કે વ્યવહાર વગર તીર્થનો લોપ થઈ જશે અને નિશ્ચય વિના તત્વનો લોપ થઈ જશે. તીર્થનો અર્થ છે ઉપદેશ અને તત્વનો અર્થ છે શુદ્ધાત્માનો અનુભવ. ઉપદેશની પ્રક્રિયા પ્રતિપાદન દ્વારા સમ્પન્ન થાય છે. તથા પ્રતિપાદન કરવું વ્યવહારનું કામ છે. એટલે વ્યવહારને સર્વથા . . For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ અસત્યાર્થ માનવાથી તીર્થનો લોપ થઈ જશે. શુદ્ધાત્માનો અનુભવ નિશ્ચયનયના વિષય ભૂત અર્થમાં એકાગ્ર થવા પર થાય છે. એટલે નિશ્ચયનયને છોડી દેવાથી તત્ત્વની પ્રાપ્તિ નહિ થાય. આત્માનો અનુભવ નહિ થાય. બીજી રીતે વિચાર કરીએ તો મોક્ષમાર્ગની પર્યાયને તીર્થ કહેવામાં આવે છે તથા જે ત્રિકાળી ધ્રુવ નિજ શુદ્ધાઝ્મા વસ્તુના આશ્રયથી મોક્ષમાર્ગની પર્યાય પ્રગટ થાય છે તેને તત્ત્વ કહે છે. એટલે વ્યવહારને નહિ માનવાથી મોક્ષમાર્ગરૂપ તીર્થ અને નિશ્ચયને નહીં માનવાથી શુદ્ધાત્મ તત્ત્વનો લોપનો પ્રસંગ ઉપસ્થિત થશે. એટલા માટે વસ્તુસ્વરૂપ જેમ છે તેમ યથાર્થ માનવું. જ્યાં સુધી પૂર્ણતા થઈ નથી ત્યાં સુધી નિશ્ચય - વ્યવહાર બંને હોય છે. પૂર્ણતા થઈ ગઈ અર્થાત્ સ્વયંમાં પૂર્ણ સ્થિર થઈ ગયું ત્યાં બધી પ્રયોજન સિદ્ધિ થઈ ગઈ એમાં તીર્થ અને તીર્થનું ફળ આવી ગયું. જે લોકો સમસ્ત નયોના સમૂહને શોભિત આ ભાગવત્ શાસ્ત્રોને નિશ્ચય અને વ્યવહાર નયના અવિરોધથી જાણે છે તે શાશ્વત સુખને ભોગવવાવાળા હોય છે. ૐ નયોને જાણવાનું પ્રયોજન :- એક નય કર્મ - નોકર્મને વ્યવહાર કહી રાગને નિશ્ચય કહે છે. વળી તે જ રાગને એક વ્યવહાર કહી નિર્મળ પર્યાયને નિશ્ચય કહે છે. વળી તે નિર્મળ પર્યાયને વ્યવહાર કહી ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને નિશ્ચય કહે છે. આ રીતે નયો વસ્તુના અનેક ધર્મોને બતાવે છે. પણ જે યથાર્થ ન સમજે તેને ઈંદ્રજાળ જેવી ગૂંચવણ લાગે છે. ખરેખર તો નયો વસ્તુના સ્વરૂપનું અનેકાન્તપણું બતાવી સમ્યક્ એકાંત એવા ત્રિકાળી ધ્રુવ સામાન્ય દ્રવ્યનો આશ્રય કરાવે છે. તે આ નયોને જાણવાનું પ્રયોજન છે. ૐ નિશ્ચયનય ભેદ-પ્રમેદ :- ♦ શુદ્ધનિશ્ચયનય ♦ અશુદ્ધનિશ્ચયનય શુદ્ધનિશ્ચયનયના ત્રણ ભેદ છે ઃ પરમ શુદ્ધ ♦ સાક્ષાત શુદ્ધ - એકદેશ શુદ્ધ વ્યવહારનય ભેદ-પ્રભેદ : સદ્ભૂત વ્યવહારનય છે અસદ્ભૂત વ્યવહારનય સદ્ભૂત અને અસદ્ભૂતના અનુપચરિત અને ઉપચરિત ભેદથી બે બે પ્રકાર પાડવામાં આવ્યા છે. ૐ એવી જ રીતે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયથી પણ તેના ભેદ છે. એના પણ બંનેના ત્રણ ત્રણ પેટા વિભાગ - ભેદ પડે છે. ૨૨ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય અને વ્યવહારના સ્વરૂપનો સાર નિશ્ચય એટલે યથાર્થ વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમ જ કહેવું. વ્યવહાર એટલે કે વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પર વસ્તુ સાથેનો સંબંધ બતાવવા મેળવીને ભેદ કરીને કથન કરવું. નિશ્ચય યથાર્થ સ્વભાવિક ભાવ સત્યાર્થ ૦ ભૂતાર્થ ૦ ધ્રુવભાવ ત્રિકાળ ટકે એવો ભાવ સ્વલક્ષી ભાવ ખરેખરું સ્વરૂપ સ્વદ્રવ્યાશ્રિત પોતાના ભાવને પોતાનો કહેવો ♦ નિરાકુળતા આશ્રય કરવા લાયક વ્યવહાર અયથાર્થ નિમિત્તાધીન ભાવ અસત્યાર્થ અભૂતાર્થ ઉત્પન્ન ધ્વંસી ભાવ ક્ષણ માત્ર ટકે એવો ભાવ પરલક્ષી ભાવ કથનમાત્ર સ્વરૂપ સંયોગાશ્રિત બીજાના ભાવને બીજાનો કહેવો આકુળતા આશ્રય કરવા લાયક નથી નિશ્ચય નહિ હોય તો તત્ત્વ લોપ પામશે (નાશ પામશે) વ્યવહાર નહિ હોય તો તીર્થ લોપ પામશે. આત્માનું હિત નિશ્ચયથી જ થાય. આત્માનું હિત વ્યવહારથી ન થાય - તેના વગર પણ ન થાય. જેની જેટલી કિંમત તેટલી ચૂકવવી પડે - વધુ પણ નહિ ઓછી પણ નહિ. “જે જે જ્યાં જ્યાં યોગ્ય છે તેહ સમજવું ત્યાં’’ વ્યવહાર રત્નત્રયથી - નિશ્ચયરત્નત્રય થતું નથી એ ક્યારેય પણ ભૂલવું નહિ. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય ન થાય. વ્યવહારથી ધર્મ ક્લ્યો છે નહિ તો બધા સ્વચ્છંદ થઈ જાય. “વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિત જીવ સુષ્ટિ નિશ્ચય હોય છે.’’ વ્યવહાર નય અભૂતાર્થ છે. શુદ્ધનય ભૂતાર્થ છે. જે જીવ કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે. એને ૨૩ For Personal & Private Use Only ભૂતાર્થનો આશ્રય વિના જ્યાં જાણ્યા Page #25 -------------------------------------------------------------------------- ________________ સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્ત્વ થઈ શકતું નથી. એમ કહેવાનો આશય જાણવો. આવી રીતે નિશ્ચય - વ્યવહારના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે. સમ્યગદર્શન - જ્ઞાન - ચારિત્રની એકત્રતાપ મોક્ષમાર્ગ ફ્રી સર્વદુઃખનો આત્યાંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમપિત છે. જગતના બધા જ જીવો સુખ ઈચ્છે છે અને દુઃખથી ડરે છે. સુખ કેમ પ્રાપ્ત થાય એ જ જીવનું પ્રયોજન છે. 988 જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત.. 8 અનાદિ કાળથી જીવે ઉલ્ટો જ પુરુષાર્થ કર્યો છે. વસ્તુસ્થિતિનું જેવું યથાર્થ સ્વરૂપ છે તેવું સમજવાને સવળો પુરુષાર્થ કર્યો નથી. સત્ય પુરુષાર્થની તેને સમજ નથી. વીતરાગ સન્માર્ગ તેનો સદુપાય છે. તે સન્માર્ગનો આ પ્રમાણે સંક્ષેપ છે - સમદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્રની એકત્રતા તે મોક્ષમાર્ગ છે. વિક સર્વજ્ઞના જ્ઞાનમાં ભાસ્યમાન તત્ત્વોની સમ્યક પ્રતિતી થવી તે “સમ્યકદર્શન' છે. 8 તે તત્વનો બોધ થવો તે સમ્યકજ્ઞાન” છે. ઉપાદેય તત્ત્વનો અભ્યાસ થવો તે “સમ્યક ચારિત્ર' છે. 38 શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વીતરાગપદમાં સ્થિતિ થવી તે એ ત્રણેની એકત્રતા છે. મૂળમાર્ગ રહસ્યમાં આની સરળ વ્યાખ્યા આ પ્રમાણે છે. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદી અવિનાશ; એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કરવું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ... જે જ્ઞાન કરી ને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતિત; કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ.. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણો સર્વથી ભિન્ન અસંગ; તેવો સ્થિર સ્વભાવ તે ઉપજ્યો રે; નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ... “તે ત્રણેય અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મરૂપ; તે મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ.” આ છે મોક્ષમાર્ગનું શુદ્ધ સ્વરૂપ. For Personal Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ # વીતરાગ વૃતિનો અભ્યાસ એટલે સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના. સમ્યગ્દર્શન એટલે રાગરહિત પોતાના અસ્તિત્વની પ્રતીતિ. સમ્યજ્ઞાન એટલે રાગરહિત અસ્તિત્વનો બોધ અને સમક્યારિત્ર એટલે રાગરહિત શુદ્ધ નિજ પરિણતિ. સમગ્દર્શન પ્રાપ્ત કરવાની - વીતરાગવૃત્તિનો અભ્યાસ કરવાની પ્રેરણા કરતાં જ્ઞાનીઓ કહે છે, “હે ભવ્ય!પ્રથમ તું જ્ઞાન સ્વરૂપ આત્મામાં સ્વબુદ્ધિ કરી, શરીરમાં અને રાગમાં સ્વપણું માનવું છોડી દે. તું જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છે તેનો સ્વીકાર કર, તેની શ્રદ્ધા કર, તેની પ્રતીતિ કર, તેનો અનુભવ કર. તારા સ્વભાવમાં રાગાદિ અંગારા કે ક્રોધાદિ વિભાવભાવ છે જ નહિ. વિપરીત માન્યતાથી - મિથ્યાત્વની અગ્નિમાં તું શેકાઈ રહ્યો છે. તું તો શાંતરસથી ભરેલો છે. જ્ઞાનાનંદ, અનંત સુખ તારો સ્વભાવ છે. રાગાદિથી જુદું જ્ઞાન જ સ્વપણે અનુભવાય છે. એ જ્ઞાનપણે જે અનુભવાય છે તે પોતે જ તે આત્મા છે. તેની શ્રદ્ધા કર!” જ્ઞાન અને રાગનો સમય એક હોવા છતાં તેમનાં સ્વરૂપમાં અત્યંત ભિન્નતા છે. જ્ઞાનમાં તન્મયપણે વર્તનાર જ્ઞાનસ્વરૂપ આત્માને જાણતાં સમ્યક ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન થાય છે. મિથ્યાત્વરૂપી પ્રથમ ગુણસ્થાનનો અંત આવે છે. 6 આત્માનો સહજ જ્ઞાયક સ્વભાવ તે ત્રિકાળી છે. “અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ.” આવા શુદ્ધ આત્મ સ્વરૂપને જેણે લક્ષમાં લીધું, તેમાં અંતર્મુખ થઈને, તે શુદ્ધ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ એકાગ્ર કરતાં તેનો અનુભવ થાય છે, સમ્યગ્દર્શન થાય છે. તેની સાથે અતીન્દ્રિય આનંદનો લાભ થાય છે. આ જ મોક્ષમાર્ગની શરૂઆત છે. ચોથું ગુણસ્થાન બહુ જ અગત્યનું છે. • વિક પછી ભૂમિકાનુસાર જેમ જેમ પરદ્રવ્યો પ્રત્યેનો રાગ ઓછો થાય છે તે જીવ શ્રાવકના બારવ્રત અંગીકાર કરી પાંચમે ગુણસ્થાને આવે છે. આત્મજ્ઞાન વગરના વ્રત બહુ ઉપયોગી નથી. હજી જીવ આગળ વધી સર્વસંગ પરિત્યાગ કરી મુનિ - દિક્ષાવ્રત ધારણ કરી છઠે ગુણસ્થાને આવે છે. ત્યાં તેને કષાયની ત્રણ ચોકડીનો અભાવ હોય છે અને અઠાવીસ મૂળ ગુણના પાળનાર ભાવલીંગી સંત મહાન છે. થી પોતાની અંતરસાધનામાં વધુને વધુ ઊંડો ઉતરતો જીવ ગુણસ્થાન ચડતો જાય છે અને કેવળજ્ઞાન પામી બારમે ગુણસ્થાને પહોંચે છે. વિક હવે માત્ર જ્યાં સુધી યોગ છે, તે પણ અયોગી કેવળ થઈ નિર્વાણ પદને પ્રાપ્ત થઈ સિદ્ધપદ ચૌદમે ગુણસ્થાને પ્રાપ્ત થાય છે. શિક આ રીતે સંપૂર્ણ મોક્ષમાર્ગની આરાધનાનો કમ બરાબર સમજી તે માર્ગે પ્રયાણ કરવું એ જ For Personal Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ભવનું પ્રયોજન છે. 8 સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર વડે આત્માની આરાધનાથી જ સિદ્ધિ થાય છે. એ સિવાય બીજી રીતે સિદ્ધિ થતી નથી. માટે સમદર્શન - જ્ઞાન - ચારિત્ર વડે આત્માની ઉપાસના કરવી એ મોક્ષાર્થી જીવનું પ્રયોજન છે. 8િ ચૈતન્યની પ્રાપ્તિ કરવી એ જ જેનો મંગલ અભિપ્રાય છે એવો મોક્ષાર્થી જીવ મુક્તિને માટે તો પ્રથમ જ્ઞાનસ્વરૂપ આત્માની ઓળખાણ કરીને તેની શ્રદ્ધા કરે છે. - આ ચૈતન્ય સ્વરૂપ આત્મા જ હું છું તેના સેવનથી પૂર્ણ સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થશે - આવી નિઃશંક શ્રદ્ધાપૂર્વક તેમાં લીનતા કરવાથી આત્મદર્શન થાય છે. શ8 ઉપયોગ સ્વરૂપ આત્મા - ચિદાનંદ તેને શોધવો ક્યાં? પ્રથમ તો સર્વ લૌકિક સંગથી વિમુખ થઈ નિજ જ્ઞાન પર્યાયને સ્વભાવ સન્મુખ કરવી. હવે ત્રણ પ્રકારની કર્મ કંદરારૂપ ગુફામાં આ ચૈતન્ય પ્રભુ છુપાઈને બેઠો છે. • શરીરાદિનોકર્મ જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કર્મ - રાગદ્વેષરૂપ ભાવકર્મ એ ત્રણે ગુફાઓને ઓળંગીને અંદર જતાં નિજ ભગવાન આત્મા પોતામાં જ પ્રકાશશે. તું પોતાને જ પ્રભુરૂપે અનુભવીશ. દિક ઉપયોગની અંતર્મુખતાનો અભ્યાસ કરવાની આવશ્યકતા છે. આપણી પાસે અત્યારે જ્ઞાન બે પ્રકારે છે. •મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન. સ્વની નિર્વિકલ્પ અનુભૂતિ માટે તત્ત્વોનો યથાર્થ નિર્ણય કર્યા બાદ વૃત્તિને અંતર્મુખ વાળવા બે કાર્ય કરવા આવશ્યક છે. •મતિજ્ઞાનને અતિન્દ્રિય બનાવવું અને શ્રુતજ્ઞાનને નિર્વિકલ્પ બનાવવું. પંચેન્દ્રિયના વિષયોમાં જોડાઈ રહેલ મતિજ્ઞાનને એમાંથી નિવૃત્ત કરી પાછું ખેંચતા એ અતિન્દ્રિય બને છે. જ્યારે પર અને સ્વ સંબંધી સર્વ વિકલ્પો વિરામ પામતાં શ્રુતજ્ઞાન નિર્વિકલ્પ બને છે. અનાદિકાળથી આત્માનો જ્ઞાનોપયોગ કોઈને કોઈ ઈન્દ્રિય કે મનના વિષયભૂત પદાર્થમાં ચોંટેલો જ રહ્યો છે. વસ્તુતઃ એ જ અસંયમ છે. આ બાહ્ય પરવિષયોમાં રમણતા કરી રહેલ ઉપયોગને સમેટીને અંદર ખેંચવાની, આત્મામાં જોડવાની જે પ્રક્રિયા તેને સંયમ કહે છે. નિજ સ્વરૂપ સીમામાં જે ઉપયોગને ધારણ કરીને રાખે તે સીમંધર, આ જ સાચો સંયમ છે. આ બધાનો સાર આત્મસિદ્ધિની આ ગાથામાં આવી જાય છે. આત્મભ્રાંતિસમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પ નહિ, ઔષધ વિચાર ધ્યાન.” ૨ ૬ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ આમાં તું તારા ત્રિકાળી, શુદ્ધ ચૈતન્ય દ્રવ્યને જાણ (જ્ઞાન વિચારો અને સતત તેને જાણતો રહે એ ધ્યાન છે. & ઉપસંહાર: દુષમકાળનું પ્રબળ રાજ્ય પ્રવર્તે છે. તો પણ અડગ નિશ્ચયથી પુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્તવીર્યથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઈચ્છે છે, તેને પરમ શાંતિનો માર્ગ - હજી પણ પ્રાપ્ત થવો યોગ્ય છે. આ પંચમકાળને દુષમ કાળ કહ્યો છે. પંચમકાળ આ ક્ષેત્રમાં મોક્ષને માટે ભલે અકાળ હો પણ સમ્યગ્દર્શનાદિ ધર્મને માટે તે અકાળ નથી, પંચમકાળ પણ ધર્મ કાળ જ છે. જે જીવ પુરુષની આજ્ઞાને અગુપ્તવીર્યથી ઉપાસે છે તે સમ્યગ્દર્શનાદિ હજુ પણ પ્રાપ્ત કરી શકે છે. સાતમા ગુણસ્થાનક સુધીની દશા હજુ પચમકાળના અંત સુધી આ ભરત ક્ષેત્રમાં વિદ્યમાન રહેશે. અને પંચમકાળના એકવીસ હજાર વર્ષમાંથી હજી ૨૫૨૬ વર્ષ ગયા તેથી જ્ઞાનીઓ કહે છે કે સત્પરુષની આજ્ઞાને અનુસરીને સમ્યગ્દર્શનાદિ ધર્મ તો જરૂર પ્રગટ કર અને દર્શન મોહિનીનો નાશ કરી પછી વિશેષ શક્તિ હોય તો ચારિત્રધર્મનું પાલન કરી ચારિત્ર મોહિનીનો ભૂમિકા અનુસાર જેટલો નાશ થઈ શકે તે કરજે. કદાચિત્ સંપૂર્ણ નાશ ન થાય તો પણ ચારિત્રની ભાવના રાખીને સમ્યક શ્રદ્ધા તો તું જરૂર કરજે. દુષમકાળનું બહાનું કાઢીને સમ્યગ્દર્શનના પુરુષાર્થમાં તું શિથિલ થઈશ નહિ. અત્યારે તો શ્રદ્ધાગુણની પર્યાય પ્રથમ બદલવાની છે. તારો અભિપ્રાય માત્ર બદલાવવાનો છે. હમણાં તારી ક્રિયાની ભૂલ સુધારવાની નથી - શ્રદ્ધાની ભૂલ પ્રથમ સુધારવાની છે. બાહ્ય સંજોગો ભલે ઉદય પ્રમાણે બહુ અનુકૂળ ન હોય તો પણ અભિપ્રાય બદલાવવામાં તો દેશના (બોધ) જ ઉપયોગી છે. તે દેશના લબ્ધિ તું પ્રાપ્ત કરજે. ક્ષયોપશમ લબ્ધિ અને વિશુદ્ધિ લબ્ધિ સુધી તો તું આવી પહોંચ્યો છે. પ્રાયોંગ્યલબ્ધિ અને કરણલબ્ધિ પછીના દરવાજા છે. એ સમ્યપ્રાપ્ત થયા પહેલાની સ્થિતિ છે. આજ્ઞાનું સ્વછંદ નિરોધપણે આરાધન એ મોક્ષમાર્ગનું પ્રથમ પગથીયું છે. આજ્ઞા એ જ ધર્મ છે, આજ્ઞા એ જ તપ છે. નિજાનંદનો નાથ ચૈતન્ય પ્રજ્ઞાયક આત્મા શક્તિપણે પૂર્ણ બિરાજમાન છે, પણ કર્યજનિત વિભાવના પડદા પાછળ એક સમયની પર્યાયમાં થતાં શુભાશુભ વિકારની પાછળ ઢંકાઈ ગયો છે, નજરે પડતો નથી. અંદરમાં સદા બિરાજમાન વિભાવ અને રાગથી ભિન્ન ચિદાનંદ પ્રભુની નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ વિના બહારમાં દુનિયાની ધૂળમાં For Pers? 9Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ક્યાંય જરાય સુખ કે શાંતિ નથી. માટે આ જે સમ્યજ્ઞાન - દર્શન - ચારિત્રરૂપ મોક્ષમાર્ગ બતાવ્યો છે તેની આરાધના કરી શુદ્ધોપયોગરૂપે પરિણમી જવું એ જ કર્તવ્ય છે. પાત્રતા શ્રી કોઈ પણ સાધક જીવ જ્યારે એવું જીવન જીવે કે અંતરંગમાં મોક્ષ સિવાય બીજી કોઈ પણ ઈચ્છા ન હોય ત્યારે તે સાધક ખરેખર મુમુક્ષુ કહેવાય. મતલબ કે અભિપ્રાયમાં મોક્ષની પ્રપ્તિ સિવાય બીજું કાંઈ ન રહે, ત્યારે મુમુક્ષુતા પ્રગટે છે. Bક મુમુક્ષુતાના ગુણો - સ્વચ્છંદ નિરોધ ૦ શ્રદ્ધા ૦ સરળતા વૈરાગ્ય ૦ સહનશીલતા • વિશાળ બુદ્ધિ ૦ વિનય જિતેન્દ્રયપણું • મૈત્રી પ્રમોદ કરૂણા ૦માધ્યસ્થભાવ મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મુંઝાઈ એક મોક્ષ ને વિષષ જયત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. 88 કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. 8 પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન. હક્ક મંદવિધ્યને સરળતા સહ આજ્ઞા સુવિચાર, કરૂણા કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર, દયા - શાંતિ - સમતા - ક્ષમા - સત્ય - ત્યાગ - વૈરાગ્ય હોય મુમુક્ષ ઘટ વિષે. વિશાળ બુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા અને જિતેન્દ્રપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે, તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. જી કોઈ પણ જીવ જ્યારે નિજ - હિત માટે તત્પર થાય, ત્યાં પાત્રતા શીધ્ર પ્રગટે છે. નિજ - હિતની જેટલી ગરજ તેટલી પાત્રતા વિશેષ. આ પાત્રતા માપનું ધોરણ છે. ફિ મહાવીરના બોધને પાત્ર કોણ? સત્ પુરુષના ચરણનો ઈચ્છુક • સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી. ૦ ગુણ પર પ્રશસ્તભાવ રાખનાર • બ્રહ્મચર્ય વ્રતમાં પ્રીતિમાન • જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર • ઉપયોગથી એક પળ ભરનાર For Persona & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ • એકાંતવાસને વખાણનાર • તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી આહાર, વિહાર, નિહારનો નિયમી પોતાની ગુરુતા દબાવનાર એવો કોઈ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે. મોસાળનું સ્વરૂપ કિ મુમુક્ષુ જીવનાં પરિણામમાં સ્વરૂપ પ્રાપ્તિની તીવ્રત્તમ ભાવના હોય છે. તેમજ સ્વરૂપ સમજવાની - ઓળખવાની અપૂર્વ જિજ્ઞાસા પણ હોય છે. અંદરથી ઉત્પન્ન થયેલી આ ખાસ જિજ્ઞાસા છે. દ8 પરિપૂર્ણ શુદ્ધ પ્રાપ્તિ કરવાનું ધ્યેય બાંધનાર અને તે ધ્યેયને પૂરી લગ્નીથી અનુસરવાની ધગશવાળો જીવ યોગ્યભૂમિકા વાળો હોવાથી તેને આત્મહિત એજ માત્ર પ્રયોજન રહે છે. શ્રી આત્માર્થી જીવને નિજ પ્રયોજનના વિષયમાં તીણ અને સૂક્ષ્મ દૃષ્ટિપૂર્વક સહજ પ્રવર્તવાનું થાય છે. સ્વરૂપ સંબંધી અપૂર્વ જિજ્ઞાસાને લઈને, પૂર્વે ગ્રહેલાં વિપરીતતાના પ્રકારો શિથિલ થાય અને ગૌણ થઈ જાય છે. િસ્વરૂપ પ્રાપ્તિની ભાવનાની તીવ્રતા એટલી હોય છે કે સ્વાનુભૂતિ થયાં પહેલા ગમે તેવા ઉચ્ચ કોટીના શુભ પરિણામ થવા છતાં અંદરમાં ખટક રહ્યા કરે. ક્ર સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર લગનીવાળી ભાવના રાગરસને શિથિલ કરનારી હોવાથી અને ભેદવિજ્ઞાનના અભ્યાસને નીપજાવનારી હોવાથી આ ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતાનું કારણ થાય છે. & સત્ શાસ્ત્રો અને પુરુષોના વચનોની સમજણમાં યથાર્થતા રહે છે. યથાર્થ જ્ઞાન ભાવનાનું ઉત્પાદક હોવાથી આ ભાવનાનું પડખું મુમુક્ષની ભૂમિકામાં મુખ્ય છે. ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના યથાર્થ હોવાથી, ચૈતન્ય પરિણામ સાથે કુદરત બંધાયેલી છે. એ જ વસ્તુનો સ્વભાવ છે. આત્માર્થને પોષણ મળે તે કાર્ય થાય છે. વિભાવનો રસ નીતરતા સ્વભાવ સન્મુખ જીવ થવા લાગે છે. ૨ અંદર જવાની તીખી તમન્ના લાગે તો આત્મા પ્રગટ થાય. આત્મા સિવાય મારે કાંઈ પણ જોઈતું નથી એવી લગ્ની લાગે. જીવન આત્મમય જ કરી લેવું જોઈએ. ભલે ઉપયોગ સૂક્ષ્મ કાર્ય કરી શકતો ન હોય, પણ પ્રતીતિમાં એમજ હોય કે આ કાર્યથી લાભ છે. મારે આજ કરવું છે. તે વર્તમાન પાત્ર છે. ૨ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ 8 આત્માર્થી જીવ અપ્રયોજનભૂત વિષયોમાં સમય વ્યર્થ ગુમાવતો નથી. ગમે તેવી કટોકટીમાં પણ અંતર મંથન, વિચારણા અને સ્વાધ્યાય - સત્સંગ આદિનો સમય મેળવી લે છે. @ સતની ઊંડી જિજ્ઞાસા હોવાથી પૂર્ણતાના લક્ષે શરૂઆત કરનાર સાધક આત્મપરિણતિ નિર્મળ કરી, આત્મામાં પરિણમે છે. ઉ& જીવે પ્રાયઃ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ - શાસ્ત્રોનું અધ્યયન કર્તવ્ય છે. 98 પોતાની ઊંડી રુચિ અને પ્રયોજનભૂત વિષયમાં સૂક્ષ્મ ઉપયોગથી જેટલું કારણ આપે એટલું કાર્ય થાય છે. # ‘બધા તાળાની ચાવી એક - જ્ઞાયકનો અભ્યાસ કરવો. મોહ - રાગ - વેષ રૂપ તાળાં ખોલવાં આ અમૂલ્ય માર્ગદર્શન છે. # હું જ્ઞાયક છું - જ્ઞાનાનંદ સ્વરૂ૫ છું સ્વરૂપ પ્રાપ્તિના સર્વ પ્રકારોમાં આ મૂળભૂત પ્રકાર છે. તેમ જાણીને તે પ્રકારે પ્રયત્નનો અભ્યાસ પોતાની લગનીથી થવો ઘટે છે. અંતર્મુખી ચિત્તની વિચાર ધારામાં જ્ઞાનસ્વભાવી આત્માના ભાવભાસનપૂર્વક સહજ પુરુષાર્થ ઉગ્ર થાય છે. વિકલ્પોમાં જરા પણ શાતા, શાંતિ કે સુખ નથી જ એમ મુમુક્ષુ જીવને અંદરથી લાગે છે. 8 ઊંડે ઊંડે પણ રાગના એક કણને પણ લાભરૂપ માનતો નથી. સ્વરૂપ નિશ્ચયપૂર્વક પુરુષાર્થનું અંદરથી ઉત્થાન થતાં પરિણતિ પલટાય છે. 8 આત્માની રુચિવાળા જીવને પોતાનું સ્વકાર્ય શીધ્ર કરી લેવાની લગ્ની હોવાથી, ઉદયને વશ કરવા પડતાં કાર્યો બોજારૂપ લાગે છે. ક8 ખરો આત્માર્થી જીવ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એક નિષ્ઠાથી કરવા તત્પર - વૃતિવાળો હોય છે, તેથી વિદ્યમાન જ્ઞાનીના સમાગમમાં તેમના પ્રત્યે સર્વાપર્ણ બુદ્ધિએ વર્તે છે. અને એક ન્યાયે તે મોક્ષનું બીજ છે. અનંત સમાધીનું સુખ અને શાંતિની પ્રાપ્તિનો એવો મોક્ષમાર્ગ એનું મૂલ્ય આંકનાર આત્માર્થ જીવ છે. # ભવભ્રમણનું અને સર્વ દુઃખનું મૂળ કારણ (૧) મિથ્યાત્વ (૨) અજ્ઞાન અને અસંયમ છે. તેથી તે ટાળવાનો પૂરો ઉદ્યમ કરતાં સમ્યગ્દર્શન - જ્ઞાન - ચરિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. & ખરા મુમુક્ષુને ઉદયની સર્વ પ્રવૃત્તિમાં આત્મલક્ષ રહે છે. એટલે કે ચાલતા પરિણમનમાં જે કાંઈ ઈષ્ટ - અનિષ્ટપણારૂપ પરિણામ વર્તે છે, તેમાં જેટલો પોતાનો રસ છે, તેનું જાગૃતિપૂર્વક સૂક્ષ્મ અવલોકન રહ્યાં કરે છે અને તેથી વિભાવરસ મોળો પડે છે. 8 આત્મ જાગૃતિ મુમુક્ષુતાનું ખાસ લક્ષણ છે. હું જ્ઞાન માત્ર છું તેવી અંતર સાવધાની તે જાગૃતિનું સ્વરૂપ છે. For Pers32 & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ & જેનું હોનાહાર સારું જ છે તેવા જિજ્ઞાસુ જીવને નિશ્ચિત ભાવ રહે છે કે હું મોક્ષ પામવાને લાયક જ છું. તેમાં તેને શંકા પડતી નથી. 8 સ્વભાવની લગ્નના બળે જ્ઞાનની કોઈ ભૂલ હોય તો નીકળી જાય છે. હ8 ઉપરોક્ત અનેક પ્રકારે મુમુક્ષુ જીવની યથાર્થ યોગ્યતા હોય તો તે યોગ્યતા જ જ્ઞાનપ્રાપ્તિનું પ્રબળ કારણ છે. છે જેને અતિન્દ્રિય આનંદની તાલાવેલી જાગી છે તેને આત્મા સિવાય બીજે ક્યાંય મીઠાશ લાગે નહિ, બીજે ક્યાંય રસ પડે નહિ. ક પરથી વિરકતતા અને વિભાવની તુચ્છતા આવ્યા વિના, સ્વભાવના સામર્થ્યની શ્રદ્ધા વિના પરિણામ અંદરમાં આવી શકે નહિ. આ સહજ સ્થિતિનો નિયમ છે. મોક્ષાર્થની ભૂમિકામાં સતપુરુષના પ્રત્યક્ષ યોગનું મહત્વ & સન્માર્ગના અનુભવી સત્પુરુષની વિદ્યાનતામાં, તેમનું સાનિધ્ય સેવતાં, ઘણા દોષોમાંથી છૂટવાનું સંભવે છે. તેમ જાણીને પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ માર્ગ પ્રાપ્તિનું પ્રબળ કારણ છે. ફીક સ્વચ્છેદે જીવ બાહ્ય - ધર્મ સાધનવાળી પ્રવૃત્તિમાં બહિર્ભાવમાં વર્તે છે, તેમાં પરમાર્થની કલ્પના કરે છે. આવી ભૂલને પ્રત્યક્ષ જ્ઞાની સિવાય કોણ બતાવે? તેથી પ્રત્યક્ષ સત્પરુષ સત્સંગ દ્વારા અનિવાર્ય છે અને અનંત ઉપકારી છે. $ જો કે વર્તમાન હીન કાળમાં, પુરુષનો યોગ અત્યંત દુર્લભ છે, તો પણ પૂર્વના મહા પુણ્યને લીધે તેવો યોગ સંપ્રાપ્ત થાય તો તેની કોઈ બીજી રીતે ન થઈ શકે તેટલી કિંમત છે. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી, તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ સર્વ શાસ્ત્ર કહે છે. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહિ વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃતિ થવી સંભવતી નથી. જ્ઞાનીના પ્રત્યક્ષ સમાગમે અનેક પડખાંથી મુમુક્ષુ જીવને આત્માર્થનું પોષણ મળે છે અને અનેક પ્રકારના દોષ, માન, સ્વચ્છંદ, લોભ આદિ કષાય તથા મિથ્યાત્વના સૂક્ષ્મદોષો અને અજ્ઞાન ટાળવાનું કારણ બને છે. ક8 મોટા પુરુષની આજ્ઞા માનવી, તેમનાથી ડરવું તેમાં તારા ક્રોધ, માન, માયા, લોભ, રોગ, વેષાદિ અવગુણ દબાય છે. મોટા પુરુષનું શરણું લેતાં દોષોનું સ્પષ્ટીકરણ થશે અને ગુણો પ્રગટ થશે. ગુરૂનું શરણ લેતાં ગુણનિધિ ચૈતન્ય દેવ ઓળખાશે. ફિ વળી દેશનાલબ્ધિનો આ અનાદિ સિદ્ધાંત છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનીના નિમિત્તે થાય છે, અજ્ઞાનીના નિમિત્તે નહિ. અનંતકાળ નિજ છંદે (કલ્પનાએ) ચાલી પરિશ્રમ કરે, તો પોતે પોતાથી જ્ઞાન પામે ૩૧ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ નહિ પણ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક સહજ માત્રમાં જ્ઞાન પામે. મહાત્માઓનો આ અનભવ છે. 48 દ્રવ્યાનુયોગ જેવા ગંભીર શાસ્ત્રો પ્રત્યક્ષ જ્ઞાનીના સમાગમમાં વિચારવા અને અધ્યન કરવાં યોગ્ય છે અને તે પણ ઢ વૈરાગ્ય અને જ્ઞાની પ્રત્યેની અત્યંત ભક્તિપૂર્વક કરવામાં આવે તો તેનું સાર્થકપણું છે. કે શાસ્ત્રોમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કરી છે. મોક્ષ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. & પુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યા છે. આમાં આત્મહિતના રહસ્યને પ્રદર્શીત કરવામાં આવ્યું છે. સપુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. તથાપિ સત્પુરુષને વિષે, તેના વચનના વિષે, તેના વચનના આશયને વિષે, પ્રીતિ - ભક્તિ થાય નહિ ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. # પૂર્વે થયેલાં જ્ઞાની અને તેમના વચનરૂપ શાસ્ત્રો કરતાં પ્રત્યક્ષ જ્ઞાનીના સમાગમનો મુમુક્ષુ જીવે તફાવત જાણવો આવશ્યક છે. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન - ઉપકાર; એવો લક્ષ્ય થયા વિના, ઉગે ન આત્મવિચાર.” ક્ર જે મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપે છે એવા પ્રગટ જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ વિના બીજા કોઈ આત્મસ્વરૂપને યથાર્થ વિધિએ દર્શાવી શકવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષથી આત્મસ્વરૂપ જાણ્યા વિના કલ્યાણનો બીજો કોઈ ઉપાય નથી. 8 પ્રાયઃ મુમુક્ષુ જીવ આત્મહિત ના હેતુથી જે કાંઈ પ્રયત્ન કરે છે, પણ અનાદિ સંયોગષ્ટિ અને પર્યાયબુદ્ધિને વશ તે ક્રિયા અને વિકલ્પમાં અહંમપણું સહજ આવી જાય છે. આ પ્રકારના દોષથી બચવા અને સ્વભાવ પર દૃષ્ટિ કરવા માથે જ્ઞાની ગુરુ અવશ્ય જોઈએ. ક્કિ એક જ્ઞાની પ્રત્યેનાં વિરોધમાં અનંતજ્ઞાનીનો વિરોધ છે અને પ્રત્યક્ષ એવા એક એવા જ્ઞાનીના સમ્યફ આદરમાં અનંત જ્ઞાનીનો આદર છે. જ્ઞાનીના પરમ આદરભાવમાં મુમુક્ષુને દર્શન મોહિનીની મંદતા ભજે છે અને બોધગ્રહણની યોગ્યતા આવે છે. મુમુક્ષુ જીવને અલ્પકાળે, અલ્પ પ્રયાસે સર્વ સાધન સિદ્ધ થવાનું અને અનેક પ્રકારે અનિષ્ટોથી બચવાનું કારણ પુરુષ પ્રત્યેની આશ્રય ભાવનામાં વર્તે છે. માનાદિ શત્રુ મહા, નિજ છેદે ન મરાય; જાતા સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.” For Perso32 Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ $ “અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મુક્યું નહિ અભિમાન; સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામીઓ, ઉગ્યો ન અંશ વિવેક.” વ8 જીવને પોતાનું સ્વરૂપ જાણ્યા વિના છૂટકો નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત....” ત્યાં સુધી યોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીની ઓળખાણ એ છે. જ્ઞાનીને જે યથા યોગ્યપણે ઓળખે છે તે ક્રમે ક્રમે કરી જ્ઞાની થાય છે. 4 “બીજુ કાંઈ શોધમાં, એક પુરુષને શોધીને (ઓળખીને) તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્યો જા પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે” આવું જ્ઞાનીનું વચન છે. જીવાદિ સાત તત્વોનું યથાર્થત્રતાના # તત્ત્વાર્થ સૂત્રમાં સૂત્ર છે. તસ્વાર્થ શ્રદ્ધાનું સ ર્જન તેમાં તત્ત્વ એટલે ભાવ અને અર્થ એટલે પદાર્થ (દ્રવ્ય, ગુણ, પર્યાય) પદાર્થના એટલે કે દ્રવ્ય, ગુણ, પર્યાય ના ભાવનું યથાર્થ ભાસન થવું તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. વ સાત તત્ત્વોને ભિન્ન ભિન્ન યથાર્થપણે શ્રદ્ધે તેને સમ્યગ્દર્શન કહે છે. આ સાત તત્ત્વ આ પ્રમાણે જીવ : જીવનો સ્વભાવ જ્ઞાયક શુદ્ધ ચિદાનંદ છે. ચેતના સહિત છે. રાગ, શરીર, પર દ્રવ્યોથી ભિન્ન છે. અજીવ : શરીર, પુદ્ગલ, જડ પદાર્થ, કર્મ આદિ અજીવ છે. અજીવનો સ્વભાવ ચેતનારહિત જડ છે. આસ્રવ : પુણ્ય અને પાપના પરિણામ આસ્રવ છે અને તેનો સ્વભાવ આકુળતા છે. જીવનો સ્વભાવ અનાકુળ આનંદ છે. બંધ : જે વિકારી ભાવો (શુભ શુભ ભાવો) થાય છે તેમાં અટકવું તે બંધ છે. સંવર : આત્માની શુદ્ધિ અર્થાત્ યથાર્થ રુચિ, જ્ઞાન અને તેમાં રમણતા એ સંવર તત્ત્વ છે. કર્મબંધ અટકવું એ સંવર છે. નિર્જરા : કર્મોની અપેક્ષાએ કર્મોના ખરી જવાને નિર્જરા કહે છે. મોક્ષ : સંપૂર્ણ શુદ્ધિ તે મોક્ષ છે. સર્વ કર્મોનો આત્યંતિક ક્ષય થઈ જવો તે મોક્ષ છે. મુક્તિ છે. ૩૩ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ 4 આ સાત તત્ત્વોમાં જીવ અને અજીવ દ્રવ્ય છે. આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ પર્યાય છે. 8 આવી રીતે સાત તત્ત્વના યથાર્થ અને પૃથ્થક પૃથ્થક ભાવનું શ્રદ્ધાન અને ભાસન થવું એ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે. # સમગ્દર્શન વિના ચારિત્ર, તપ કે વ્રત હોતાં નથી. 8 મિથ્યાદ્રષ્ટિ જીવ સાત તત્ત્વોના નામ બોલે, પણ હું જીવ છું વિકારાદિ અધર્મ છે, તેનાથી રહિત છું, હું શુદ્ધ, બુદ્ધ ચૈતન્યઘન છું એવી ખબર નથી તેને ધર્મ થતો નથી. &ી કોઈ શાસ્ત્રો ભણે અથવા ન ભણે પણ જીવાદિનું અંતરમાં ભાવભાસન છે તો.તે સમ્યગ્દષ્ટિ જ શ્ન વિપરીત અભિનિવેશ રહિત જીવાદિ તત્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે. અભિનિવેશ એટલે અભિપ્રાય. # જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વાર્થ છે અને એનું જે શ્રદ્ધાન અર્થાતુ, આમ જ છે અન્યથા નથી એવો પ્રતીતિભાવ તે તત્ત્વાર્થ શ્રદ્ધાન છે તથા વિપરીતાભિનિ વેશ જે અન્યથા અભિપ્રાય તેથી જે રહિત તે સમ્યગ્દર્શન છે. સાત તત્ત્વની ભૂલ @ જીવતો ત્રિકાળી જ્ઞાન સ્વરૂપ છે. તેને અજ્ઞાની જાણતો નથી. શરીર તે હું જ છું, શરીરના કાર્ય હું કરી શકું છું, શરીર સ્વસ્થ હોય તો મને લાભ થાય, બાહ્ય અનુકૂળ - પ્રતિકૂળ સંયોગથી હું સુખી - દુઃખી, શરીર આશ્રિત ઉપદેશ અને ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે, એ વગેરે મિથ્યા અભિપ્રાય વડે જે પોતાના પરિણામ નથી પણ બધાય પર પદાર્થના પરિણામ છે તેને આત્માના પરિણામ માનવા એ જીવ તત્ત્વની ભૂલ છે. 8 મિથ્યાષ્ટિ જીવ એમ માને છે કે શરીરનો સંયોગ થતા હું જન્મયો અને શરીરનો નાશ થતા હું મરી જઈશ. જડ પદાર્થોના પરિવર્તનને પોતાનું પરિવર્તન માનવું. જે અજીવની અવસ્થાઓ થાય છે તેને પોતાની માને છે. તેમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે એ અજીવ તત્ત્વની ભૂલ છે. અજીવ ને જીવ માને છે અજીવતત્ત્વની ભૂલ છે. જીવ અથવા અજીવ કોઈ પણ પર પદાર્થ આત્માને કાંઈ પણ સુખ કે દુઃખ, બગાડ-સુધાર કરી શકતા નથી. છતાં અજ્ઞાની તેમ માનતો નથી. પરમાં કર્તુત્વ, મમત્વ, મિથ્યાત્વ અને રાગ ષાદિ શુભાશુભ આન્દ્રભાવ તે પ્રત્યક્ષ દુઃખ દેનાર છે. છતાં અજ્ઞાની જીવ તેમને સુખકારી માની સેવે છે, શુભભાવ પણ બંધનનું કારણ છે, આસ્રવ છે તેને હિતકર માને છે. આ આસ્રવ તત્ત્વની ભૂલ છે. ૩૪ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ 8 અઘાતી કર્મના ફળ અનુસાર પદાર્થોની સંયોગ - વિયોગરૂપ અવસ્થાઓ થાય છે. મિથ્યાષ્ટિ જીવ તેને અનુકૂળ - પ્રતિકુળ માનીને તેનાથી હું સુખી - દુઃખી છું એવી કલ્પના વડે રાગ - દ્વેષ, આકુળતા કરે છે. પુણ્ય - પાપ બંને બંધન કર્તા છે પણ તેમ નહિ માનીને પુણ્યને હિતકર માને છે, તત્ત્વષ્ટિથી તો પુણ્ય પાપ બંને અહિતકર જ છે પરંતુ એવું નિર્ધારરૂપ માનતો નથી આ બંધ તત્ત્વની ભૂલ છે. લ$ નિશ્ચય સમ્યગ્દર્શન - જ્ઞાન ચારિત્ર તે જ જીવને હિતકારી છે. સ્વરૂપમાં સ્થિરતા વડે રાગનો જેટલો અભાવ થાય તે વૈરાગ્ય છે. અને તે સુખના કારણરૂપ છે છતાં અજ્ઞાની જીવ તેને કષ્ટદાતા માને છે. આ સંવરતત્ત્વની વિપરીત શ્રદ્ધા છે. સંવરતત્ત્વની ભૂલ છે. આત્મામાં આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિની હાનિ થવી તેને સંવરપૂર્વક નિર્જરા કહેવામાં આવે છે. જ્ઞાનાનંદ સ્વરૂપમાં સ્થિર થવાથી શુભાશુભ ઈચ્છાઓનો નિરોધ થાય છે. તે તપ છે. છતાં મિથ્યાદ્રષ્ટિ એનું સમયક સ્વરૂપ જાણતો નથી એ નિર્જરા તત્ત્વની ભૂલ છે. 8 પૂર્ણ નિરાકુળ આત્મિક સુખની પ્રાપ્તિ અથવા જીવની સંપૂર્ણ શુદ્ધતા તે મોક્ષનું સ્વરૂપ છે. અને તે જ ખરું આત્મિક સુખ છે. પણ અજ્ઞાની તેમ માનતો નથી. બાહ્ય વસ્તુઓની સગવડોથી સુખ મળી શકે એમ જીવ મિથ્યા માને છે તે મોક્ષ તત્ત્વની ભૂલ છે. આ બધી ભૂલોનું પરિણામ સંસાર પરિભ્રમણ છે. દેવ - ગર- ઘર્મનું યથાર્થ શ્રદ્ધાના # પાંચ પરમેષ્ઠીનું યથાર્થ સ્વરૂપ સમજી તેમના ગુણોનો મહિમા આવવાથી પોતાના શુદ્ધાત્માનો મહિમા આવે છે અને પોતાની પર્યાયમાં તેમના જેવા ગુણો પ્રગટ થાય એ મહત્વનું છે. “જે જીવ જાણતો અહંતને, ગુણ - દ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે” અરિહંતનું યથાર્થ સ્વરૂપ જે ગૃહસ્થપણું છોડી, મુનિધર્મ અંગીકાર કરી, નિજસ્વભાવના સાધન વડે ચાર ઘાતિકર્મોનો ક્ષય કરી અનંત ચતુટ્યરૂપે બિરાજમાન થયા છે, ત્યાં અનંતજ્ઞાન વડે તો પોતપોતાના અનંત ગુણ પર્યાય સહિત સમસ્ત જીવાદિ દ્રવ્યોને યુગપ વિશેષણાએ કરી પ્રત્યક્ષ જાણે છે, અનંતદર્શન વડે તેને સામાન્યપણે અવલોકે છે, અનંતવીર્ય વડે એવા ઉપયુક્ત સામર્થ્યને ધારે છે તથા અનંત સુખ વડે નિરાકુળ પરમાનંદને અનુભવે છે. એવા અરિહંત ભગવાનના ચાર અનંત ચતુષ્ટય અને આઠ પ્રાતિહાર્યગુણો એમ મળીને બાર ગુણ છે. તે સિવાય ચોત્રીસ અતિશયો હોય છે. દશ જન્મના, દશ કેવળજ્ઞાનના અને ચૌદ દેવકૃત તો સ્પષ્ટ દેવો વડે જ કરેલા છે. અનંત ચતુષ્ટય ચાર છે. તે આત્માશ્રિત છે. • અનંતજ્ઞાન ૦ અનંતદર્શન અનંત વીર્ય (શક્તિ) અનંત સુખ ૨પ "For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રતિહાર્ય - • અશોક વૃક્ષ • સિંહાસન • ચામર • ત્રણ છત્ર •દેવ દુદુભિ પુષ્પ વૃષ્ટિ • ભામંડળ • દિવ્ય ધ્વનિ $ સિદ્ધનું યથાર્થ સ્વરૂપ:- જે ગૃહસ્થ અવસ્થાનો ત્યાગ કરીને મુનિધર્મ સાધન વડે ચાર ઘાતિ કર્મોનો - જ્ઞાનવરણીય, દર્શના વરણીય, મોહનીય, અંતરાય - નાશ થતાં અનંત ચતુણ્ય પ્રગટ કરીને કેટલાક સમય પછી ચાર અઘાતિ કર્મો - નામ, ગોત્ર, આયુષ્ય, વેદનીય નાશ થતાં સમસ્ત અન્ય દ્રવ્યોનો સંબંધ છૂટી જતાં પૂર્ણ મુક્ત થઈ ગયા છે. લોકના અગ્ર ભાગમાં કિંચિત્જુન પુરુષાકારે બિરાજમાન થઈ ગયા છે. જેમને દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મનો અભાવ થવાથી સમસ્ત આત્મિક ગુણ પ્રગટ થઈ ગયા છે તે સિદ્ધ જ સિદ્ધ ભગવાનના આઠ ગુણ અનંતજ્ઞાન સૂક્ષ્મત્ત્વ • અનંત દર્શન • અવગાહનત્ત્વ ૦ સમ્યક્ત • અવ્યાબાધ અનંતવીર્ય અગુરુ લઘુત્ત્વ ગુરુનું યથાર્થ સ્વરૂપઃ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. - સામાન્ય પણે સાધુ ગુરુમાં આવી જાય છે. જે વિરાગી બનીને, સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને, શુદ્ધોપયોગમુનિધર્મ અંગીકાર કરીને અંતરંગમાં શુદ્ધોપયોગ દ્વારા પોતાને પોતારૂપ અનુભવે છે પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી, જેમને કદાચીત્ મંદ રાગના ઉદયે શુભોપયોગ પણ થાય છે પરંતુ તેને પણ હેય માને છે, તીવ્ર કષાયનો (કષાયની ત્રણ ચોકડીનો) અભાવ હોવાથી અશુભ ઉપયોગનું તો અસ્તિત્વ જ હોતું નથી. એવા મુનીરાજ જ સાચા ભાવલિંગી સંત - સાચા સાધુ પુજનીય છે. આચાર્યનું સ્વરૂપ: જેઓ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રની અધિકતાથી પ્રધાન પદ પ્રાપ્ત કરીને મુનીસંઘના નાયક થયા છે. જેમાં મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપ આચરણમાંજ મગ્ન રહે છે. પણ કોઈવાર રાગાંશના ઉદયથી કરુણાબુદ્ધિ થાય તો ધર્મના લોભી અન્ય જીવોને ધર્મોપદેશ આપે છે. દીક્ષા લેનારને યોગ્ય જાણી દીક્ષા આપે છે, પોતાના દોષ પ્રગટ કરનારને પ્રાયશ્ચિત વિધિથી શુદ્ધ કરે છે. આવું આચરણ કરનાર અને કરાવનાર મુની સંઘના નાયક આચાર્ય કહેવાય છે. આચાર્યના ૩૬ ગુણઃ ઉત્તમક્ષમાદિ દશ ધર્મ, બાર પ્રકારના તપ, પાંચ આચાર, આવશ્યક, ત્રણ ગુપ્તિ એમ મળી કુલ ૩૬ થયા. ૨૬ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ 8 ઉપાધ્યાયનું સ્વરૂપ: જેઓ ઘણા જૈન શાસ્ત્રોના જ્ઞાતા હોઈને સંઘના પઠન - પાઠનના અધિકારી થયા છે તથા સમસ્ત શાસ્ત્રોનો સાર જે આત્મસ્વરૂપમાં એકાગ્રતા છે, અધિકત્તર તો તેમાં લીન રહે છે. કોઈવાર કષાય અંશના ઉદયથી ઉપયોગ ત્યાં સ્થિર ન રહે તો - તેઓ શાસ્ત્રો સ્વયં વાંચે છે અને બીજાઓને ભણાવે છે તે ઉપાધ્યાય છે. ઉપાધ્યાયના ૨૫ ગુણ ૧૧ અંગ અને ૧૪ પૂર્વ પોતે ભણે અને ભણાવે. 88 સાધુનું યથાર્થ સ્વરૂપઃ આચાર્ય અને ઉપાધ્યાય ને છોડી ને અન્ય સમસ્ત જે મુનિધર્મના ધારક છે અને આત્મ સ્વભાવને સાધે છે, બાહ્ય ૨૮ મૂળ ગુણોનું અને ઉત્તર ૮૪ લાખ ગુણોનું અખંડ પાલન કરે છે. સમસ્ત આરંભ અને અંતરંગ - બહિરંગ પરિગ્રહથી રહિત હોય છે. સદા જ્ઞાન - ધ્યાનમાં જ જેમનો ઉપયોગ તલ્લીન છે, સાંસારિક પ્રપંચોથી સદા દૂર રહે છે તેને સાધુ પરમેષ્ઠી કહે છે. મુનિના ૨૮ મૂળ ગુણઃ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઈન્દ્રિય નિરોધ, છ આવશ્યક. આ બધા મળીને ૨૧ ગુણ થયા અને સાત ઈત્તર આ પ્રમાણે છે. કેશ લોચ, વસ્ત્ર રહિત, અસ્નાનતા, ભૂમિ શયન, દાતણ ન કરવું, ઊભા ઊભા ભોજન કરવું, એક વખત જ આહાર આ રીતે પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ વીતરાગ વિજ્ઞાનમય છે, માટે તેઓ પૂજ્ય છે. & ધર્મનું સત્ય સ્વરૂપ વસ્તુના સ્વભાવ રૂપ એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર યથાર્થ ધર્મ છે. પ્રયોજન ભૂત તત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી તેમ આખી સૃષ્ટીમાં ક્યાંય બે જૈન નથી એટલે કે જૈનની તુલ્ય એકે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તે માત્ર આ દર્શનની પરિપૂર્ણતા, સત્યતા, નીરાગીતા અને સૌથી અગત્યનું જગદિતસ્વીતા (સર્વ જગતનું હિત). બાકીના સર્વ મતોના વિચાર જિન પ્રણીત વચનામૃત સિંધુ આગળ એક બિંદુ રૂપ પણ નથી. અન્ય પ્રવર્તકો પ્રતિ કાંઈ વૈરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરવાની ભાવના નથી, પણ વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે. પ્રિય ભવ્યો! જૈન જેવું એકે પૂર્ણ દર્શન નથી, વીતરાગ જેવો એકે “દેવ” નથી. જિનેશ્વરોને એવું કાંઈ પણ કારણ ન હતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બોધ, તેમ તેઓ અજ્ઞાની ન હતા કે જેથી મૃષા બોધાઈ જાય. સર્વજ્ઞોએ પરૂપેલો દર્શન એ સર્વ અપેક્ષાએ પરિપૂર્ણ છે, જગહિતકારી છે. જૈન જેવું એકેય પૂર્ણ અને પવિત્ર દર્શન નથી. આ સંસાર સાગર તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો. . . For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ જે અપૂર્ણ છે તેને બીજાના દોષ જોવાનો અધિકાર નથી અને જે પૂર્ણ છે તે કોઈના દોષ જોતો નથી. એ રીતે પૂર્ણ વીતરાગ પ્રભુએ ઉપદેશેલો ધર્મ પરિપૂર્ણ જ છે, દોષ રહિત છે. પૂર્ણ બનવા માટેનો જ ઉપદેશ છે. ‘તંત્ર, મંત્ર, ઔષધ નહિ, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય.’ "" ‘‘દેખે નહિ કુછ ઔર જબ, તબ દેખે નિજરૂપ’ “સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર - એ રત્નત્રયીની એકતાને મોક્ષમાર્ગ બતાવનાર જૈન દર્શન શાશ્વતસુખ પ્રાપ્તિ કરાવનાર છે.’’ ‘‘પૂર્ણતાના લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે’’ એ જેનું સૂત્ર છે એ જૈન દર્શન ‘“અહિંસા પરમો ધર્મ છે.’’ સંપૂર્ણ સાધનાની વિધિ ૐ પાત્રતા કેળવવી પડે. પાત્રતાના મુખ્ય ગુણો . ♦ વિશાળ બુદ્ધિ ♦ સરળતા ♦ મધ્યસ્થતા ♦ જિતેન્દ્રયપણું વિકસાવવા... પછી ♦ ક્રોધ, માન, માયા, લોભ એ કષાયો શાંત પડવા જોઈએ. • મોક્ષ સીવાય બીજી કોઈ અભિલાષા ન હોય. ૭ ભવનો ખેદ વર્તવો જોઈએ અને ૭ જગતના સર્વે જીવો પ્રત્યે દયા ભાવ નિશ્ર્વર બુદ્ધિ... સાત પ્રકારોના વ્યસનોનો સંપૂર્ણ ત્યાગ. હિંસા – જૂઠ ♦ ચોરી – શિકાર ♦ મદ્યપાન ♦ પરસ્ત્રી ગમન (વેશ્યા ગમન) ૭ જુગાર ધર્મની આરાધનાનો ક્રમ આ પ્રમાણે શરૂ થાય છે. સત્સંગ ૦ સ્વાધ્યાય ૦ ગુણજીજ્ઞાસા ♦ પ્રભુભક્તિ ૰ આત્મવિચાર • આત્મ સાક્ષાતકાર આત્માની ઓળખાણ કરી મિથ્યાત્ત્વ (દર્શન મોહનીય) નો નાશ કરવા... પ્રથમ કુદેવ - કુગુરૂ અને કુધર્મની માન્યતા છોડી અરિહંતાદિકનું સાચુ સ્વરૂપ જાણી તેનું શ્રદ્ધાન કરવું. ♦ જિનમતમાં કહેલા જીવાદિ સાત તત્ત્વોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી તેનો વિચાર અને શ્રદ્ધાન કરવું. પછી સ્વ પરનું ભિન્નપણું જેથી ભાસે એ પ્રમાણે ભેદ વિજ્ઞાનનો અભ્યાસ કરવા ચિંતન - મનન કરવું. આ માટે અનિત્ય આદિ બારભાવના તેમજ આત્મભાવના નિયમીત ભાવવી. વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જાણી શ્રદ્ધાન કરી સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવો. એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનું ચિંતવન કરવું સ્વના નિયમિત ચિંતવનથી સ્વાનુભૂતિની પ્રાપ્તિ થાય છે. ૩. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમ્યજ્ઞાન - સમ્યક દર્શન - સમગ્યરીત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એક જ છે. ત્રણ લોક ત્રણકાળમાં સત્યમાર્ગ બે ન હોય - એક જ છે. વીતરાગ પ્રભુએ પરૂપેલો ધર્મ પૂર્ણ સત્ય છે અને આ જીવને પૂર્ણતા સુધી પહોંચાડી શકે છે એવું એમાં સામર્થ્ય છે. પૂર્ણતાના લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે. એવી શ્રદ્ધા કરી, વીતરાગના અમુલ્ય વચનોને લક્ષમાં લઈ યથાર્થ પુરુષાર્થપૂર્વક એમની આજ્ઞાનું આરાધન કરવું. મોક્ષને હિતરૂપ પાણી, એક મોક્ષનો ઉપાય કરવો એ જ સર્વ ઉપદેશનું તાત્પર્ય છે. યેનકેન પ્રકારે રાગ દ્વેષના પરિણામ ઓછા થવા જોઈએ. રાગ - દ્વેષ - મોહ- કષાયના પરિણામના ઉદય પ્રસંગ આવે, પણ વજન તે તરફ ન જતાં, દષ્ટિ અંતરમુખ થવી જોઈએ. પર્યાય પરથી દષ્ટિ હટી - દષ્ટિ અંદર શુદ્ધાત્તમ તરફ જવી જોઈએ. વજન - દષ્ટિ અંદર તળ સુધી જવા જોઈએ. નિજ સ્વભાવનો મહિમા આવવો જોઈએ. સ્વભાવનો પ્રમોદ (મહિમા), પરિચય, પ્રીતિ, પ્રવૃતિ કરતાં કરતાં સ્વભાવની પ્રાપ્તિ થાય છે. કચ્છ સર્વ શાસ્ત્રોનો સાર “વીતરાગતા” જ છે. વીતરાગી - શુદ્ધાત્માનો અત્યંત રસ અને મહિમા આવે અને સ્વદ્રવ્યના આશ્રયે જ આત્માનો અનુભવ થાય. જૈનદર્શનના (તત્ત્વના) અભ્યાસનું ફળ આત્માનુભૂતિ' જ છે. તે સિવાયની બધી જશુભાશુભ અને તેવી ક્રિયાઓ પુણ્યફળ આપે પણ તેનાથી ધર્મ - આત્માનું હિત ન થાય. મોક્ષમાર્ગની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે. પ્રથમ દર્શન મોહનીય હણાય પછી જ ચારિત્ર મોહનીય જાય એ જ ક્રમ છે. ક તીર્થકર ભગવંતોએ કહેલાં પ્રયોજનભૂત સત્યોના અભ્યાસની સાથે સાથે સર્વ તત્ત્વજ્ઞાનનો શિરમોર મુગટમણિ જે શુદ્ધ દ્રવ્ય સામાન્ય અર્થાત પરમપરિણામિક ભાવ - એટલે જ્ઞાયક ભાવ - જે સ્વાનુભૂતિનો આધાર છે, સમ્યગ્દર્શનનો આશ્રય છે - મોક્ષમાર્ગનું આલંબન છે, સર્વશુદ્ધ ભાવોનો નાથ છે. તેનો દિવ્ય મહિમા હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. 8 પર તરફ વળતાં ઉપયોગને સ્વ તરફ ખેંચતો, નયપક્ષના આલંબનથી થતો જે રાગનો વિકલ્પ તેને આત્માના સ્વભાવરસના ભાન દ્વારા ટાળતો - આત્માના પરમઆનંદ સ્વરૂપ અમૃતરસને વેદવાથી સ્વાનુભૂતિ - આત્માનુભૂતિ પ્રગટ થાય છે. 88 સ્વરૂપ ચિંતવનની સમગ્રવિધિ આ પ્રમાણે છે : • જીવનો સ્વભાવ અજીવથી જુદો છે ને તે આત્મા સ્વયં સુખરૂપ છે. જ્ઞાન - આનંદમય જ • સંયોગો જીવને સુખરૂપ નથી, દુઃખરૂપ પણ નથી. • રાગાદિ આસ્ત્રવો (રાગ - દ્વેષ, મોહ - ક્રોધ, માન - માયા, લોભ) દુઃખ રૂપ જ છે તેમાં જરાય સુખ નથી. - ૩૯ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ • આત્માના સમ્યગ્દર્શનાદિ સુખરૂપ છે તેમાં દુઃખ નથી. • આસ્રવ દુઃખના કારણ છે, માટે તેને તજીએ. (મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આસ્રવ છે.) • સંવર નિર્જરા સુખના કારણ છે માટે તેને ભજીએ. (સ્વદ્રવ્યના આશ્રયે જ સંવર - નિર્જરા થાય છે.) • મોક્ષને હિતરૂપ જાણી એક મોક્ષનો જ ઉપાય કરવો. ભગવાન આત્મા - ત્રિકાળી જ્ઞાયક - પરમપરિણામિક ભાવ - શુદ્ધાત્મા - અભેદ - અખંડ - આનંદ સ્વરૂપ જ છે. એવા શુદ્ધાત્મસ્વરૂપ નિજને જાણો, માનો, શ્રદ્ધો, અનુભવો, એમાંજ લીન થઈ જાઓ, રમણતા કરો આજ સાચો મોક્ષમાર્ગ છે. આજ રત્નત્રયની સાધના છે. આરાધના છે. TO For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ મુદ્રક: જયંત પ્રિન્ટરી મુંબઇ-૨. ફોન - 205 71 71 For Personal & Private Use Only