________________
ક્રમબદ્ધ પર્યાય 88 ક્રમબદ્ધ પર્યાય'નો આશય એ છે કે આ પરિણમનશીલ જગતની પરિણમન વ્યવસ્થતા કમ
નિયમિત છે. જગતમાં જે કાંઈ પણ પરિણમન નિરંતર થઈ રહ્યું છે તે સર્વ એક નિશ્ચિત કમમાં વ્યવસ્થિત રૂપે થઈ રહ્યું છે. 3 પ્રત્યેક દ્રવ્યમાં પર્યાયો ક્રમશઃ જ થાય છે, એકી સાથે નહિ. પર્યાયોમાં પણ એ નિશ્ચિત હોય છે કે કોના પછી કઈ પર્યાય આવશે. જેના પછી જે પર્યાય (કાર્ય) થવાની હોય છે, તે જ થાય છે,
અન્ય નહીં. આનું નામ ક્રમબદ્ધ પર્યાય છે. 28 પ્રત્યેક દ્રવ્યની પરિણમન વ્યવસ્થતા માત્ર વ્યવસ્થિત જ નહીં, સ્વાધીન પણ છે; અન્ય - દ્રવ્યને આધીન નથી. એક દ્રવ્યના પરિણમનમાં બીજા દ્રવ્યનો કાંઈ પણ હસ્તક્ષેપ નથી. વ પ્રત્યેક કાર્ય પોતાના સ્વકાળે જ થાય છે. તેથી પ્રત્યેક દ્રવ્યની પર્યાયો કમ નિયમિત છે. એક
પછી એક પોતપોતાના સ્વકાળે નિશ્ચિય-ઉપાદાન અનુસાર થયા કરે છે. કે ધ્યાન દેવા યોગ્ય વાત એ છે કે અહીં માત્ર એમ નથી કહેવામાં આવ્યું કે પર્યાયો કમે થાય છે, પરંતુ એમ પણ કહેવામાં આવ્યું છે કે તે નિયમિત ક્રમમાં થાય છે. આશય એ છે કે જે દ્રવ્યની, જે પર્યાય, જે કાળે, જે નિમિત્ત અને જે પુરુષાર્થપૂર્વક જેવી થવાની છે, તે દ્રવ્યની તે પર્યાય તે જ કાળે, તે જ નિમિત્તે અને તે જ પુરુષાર્થે થાય છે, અન્યથા નહીં, આ નિયમ
8 શ્રી કાર્તિકેય સ્વામીએ કહ્યું છે કે સમયછી જીવ કંઈ રીતે વસ્તુસ્વરૂપનું ચિંતવન કરે છે. તો સિદ્ધાંત આ છે : જે જીવને જે દેશમાં (ક્ષેત્રમાં), જે કાળમાં, જે ભાવથી, જે વિધિથી (નિમિત્તથી), જન્મ-મરણ, સુખ-દુઃખતથા રોગ અને દારિદ્રય ઈત્યાદિ જેવું સર્વજ્ઞદેવે તેમનાં જ્ઞાનમાં જાયું છે, તે જ પ્રકારે નિયમથી તે જીવને તે દેશમાં, તે કાળમાં, તે ભાવથી, તે વિધિથી બધું જ થાય છે. પરિણમન થાય છે.) તેનું નિવારણ કરવા માટે ઈન્દ્ર, નરેન્દ્રકે જિનેન્દ્રદેવ કોઈપણ સમર્થ નથી. કાંઈ કરી શકે એમ નથી. & સર્વજ્ઞ દેવ સમસ્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની સર્વ પદાર્થની સર્વ અવસ્થાઓને યુગપત્ (એકીસાથે) જાણે છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જે કાંઈ પણ પ્રતિભાસિત થયું છે, એ બધું નિશ્ચિયથી ક્રમ પ્રમાણે જ થાય છે. એમાં હીન - અધિક કાંઈ પણ થતું નથી. એ પણ ધ્યાન રાખવા જેવી વાત છે. આ જે કાંઈ પણ થાય છે તેને સર્વજ્ઞ જાણે છે, પણ તે એના હર્તાકર્તા નથી,
માત્ર જાણે જ છે. તેમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. કરું આ નિર્ણયમાં એકાંતવાદ અથવા નિયતવાદ નથી, પરંતુ સર્વજ્ઞની પ્રતીતિપૂર્વક સાચું
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org