________________
વિશેષ - ગુણ આ પ્રમાણે છે.
જીવ દ્રવ્યમાં - ચેતના, સમ્યકત્ત્વ, ચારિત્ર, કિયાવર્તી શક્તિ વગેરે. પુદ્ગલ દ્રવ્યમાં - સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવર્તી શક્તિ વગેરે. ધર્મ દ્રવ્યમાં - ગતિ હેતુત્વ વગેરે. અધર્મ દ્રવ્યમાં - સ્થિતિ હેતુત્વ. આકાશ દ્રવ્યમાં - અવગાહન હેતુત્વ. કાળ દ્રવ્યમાં - પરિણમન હેતુત્વ. ક્ર તત્વાર્થ સૂત્રમાં સંત દ્રવ્ય નક્ષન અર્થાતું અસ્તિત્વ રહેવું - જ્યારે પણ નાશ ન થવું એ
બધાથી મુખ્ય લક્ષણ છે. સત્ વસ્તુનો સ્વભાવ છે. 8િ હવે વસ્તુ આ પ્રમાણે છે. ઉત્પાદુ વ્યય થ્રોવ્યયુવતં સત્ આ વસ્તુ ઉત્પાદ - વ્યય - ધ્રોવ્ય
સ્વરૂપ છે. એટલે દરેક પદાર્થ પોતાની અનાદિ સત્તાને ધૃવરૂપ ટકાવીને અવસ્થાઓને હર - સમય પલટાવતો રહે છે. અર્થાત્ પૂર્વ અવસ્થાનો વ્યય કરી નવીન અવસ્થા ઉત્પન્ન કરતો રહે
છે. આ પલટાતી અવસ્થાને શાસ્ત્રીય ભાષામાં પર્યાય કહેવામાં આવે છે. 8 દ્રવ્યની ધ્રુવતા અને પરિણમનને સ્પષ્ટ કરતાં બીજું સૂત્ર છે :Tળ પર્વવાદ અર્થાત્ આ બધાની ધ્રુવતા અને પરિણમન પોતપોતાના ગુણોમાં અથવા સ્વભાવમાં જ થાય છે. કોઈપણ દ્રવ્ય પોતપોતાના ગુણો સિવાય અન્ય દ્રવ્યોનાં ગુણોમાં કોઈપણ પ્રકારે પરિણમન કરી શકતો નથી. ફીફ દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં જ રહીને પરિણમન કરી રહ્યું છે. દરેક વસ્તુ
પોતાના સ્વભાવરૂપ જ પરિણમન કરે એ જ વસ્તુનો સ્વભાવ છે. પોતાની મર્યાદામાં જ રહીને પરિણમન કરવું એ એનો સ્વભાવ છે. # આમાંથી એક મહાન સિદ્ધાંતનો ઉદય થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી. જગતનો દરેક પદાર્થ અનંતગુણોનો સમુદાય હોવા છતાં અને નવી નવી અવસ્થાઓમાં પ્રગટ હોવા છતાં પણ પોતાની સત્તા અનાદિઅનંત બનાવી જ રાખે છે. અર્થાત્ કોઈપણ અન્ય દ્રવ્ય અથવા એનો અંશ - કોઈપણ અન્ય દ્રવ્યની સત્તામાં કિંચિત માત્ર પણ દખલ કરી શકતું નથી. આવી અજોડ વસ્તુ વ્યવસ્થતા છે. 8 તત્વ અથવા પદાર્થ સત્ લક્ષણવાળા છે. સત્ માત્ર છે તથા સ્વતઃ સિદ્ધ છે. આ રીતે અનાદિ નિધન હોવાથી સ્વતંત્ર છે. આના ઉપરથી એ પણ સિદ્ધ થાય છે કે દ્રવ્ય અને ગુણ સ્વતંત્ર છે જ, પરંતુ દરેક દ્રવ્યના દરેકના દરેક ગુણની એક એક પર્યાય પણ સ્વતઃ સિદ્ધ અને સ્વતંત્ર છે. આ પર્યાયનો સ્વામી એ દ્રવ્ય જ છે. અન્ય કોઈપણ દ્રવ્યનો એમાં કોઈ પ્રકારે હસ્તક્ષેપ સંભવ નથી.
Jain Education International
.
For Personal & Private Use Only
www.jainelibrary.org