________________
88 કાળચક પણ ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બે ભાગે ફર્યા કરે છે. દરેક ચક્રમાં છ આરા
આવે છે. અત્યારે ભરત ક્ષેત્રમાં પાંચમો આરો ચાલે છે. 28 આ આખી વિશ્વ વ્યવસ્થતા સ્વયં સંચાલીત છે. તેને કોઈ ચલાવતું નથી. બહુ જ સુંદર રીતે
અનાદિકાળથી ચાલી રહી છે અને અનંતકાળ સુધી એમ જ ચાલ્યા કરશે. આપણો ધર્મ આ વ્યવસ્થતાને સારી રીતે જાણવું એ જ છે.
વસ્તુ વ્યવસ્થતા અને દ્રવ્યની સ્વતંત્રતા # વિશ્વ એટલે અનાદિ - અનંત સ્વયંસિદ્ધ સત્ એવી અનંતાનંત વસ્તુઓનો સમુદાય. &િ તેમાંની પ્રત્યેક વસ્તુ અનુત્પન્ન અને અવિનાશી છે. # જિનેન્દ્રના જ્ઞાન દર્પણમાં ઝળકતાં આ સર્વ દ્રવ્યો - અનંત જીવ દ્રવ્યો, અનંતાનંત પુદ્ગલ દ્રવ્યો, એક ધર્મ દ્રવ્ય, એક અધર્મ દ્રવ્ય, એક આકાશ દ્રવ્ય અને અસંખ્ય કાળ દ્રવ્યો સ્વયં પરિપૂર્ણ છે અને અન્ય દ્રવ્યોથી તદ્દન સ્વતંત્ર છે. તેઓ એક બીજા સાથે પરમાર્થે કદી મળતાં નથી, ભિન્ન જ રહે છે. આ બે વસ્તુ સ્વરૂપ. # વિશ્વનો પ્રત્યેક પદાર્થ પૂર્ણ સ્વતંત્ર છે, સ્વાધીન છે અને પોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સામર્થ્યવાન
છે. તે પોતાના પરિણામનો હર્તાકર્તા છે, તેના પરિણમનમાં પરનો રજમાત્ર પણ હસ્તક્ષેપ નથી. દરેકે દરેક અણુ પોતાની સત્તામાં સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી ન શકે એવી અબાધા વસ્તુ વ્યવસ્થતા છે. પ્રત્યેક વસ્તુમાં અનંત શક્તિઓ છે અથવા ગુણો છે જે ત્રિકાળી નિત્ય છે. 88 પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ પોતામાં પોતાનું કાર્ય કરતી હોવા છતાં અર્થાત નવીન દશાઓ (અવસ્થાઓ) પર્યાયો ધરતી હોવા છતાં તે પર્યાયો એવી મર્યાદામાં રહીને થાય છે કે વસ્તુ પોતાની જાતને છોડતી નથી અર્થાત તેની શક્તિઓમાંથી (ગુણોમાંથી) એક પણ વધઘટ
થતી નથી. વ8 વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. સ્વભાવનો અર્થ પોતપોતાના ગુણ - પોતપોતાની વિશેષતાઓ. શાસ્ત્રીય ભાષામાં દરેક વસ્તુમાં સામાન્ય સ્વભાવ અને વિશેષ સ્વભાવ એવા બે ભાગ પડે છે. જે સ્વભાવ બધી વસ્તુઓમાં સામાન્યરૂપથી હોય તે સામાન્ય સ્વભાવ અને જે સ્વભાવ અમુક જ દ્રવ્યમાં જોવામાં આવે તે વિશેષ સ્વભાવ છે. આ રીતે વસ્તુ સામાન્ય - વિશેષાત્મક
સ્વરૂપ છે. 8 સામાન્ય ગુણ આ પ્રમાણે છે. • અસ્તિત્વ વસ્તુત્ત્વ ૦ દ્રવ્યત્વ ૦ પ્રમેયત્વ • અગુરુલઘુત્ત્વ ૦ પ્રદેશત્ત્વ
Jain Education International
For Persona & Private Use Only
www.jainelibrary.org